Tilak Varma Undergoes Surgery; Ruled Out of India vs NZ T20 Series | તિલક વર્મા ન્યૂઝીલેન્ડ સિરીઝમાંથી બહાર: ટેસ્ટિક્યુલર ટોર્સનની સર્જરી થઈ, T20 વર્લ્ડકપની ટીમમાં પણ સામેલ છે; ભારતને મોટો ઝટકો?
સ્પોર્ટ્સ ડેસ્ક4 દિવસ પેહલા
- કૉપી લિંક
એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતને ચેમ્પિયન બનાવનાર તિલક વર્માની સર્જરી થઈ છે. PTIના રિપોર્ટ અનુસાર, તિલક ન્યૂઝીલેન્ડ સામે રમાનારી પાંચ મેચની ટી-20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે, જે 21 જાન્યુઆરીથી શરૂ થશે. જોકે, આ મામલે BCCIએ હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
એશિયા કપ ફાઇનલમાં તિલકે અણનમ 69 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેની ઈજાને ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. વર્લ્ડ કપની શરૂઆતની એક-બે મેચમાં પણ તેના રમવા પર શંકા છે.
ટેસ્ટિક્યુલર ટોર્સિયનની સમસ્યા 7 જાન્યુઆરીની સવારે રાજકોટમાં નાસ્તો કર્યા પછી તિલકને શરીરના નીચેના ભાગમાં અચાનક તીવ્ર દુખાવો થયો. ત્યારબાદ તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તપાસ પછી તેની સર્જરી કરવામાં આવી.
તે સમયે તિલક વિજય હઝારે ટ્રોફી માટે હૈદરાબાદ ટીમ સાથે રાજકોટમાં હતો. BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું કે દુખાવા પછી તેને તરત જ ગોકુલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
તપાસ અને સ્કેનમાં જાણવા મળ્યું કે તિલકને ટેસ્ટિક્યુલર ટોર્સિયનની સમસ્યા હતી, જેમાં અચાનક ખૂબ જ તીવ્ર દુખાવો થાય છે. ડોક્ટરોએ વિલંબ કર્યા વિના સર્જરીની સલાહ આપી.
તિલકની સર્જરી સફળ રહી અમે અમારા નિષ્ણાત ડોક્ટરોની સલાહ લીધી અને તે પણ સર્જરીના નિર્ણય સાથે સહમત હતો. તિલકની સર્જરી સફળ રહી છે અને હવે તેની હાલત ઠીક છે.
તેણે આગળ જણાવ્યું કે મેડિકલ પેનલ સાથે ચર્ચા કર્યા પછી, તિલકની રિકવરી અને મેદાન પર પાછા ફરવાના સંભવિત સમય વિશે જેવી કોઈ માહિતી મળશે, તે શેર કરવામાં આવશે.

તિલક ન્યૂઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ભારતીય ટીમનો ભાગ છે.
આ જ ટીમ T20 વર્લ્ડ કપમાં પણ રમશે ન્યૂઝીલેન્ડ સામે પસંદ કરાયેલી ભારતીય ટીમને જ T20 વર્લ્ડ કપ માટે પણ પસંદ કરવામાં આવી છે. T20 વર્લ્ડ કપની શરૂઆત 7 ફેબ્રુઆરીએ કોલંબોમાં થશે, જ્યાં પ્રથમ મેચ પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાશે. આ જ દિવસે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ USA સામે વાનખેડે સ્ટેડિયમમાં રમશે.
ટુર્નામેન્ટની ફાઇનલ 8 માર્ચ 2026ના રોજ રમાશે, જ્યારે ફાઇનલનું સ્થળ પછીથી જાહેર કરવામાં આવશે.
ન્યૂઝીલેન્ડ ટી-20 સિરીઝ અને ટી-20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ (વાઇસ-કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, રિન્કુ સિંહ, વોશિંગ્ટન સુંદર.
ટી-20 વર્લ્ડ કપમાં ભારતના મેચોનું શેડ્યૂલ ભારત પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત 7 ફેબ્રુઆરીએ મુંબઈમાં USA સામે કરશે. ત્યારબાદ 12 ફેબ્રુઆરીએ દિલ્હીમાં નામિબિયા સામે, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં પાકિસ્તાન સામે અને 18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ સામે મેચ રમાશે.

latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

