Tej Pratap Yadav News: ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાતા તેજ પ્રતાપ યાદવે સ્મિત સાથે આપ્યો જવાબ, ચર્ચાઓ થઇ શરુ

Last Updated: January 13, 2026By

મકરસંક્રાંતિના અવસર પર બિહારના રાજકારણમાં સૂચક બેઠક જોવા મળી હતી. તેજ પ્રતાપે બિહારના DyCM વિજય કુમાર સિંહાના નિવાસસ્થાને હાજરી આપી હતી.

મકરસંક્રાંતિ પરંપરાનો ભાગઃ તેજ પ્રતાપ યાદવ

દહીં-ચૂડા મિજબાનીમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા, તેજ પ્રતાપ યાદવે કહ્યું કે, મકરસંક્રાંતિ મિજબાનીનું પોતાનું મહત્વ છે અને આ દિવસે કંઈક નવું થવાનું છે. તેમણે કહ્યું હતુ કે, હું મારી ફરજ નિભાવવા આવ્યો છું. મકરસંક્રાંતિનો તહેવાર પરંપરાનો ભાગ છે અને હું ફરતો રહું છું. તેજ પ્રતાપ યાદવે ભાજપમાં જોડાવાની અટકળોનો સીધો ઇનકાર કર્યો ન હતો. પરંતુ તેના બદલે, તેમણે સ્મિત સાથે પ્રશ્ન ટાળ્યો હતો.

રાજકીય મતભેદો પાર કરવાનો પ્રયાસઃ તેજ પ્રતાપ યાદવ

તેજ પ્રતાપ યાદવે એ પણ સ્પષ્ટતા કરી કે તેઓ પોતે મકરસંક્રાંતિના પ્રસંગે ચૂડા-દહીનો તહેવારનું આયોજન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેઓ આજે તેમના નાના ભાઈ તેજસ્વી યાદવને આ તહેવારમાં વ્યક્તિગત રીતે આમંત્રણ આપશે. તેજ પ્રતાપે કહ્યું હતુ કે, બધા મારા મકરસંક્રાંતિના તહેવારમાં આવશે. તેમના નિવેદનથી એ પણ સંકેત મળ્યો કે તેઓ રાજકીય મતભેદોને પાર કરીને બધાને એકસાથે લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

‘એક બિહારી બધાથી શ્રેષ્ઠ છે’: તેજ પ્રતાપ યાદવ

નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ તેજ પ્રતાપ યાદવની તહેવારમાં ભાગ લેવા અંગે કહ્યું હતુ કે, આવા કાર્યક્રમો પરસ્પર સંવાદિતાને પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું કે, જો આપણે સાથે આવીશું, તો આપણે બિહારને આગળ લઈ જઈશું. આપણે ‘એક બિહારી બધાથી શ્રેષ્ઠ છે’ ની ભાવના જાગૃત કરવી જોઈએ. વિજય સિંહાના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ વધુ ગરમ થઈ ગઈ છે. મકરસંક્રાંતિ નિમિત્તે યોજાયેલી આ બેઠક આગામી દિવસોમાં બિહારના રાજકારણમાં કયા નવા વળાંક લાવશે તેના પર બધાની નજર છે.

આ પણ વાંચોઃ  કેનેડાના બ્રૈમ્પટનમાં ફાયરિંગ, Lawrence Bishnoi ગેંગે લીધી હુમલાની જવાબદારી