Trailer Of The Film Based On Sarojini Naidu Released | સરોજિની નાયડુની બાયોપિકનું ટ્રેલર રિલીઝ: ઇન્દિરા તિવારીની દમદાર એક્ટિંગ, ફિલ્મના રાઇટર બોલ્યા- રાજકીય નહીં પણ તેમના જીવન પર આધારિત સ્ટોરી

Last Updated: January 9, 2026By

19 કલાક પેહલા

  • કૉપી લિંક

મહાન કવયિત્રી અને સ્વતંત્રતા સંગ્રામ સેનાની સરોજિની પર બનેલી પહેલી હિન્દી ફિલ્મ ‘સરોજિની’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

‘સરોજિની’નું ટ્રેલર મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં રિલીઝ કરવામાં આવ્યું હતું જેમાં ફિલ્મની આખી કાસ્ટ અને ક્રૂ હાજર હતી. ફિલ્મને વિનય ચંદ્રાએ ડિરેક્ટ કરી છે અને તેણે તેનું સંગીત પણ આપ્યું છે.

ફિલ્મનો સ્ક્રિનપ્લે અને ડાયલોગ્સ ધીરજ મિશ્રાએ લખ્યા છે. કલાકારોની વાત કરીએ તો મુખ્ય કલાકારોમાં ઇન્દ્રા તિવારી, સોનલ, હિતેન તેજવાણી, ઝરીના વહાબનો સમાવેશ થાય છે.

એક્ટ્રેસ ઇન્દિરા તિવારી સાથે ફિલ્મના લેખક ધીરજ મિશ્રા.

એક્ટ્રેસ ઇન્દિરા તિવારી સાથે ફિલ્મના લેખક ધીરજ મિશ્રા.

ફિલ્મના લેખક ધીરજ મિશ્રા બોલિવૂડમાં સતત સક્રિય છે. તેણે ઘણી દેશભક્તિ અને બાયોપિક ફિલ્મો લખી છે. ફિલ્મના લેખક ધીરજ મુજબ, ‘ફિલ્મમાં સરોજિની નાયડુના જીવનને ખૂબ જ સરળતાથી દર્શાવવામાં આવ્યું છે.

ફિલ્મ રાજકીય ન હોઈને એક પિતા-પુત્રીના સંબંધ, એક મહાન કવયિત્રી જેમને સ્વર કોકિલા પણ કહેવામાં આવ્યા તેમના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ ઉપરાંત સરોજિનીના સ્વતંત્રતા સંગ્રામ પર આધારિત છે.’

ટ્રેલર લોન્ચ પર સરોજિનીની ટીમ.

ટ્રેલર લોન્ચ પર સરોજિનીની ટીમ.

ફિલ્મના નિર્માતાઓની વાત કરીએ તો ચરણ સ્વર્ણા, વિજય ચૌધરી, હેમંત ગૌડા છે અને બેનર વિશિકા ફિલ્મનું છે. ધીરજ આ પહેલા જય જવાન જય કિસાન અને ચાપેકર બ્રધર્સ જેવી ફિલ્મો લખી ચૂક્યા છે. ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે અને તેને દેશભરમાં રિલીઝ કરવામાં આવશે.