Teeth Problem : સાવધાન! તમારી આ ખરાબ આદતો દાંતને કરી શકે છે કાયમી નુકસાન, આજે જ સુધારો
ચહેરાનું સુંદર સ્મિત સારા અને સ્વસ્થ દાંત હોય ત્યારે જ શક્ય છે. આપણા દાંત અને પેઢાંની તંદુરસ્તી માત્ર સ્મિત માટે જ નહીં, પણ સમગ્ર સ્વાસ્થ્ય માટે મહત્વની છે. પરંતુ આપણે રોજિંદા જીવનમાં એવી નાની ભૂલો કરીએ છીએ જે દાંતને નુકસાન પહોંચાડી શકે છે. દાંત સ્વચ્છ રાખવા સખત બ્રશથી અથવા વધુ પડતા દબાણથી બ્રશ કરવાથી દાંતના એનેમલને નુકસાન થાય છે. જેના કારણે દાંતમાં સતત દુખાવો અને કળતરની સમસ્યા થાય છે. ડેન્ટીસ્ટે ચેતવણી આપી કે તમારી આ સામાન્ય લાગતી આદતો દાંતને નબળા પાડે છે.
સામાન્ય આદતો જે દાંતના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક
બરફ ચાવવો : ઘણા લોકોને ઠંડો બરફ ચાવવાની આદત હોય છે. બરફ ખૂબ જ સખત હોય છે, જેના કારણે દાંતના ઉપરના પડ (Enamel) માં તિરાડો પડી શકે છે અથવા દાંત બરડ થઈને તૂટી શકે છે. આ આદતથી દાંત વધુ નબળા પડે છે.
વધુ પડતા સોડા કે ઠંડા પીણાં : સોફ્ટ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક્સમાં ખાંડની સાથે ‘એસીડ’ (Acid) પણ હોય છે. આ એસીડ દાંતના પ્રોટેક્ટિવ લેયરને ઓગાળી નાખે છે, જેનાથી દાંતમાં સેન્સિટિવિટી (ઝણઝણાટી) અને સડો થાય છે. ભલે તમે દરરોજ દાંત સાફ કરતા હોવ પણ ઠંડા પીણાં કે સોફ્ટ ડ્રિંકસનો વધુ પડતો ઉપયોગ દાંતના એનેમલ અસર કરે છે.
સખત બ્રશ કરવાની આદત :
લોકો ઘણીવાર એવું વિચારે છે કે તેઓ જેટલી સખત બ્રશ કરશે, તેમના દાંત તેટલા જ સ્વચ્છ થશે. જોકે, વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે. સખત બ્રશથી અથવા વધુ પડતા દબાણથી બ્રશ કરવાથી દાંતનો દંતવલ્ક ધીમે ધીમે ઘસાઈ જાય છે. શરૂઆતમાં આ વાત ધ્યાન બહાર રહેતી નથી, પરંતુ સમય જતાં, દાંત પાતળા અને વધુ સંવેદનશીલ બને છે. સૌથી ખરાબ આદત એ છે કે દિવસભર જમ્યા પછી રાત્રે બ્રશ કર્યા વગર સુઈ જવું. આનાથી આખી રાત બેક્ટેરિયા દાંત પર હુમલો કરે છે અને પ્લેક (Plaque) જમા થાય છે.
ખાવાની ખરાબ આદત :
તમાકુ અને સિગારેટ દાંતને પીળા પાડે છે, મોઢામાં દુર્ગંધ પેદા કરે છે અને સૌથી વધુ જોખમી એ છે કે તેનાથી પેઢાંના રોગ (Gum diseases) અને મોઢાનું કેન્સર થઈ શકે છે. ચોકલેટ, ગુંદરવાળી મીઠાઈઓ કે ચીકણો ખોરાક દાંતમાં ભરાઈ રહે છે. આ ખોરાક બેક્ટેરિયા માટે ઉર્જાનું કામ કરે છે, જે એસિડ બનાવે છે અને દાંતમાં પોલાણ (Cavity) કરે છે.
દાંતની વધતી સમસ્યાને લઈને ડેન્ટીસ્ટે આપી ચેતવણી
દંત ચિકિત્સકોના મતે, ભારતમાં ફ્કત વૃદ્ધો જ નહીં આજકાલ નાના બાળકો પણ દાંતની સમસ્યાથી પરેશાન છે. દાંત સ્વસ્થ રાખવા લોકો દિવસમાં બે વખત બ્રશ કરતા હોય છે. પરંતુ કયારેક તેઓ વધુ પડતા સ્વચ્છ કરવા વધુ ભાર આપે છે. રોજિંદી એવી આદતો જેના કારણે દાંતને નુકસાન થાય છે. આ આદતોને લોકો દાંત સ્વસ્થ રાખવા માટે યોગ્ય માને છે. પરંતુ આ આદતો ધીમે ધીમે દાંતના રક્ષણાત્મક સ્તરને નબળી પાડે છે.
આ પણ વાંચો : Skin Tips: મોંઘી ક્રીમ પણ ફેલ કરે તેવો ટમેટાંનો જાદુ, આજે જ કરો આ ફેસપેક ટ્રાય!
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

