The purple-green tennis center in Saudi Arabia will have 30 courts, a capacity of 33,000 spectators, and a retractable roof.

Last Updated: July 25, 2026By

  • Gujarati News
  • Sports
  • The Purple green Tennis Center In Saudi Arabia Will Have 30 Courts, A Capacity Of 33,000 Spectators, And A Retractable Roof.

રિયાધ5 કલાક પેહલા

  • કૉપી લિંક

આ ટેનિસ સેન્ટર કિદ્દિયા સિટીનો હિસ્સો હશે, જે રિયાધથી લગભગ 50 કિલોમીટર દૂર બની રહેલું નવું સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ અને કલ્ચરલ સિટી છે. – પ્રતીકાત્મક ફોટો

એક સમયે ટેનિસની સૌથી મોટી ઓળખ લંડનનું વિમ્બલડન હતું. તેની લીલી-જાંબલી રંગત, ઘાસથી ઢંકાયેલું સેન્ટર કોર્ટ અને શાહી અંદાજ દુનિયાભરના ખેલાડીઓ અને ચાહકોને આકર્ષે છે. હવે તે જ ઓળખની ઝલક લગભગ 5,000 કિલોમીટર દૂર સાઉદી અરેબિયાના રણમાં જોવા મળવાની છે.

સાઉદી અરેબિયાનું નવું નેશનલ ટેનિસ સેન્ટર પહેલી નજરમાં વિમ્બલ્ડનની યાદ અપાવી શકે છે. સેન્ટર કોર્ટનો બહારનો ભાગ ઘાસ જેવો બનાવવામાં આવશે, રંગ પણ તે જ લીલો અને જાંબલી હશે અને તેની ડિઝાઇન પણ મોટાભાગે ઓલ ઇંગ્લેન્ડ ક્લબથી પ્રેરિત છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રોજેક્ટને ડિઝાઇન કરનાર આર્કિટેક્ચર કંપની પોપ્યુલસ તે જ છે, જેણે વિમ્બલ્ડનના સેન્ટર કોર્ટની પ્રખ્યાત રિટ્રેક્ટેબલ રૂફ તૈયાર કરી હતી. રિટ્રેક્ટેબલ રૂફ એવી છત હોય છે જેને જરૂર પડ્યે ખોલી અને બંધ કરી શકાય છે. જોકે, અહીં એક મોટો ફરક પણ હશે. બહારથી આ કોર્ટ ભલે ઘાસવાળો દેખાય, પરંતુ અંદર ખેલાડીઓ ઘાસ પર નહીં, પરંતુ હાર્ડ કોર્ટ પર રમશે. કોર્ટની સપાટી પણ જાંબલી અને લીલા રંગની હશે. સેન્ટર કોર્ટમાં 15 હજાર દર્શકોના બેસવાની ક્ષમતા હશે અને તેના પર રિટ્રેક્ટેબલ છત લગાવાશે, જેથી 45થી 50 ડિગ્રી સુધી પહોંચતી ગરમીમાં પણ મેચ આરામથી કરાવી શકાય. આ ઉપરાંત 8 હજાર ક્ષમતાવાળો એક વધુ કોર્ટ પણ છતથી ઢંકાયેલો હશે. સમગ્ર પરિસરમાં કુલ 30 ટેનિસ કોર્ટ હશે. જેમાં 28 હાર્ડ કોર્ટ, 2 ક્લે કોર્ટ સામેલ છે. બધા કોર્ટ મળીને 33 હજાર દર્શકોના બેસવાની વ્યવસ્થા હશે.

સાઉદી માટે આ માત્ર એક સ્ટેડિયમ નથી, પરંતુ વિઝન 2030નો એક ભાગ છે. લક્ષ્ય છે કે તેલ પર નિર્ભર અર્થતંત્રને રમતગમત, પર્યટન અને મનોરંજનથી નવી ઓળખ આપે. આ જ રણનીતિ હેઠળ સાઉદી પહેલાથી જ ઘણી ટુર્નામેન્ટોનો પ્રાયોજક બની ચૂક્યું છે. 2028થી ATP માસ્ટર્સ-1000 ટુર્નામેન્ટની યજમાની પણ કરશે. સિક્સ કિંગ્સ સ્લેમ જેવી પ્રદર્શન સ્પર્ધામાં અલ્કારેઝ, જોકોવિચ અને જેનિક સિનર જેવા સ્ટાર્સ રમી ચૂક્યા છે.

34 લાખ કરોડના ખર્ચે બની રહેલા શહેરનો ભાગ હશે ટેનિસ સેન્ટર

આ ટેનિસ સેન્ટર કિદ્દિયા સિટીનો ભાગ હશે, જે રિયાધથી લગભગ 50 કિલોમીટર દૂર બની રહેલું નવું સ્પોર્ટ્સ, એન્ટરટેઇનમેન્ટ અને કલ્ચર સિટી છે. આ આખા શહેર પર લગભગ 34 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યા છે. આ શહેર કદમાં પેરિસથી લગભગ ત્રણ ગણું મોટું હશે. આ જ શહેરમાં પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સ્ટેડિયમ, 18 હોલનો ગોલ્ફ કોર્સ, થીમ પાર્ક વગેરે બનાવવામાં આવી રહ્યા છે.