Tej Pratap Yadav Paper Leak Bhojpuri Bawal Show; RJD Leader Slams Bihar Education Corruption Empty Library
- Gujarati News
- Entertainment
- Tej Pratap Yadav Paper Leak Bhojpuri Bawal Show; RJD Leader Slams Bihar Education Corruption Empty Library
4 કલાક પેહલા
- કૉપી લિંક
રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના નેતા અને લાલુ પ્રસાદ યાદવના દીકરા તેજ પ્રતાપ યાદવ રિયાલિટી શો ‘ભોજપુરી બવાલ’ માં ભાગ લઈ રહ્યા છે. શોના સેટ પરથી તેમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ યુનિવર્સિટીમાં પેપર લીક અને ભ્રષ્ટાચારના મુદ્દા પર બોલતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેજ પ્રતાપ એક યુનિવર્સિટીના ક્લાસરૂમ અને લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓ વચ્ચે હાજર છે.
તેઓ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીની ખરાબ હાલત અને સુવિધાઓના અભાવ અંગે વાતચીત કરી રહ્યા છે. આ દરમિયાન તેજ પ્રતાપે કહ્યું કે, ‘પરીક્ષા થતા જ પેપર લીક થઈ જાય છે અને કરોડોનું ફંડ ગાયબ થઈ જાય છે.’


પુસ્તકો વગરની લાઇબ્રેરી જોઈને આશ્ચર્યચકિત થયા વીડિયોમાં તેજ પ્રતાપ યાદવ ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓ પાસે જઈને તેમને અભ્યાસ અને યુનિવર્સિટીના વાતાવરણ વિશે પૂછે છે. તેજ પ્રતાપ ત્યાં હાજર ખાલી રેક્સ જોઈને કહે છે કે, પુસ્તકો વગરની લાઇબ્રેરી તેઓ પહેલીવાર જોઈ રહ્યા છે. આ પછી તેઓ યુનિવર્સિટીના ફંડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર સવાલ ઉઠાવતા પૂછે છે કે, ‘સરકાર તરફથી આવતું કરોડોનું ફંડ આખરે ક્યાં જાય છે?’

પેપર લીક પર ચિંતા વ્યક્ત કરી તેજ પ્રતાપે આગળ કહ્યું કે, ‘જ્યારે પણ યુનિવર્સિટી કે કોઈ પરીક્ષાનું આયોજન થાય છે, ત્યારે પેપર લીક થઈ જાય છે.’ તેમણે યુનિવર્સિટીની જર્જરિત ઇમારતો અને સુવિધાઓના અભાવ પર ચિંતા વ્યક્ત કરી. વાતચીત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓને પૂછ્યું કે, ‘શું આવા ભ્રષ્ટાચારીઓને ભગાડવા જોઈએ કે નહીં?’ જેના પર ક્લાસમાં હાજર તમામ વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કરીને અને તાળીઓ પાડીને તેમનું સમર્થન કર્યું.
શું છે ‘ભોજપુરી બવાલ’ શો, જ્યાં પહોંચ્યા તેજ પ્રતાપ યાદવ આ આખી ઘટના એક નવા શો ‘ભોજપુરી બવાલ’નો ભાગ છે, જે જિયોહોટસ્ટાર અને કલર્સ ટીવી પર પ્રસારિત થઈ રહ્યો છે. આ શોમાં ભોજપુરી ક્ષેત્રની મુખ્ય હસ્તીઓ, રાજનેતાઓ અને કલાકારો સાથે જોડાયેલી અનફિલ્ટર્ડ વાતચીત દર્શાવવામાં આવે છે. શોના આ જ એપિસોડમાં તેજ પ્રતાપ યાદવ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચીને શિક્ષણ વ્યવસ્થા અને યુવાનોના મુદ્દાઓ પર વાત કરતા જોવા મળ્યા છે.

પવન સિંહ, નિરહુઆ અને તેજ પ્રતાપ યાદવ એક સાથે જોવા મળશે
આ શોમાં ભોજપુરીના પાવર સ્ટાર પવન સિંહ, દિનેશ લાલ યાદવ (નિરહુઆ), આમ્રપાલી દુબે, કાજલ રાઘવાની અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ યાદવના મોટા દીકરા તેજ પ્રતાપ યાદવ એકસાથે જોવા મળવાના છે. શોનું પ્રસારણ 2 ઓગસ્ટના રોજ જિયો હોટસ્ટાર પર શરૂ થઈ ચૂક્યું છે. આ શોની મેજબાની મનીષા રાણી અને કૃષ્ણા અભિષેક કરી રહ્યા છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


