Tej Pratap Yadav News: RJDમાંથી સસ્પેન્ડ કર્યા બાદ પ્રથમ વખત લાલુ યાદવ અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે મુલાકાત, જાણો શું થઇ વાતચીત?

Last Updated: January 9, 2026By

દિલ્હીમાં બહેન મીસા ભારતીના નિવાસસ્થાને તેજ પ્રતાપ યાદવ અને લાલુ યાદવની વિવાદ બાદ પ્રથમ મુલાકાત થઇ હતી.

પિતા-પુત્ર વચ્ચે મુલાકાત

આરજેડી અને પરિવારમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેજ પ્રતાપ યાદવે પોતાની નવી પાર્ટી બનાવી અને ચૂંટણી લડ્યા હતા. આ દરમિયાન હવે દિલ્હીમાં બહેન મીસા ભારતીના ઘરે પિતા લાલુ પ્રસાદ યાદવ સાથે પુત્ર તેજ પ્રતાપે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સૌ કોઇ જાણવા ઇચ્છે કે, બન્ને વચ્ચે શું વાતચીત થઇ હતી. ‘લેન્ડ ફોર જોબ’ મામલે દિલ્હી સ્થિત રાઉઝ એવેન્યૂ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અને આ દરમિયાન પરિવારના તમામ સભ્યો કોર્ટ પહોંચ્યા હતા.

બહેનના ઘરે થઇ મુલાકાત

દિલ્હી સ્થિત રાઉઝ એવેન્યૂ કોર્ટમાં તેજ પ્રતાપ અને લાલુ યાદવ વચ્ચે મુલાકાત થઇ હતી. પરંતુ બન્નેમાંથી કોઇએ પણ વાતચીત કરી ન હતી. કોર્ટમાં ઉપસ્થિત રહ્યા બાદ દિલ્હી સ્થિત મીસા ભારતીના આવાસ પર તેજ પ્રતાપ પહોંચ્યા હતા. અને પિતા સાથે મુલાકાત કરી હતી. બાદમાં મીડિયા સાથે રૂબરુ થતા તેજ પ્રતાપે કહ્યુ હતુ કે, હું મારા પિતાને મળ્યો. મેં તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરી. તેઓ હાલમાં સારા નથી. મેં તેમને દહીં-ચુર્મા માટે આમંત્રણ આપ્યું છે.

શું હતો મામલો ?

એ નોંધવું જોઈએ કે અનુષ્કા યાદવની ઘટના પછી, લાલુ યાદવે તેમના મોટા પુત્ર તેજ પ્રતાપને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા અને તેમને પરિવારમાંથી પણ હાંકી કાઢ્યા હતા. ત્યારબાદ તેજ પ્રતાપે પોતાની પાર્ટી, જનશક્તિ જનતા દળની રચના કરી. તેમણે મહુઆથી 2025ની વિધાનસભા ચૂંટણી લડી હતી પરંતુ હારી ગયા હતા. તેઓ હવે મકરસંક્રાંતિ પર દહીં-ચુર્મા મિજબાનીનું આયોજન કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે ઘણા NDA નેતાઓને આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચોઃ Ankita Bhandari Case: સમગ્ર પ્રકરણની તપાસ સીબીઆઇને સોંપાશે, એસઆઇટીનું પણ કરાયુ ગઠન, જાણો શું કહ્યુ સીએમ ધામીએ?