Tom Holland & Zendaya Earn 171 Crore for The Odyssey
2 કલાક પેહલા
- કૉપી લિંક
મનોરંજન જગતમાં જ્યારે સ્ટાર પાવર અને મહાન ડાયરેક્શન ભેગા થાય, ત્યારે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચાતો હોય છે. ક્રિસ્ટોફર નોલાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધ ઓડિસી’ (The Odyssey) અત્યારે થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. પરંતુ આ ફિલ્મની સ્ટોરી કરતાં પણ વધુ ચર્ચા હોલિવૂડના રિયલ લાઈફ કપલ ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયાની અધધધ ફીની થઈ રહી છે! આ પાવર કપલે એક જ ફિલ્મથી કુલ ₹171 કરોડની કમાણી કરી લીધી છે, જેમાં ઝેન્ડાયાના માત્ર 5 મિનિટના રોલે આખા સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી દીધી છે.
મિનિટના ₹15 કરોડ!
ઝેન્ડાયાની સ્ટાર પાવરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ ફિલ્મમાં તેનો સ્ક્રીન ટાઈમ માત્ર 5થી 6 મિનિટનો જ છે. આટલી નાની ભૂમિકા (એથેનાનો રોલ) માટે તેને આશરે ₹75 કરોડની જંગી ફી મળી છે. એટલે કે ઝેન્ડાયાએ સ્ક્રીન પરના દર એક મિનિટના ₹15 કરોડ વસૂલ્યા છે. બીજી તરફ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ‘સ્પાઈડરમેન’ ફેમ તેના પતિ ટોમ હોલેન્ડને ‘ટેલીમાકસ’ના રોલ માટે આશરે ₹96 કરોડ ચૂકવવામાં આવ્યા છે.

પાવર કપલ ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા
₹6,100 કરોડની વર્લ્ડવાઈડ કમાણી
17 જુલાઈએ રિલીઝ થયેલી હોમરના પ્રખ્યાત મહાકાવ્ય પર આધારિત આ ફિલ્મે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે: ₹2,400 કરોડ– નોલાનની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ. રિલીઝના થોડા જ દિવસોમાં ફિલ્મે વિશ્વભરમાં ₹6,100 કરોડથી વધુની છપ્પરફાડ કમાણી કરી લીધો છે. આ ફિલ્મમાં મેટ ડેમન, અલ્ટ્રા-ગ્લેમરસ ઝેન્ડાયા, ટોમ હોલેન્ડ, એની હેથવે અને રોબર્ટ પેટિન્સન જેવા દિગ્ગજો સામેલ છે.

‘ધ ઓડિસી’ નું પોસ્ટર
મુંબઈમાં યોજાયું હતું પ્રિમિયર, જુઓ તસવીરો:-
ફિલ્મ ‘ધ ઓડિસી’ના મુંબઈમાં યોજાયેલા પ્રીમિયરમાં ફિલ્મની કાસ્ટ અને મેકર્સની સાથે-સાથે ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા હતા.

ટોમ હોલેન્ડ, ક્રિસ્ટોફર નોલન અને મેટ ડેમને સાથે પોઝ આપ્યો. ત્રણેય ફોર્મલ લુકમાં જોવા મળ્યા.

ગુજરાતી કલાકાર મલ્હાર-પૂજાની જોડી પણ પ્રિમીયરમાં ચમકી

યુટ્યુબર આશિષ ચંચલાણી પણ ‘ધ ઓડિસી’ના પ્રીમિયરમાં પહોંચ્યા. તે ગ્રે સૂટમાં જોવા મળ્યા.

સિંગર અરમાન મલિક પત્ની આશના શ્રોફ સાથે પ્રીમિયરમાં પહોંચ્યા.

એક્ટર બોમન ઈરાની બ્લુ બ્લેઝર અને બ્લેક શર્ટમાં પ્રીમિયરમાં જોવા મળ્યા.

એક્ટ્રેસ અને મોડલ સાક્ષી મલિક વ્હાઈટ ગાઉનમાં પ્રીમિયરમાં પહોંચી.

એક્ટર પ્રતીક બબ્બર પત્ની પ્રિયા બેનર્જી સાથે પ્રીમિયરમાં પહોંચ્યા.
‘સ્પાઈડર-મેન’ પણ તૈયાર!
‘ધ ઓડિસી’થી બોક્સ ઓફિસ ધ્રુજાવ્યા બાદ આ જ અઠવાડિયે 31 જુલાઈએ આ સુપરહિટ જોડીની મચ-અવેટેડ ફિલ્મ ‘સ્પાઈડર-મેન: બ્રાન્ડ ન્યૂ ડે’ પણ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં ટોમ હોલેન્ડ સ્પાઈડરમેનના રોલમાં અને ઝેન્ડાયા તેની પ્રેમિકા ‘MJ’ ના રોલમાં જોવા મળશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


