Trump Rejects Iran Proposal; Hormuz Strait Negotiation & War Stance

Last Updated: September 27, 2026By

ન્યૂયોર્ક22 કલાક પેહલા

  • કૉપી લિંક

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા અને હોર્મુઝ જળમાર્ગ ખોલવાનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. ટ્રમ્પે શનિવારે કહ્યું કે ઈરાન મુશ્કેલીમાં છે, તેથી તે તરત જ હોર્મુઝ ખોલવા માગે છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસની બહાર પત્રકારોને કહ્યું કે ઈરાન સમજૂતી કરવા માગે છે, કારણ કે તે ખરાબ રીતે હારી રહ્યું છે અને તેની પાસે પૈસા આવી રહ્યા નથી. તેમણે કહ્યું કે ઈરાનની કમાણી હોર્મુઝ મારફતે થતા વેપાર પર નિર્ભર છે.

તેમણે દાવો કર્યો કે અમેરિકાએ આ દરિયાઈ માર્ગ પર સૈન્ય ઇતિહાસની સૌથી મોટી નાકાબંધી કરી છે, જે લોખંડની દીવાલ જેવી છે. બીજી તરફ, ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ રવિવારે કહ્યું કે યુદ્ધનો ઉકેલ માત્ર વાતચીતથી જ મળી શકે છે.

ઈરાને 7 દિવસમાં હોર્મુઝ ખોલવાની યોજના આપી હતી

ઈરાને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી મારફતે કતારના માધ્યમથી અમેરિકાને 7 દિવસનો રોડમેપ મોકલ્યો હતો. તેમાં યુદ્ધ રોકવા અને શરતો પૂરી થવા પર હોર્મુઝ ખોલવાની વાત કહેવામાં આવી હતી.

આ પ્રસ્તાવ હેઠળ પહેલા યુદ્ધ રોકવાની અને ઈરાની તેલના વેચાણ પર લાગેલા પ્રતિબંધોમાં રાહત આપવાની માગ કરવામાં આવી હતી. ત્યારબાદ સાતમા દિવસે હોર્મુઝને ફરીથી ખોલવાની અને પછી ઈરાનના પરમાણુ કાર્યક્રમ સહિત અન્ય મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવાની યોજના હતી.

ઈરાને અમેરિકાને તેના બંદરો પર લગાવવામાં આવેલી નૌકાદળની નાકાબંધી દૂર કરવાની અને વિદેશોમાં સ્થગિત કરવામાં આવેલી આશરે 12 અબજ ડોલરની સંપત્તિ જારી કરવાની માગ પણ કરી હતી. પ્રસ્તાવમાં લેબનોન અને યમન સહિત સમગ્ર ક્ષેત્રમાં સંઘર્ષવિરામની વાત સામેલ હતી.

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાનએ કહ્યું છે કે હવે સંઘર્ષ સમાપ્ત કરવો કે નહીં તે અમેરિકાપર નિર્ભર છે. બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પઝશકિયાનએ કહ્યું હતું કે ઈરાન અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહીં.

પેઝેશ્કિયાન 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની તસવીર પણ બતાવી.

પેઝેશ્કિયાન 23 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે પૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની તસવીર પણ બતાવી.

રિપોર્ટ- ટ્રમ્પ ચૂંટણી બાદ ફરી બોમ્બમારો શરૂ કરી શકે છે

વૉલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ ટ્રમ્પ અમેરિકાની મધ્યાવધિ ચૂંટણી બાદ ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરી શકે છે. અહેવાલમાં અમેરિકન અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પે પોતાના સહયોગીઓ સાથે ઈરાન પર ફરીથી બોમ્બમારો શરૂ કરવાની સંભાવના અંગે ચર્ચા કરી છે.

અલ જઝીરાના પત્રકાર માઇક હાનાએ પણ કહ્યું કે ઈરાન સાથેની વાતચીતને લઈને ટ્રમ્પ વહીવટીતંત્રના નિવેદનોમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યારેક ટ્રમ્પ વાતચીત સારી રીતે ચાલી રહી હોવાની વાત કરે છે, તો ક્યારેક ઈરાનને તબાહ કરવાની ધમકી આપે છે.

હાનાના જણાવ્યા મુજબ, ટ્રમ્પ હાલમાં આ મડાગાંઠ ચાલુ રાખવા માટે તૈયાર દેખાઈ રહ્યા છે. બીજી તરફ, અમેરિકામાં પણ ચિંતા છે કે ઈરાન સાથેનો સંઘર્ષ વધુ એક લાંબા સમય સુધી ચાલનારા યુદ્ધમાં બદલાઈ શકે છે.

અમેરિકાએ ઈરાનના 5 તેલ ટેન્કરો પર હુમલો કર્યો હતો

અમેરિકી સેનાએ 8 સપ્ટેમ્બરે ઈરાન સાથે જોડાયેલા 5 તેલ ટેન્કરો પર હુમલો કર્યો હતો. તેના કેટલાક કલાકો બાદ ઈરાને જોર્ડનમાં આવેલા અમેરિકી સૈન્ય મથક તરફ 20 બેલિસ્ટિક મિસાઈલો છોડી હતી. જોર્ડનની સેનાના જણાવ્યા અનુસાર, તેની એર ડિફેન્સ સિસ્ટમે તેમાંથી 18 મિસાઈલોને તોડી પાડી હતી, જ્યારે 2 વસ્તીથી દૂર આવેલા વિસ્તારોમાં પડી હતી.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ કહ્યું હતું કે ઈરાને અમેરિકી નૌકાદળના એક યુદ્ધજહાજને બે વખત બેલિસ્ટિક મિસાઈલોથી નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. તેના જવાબમાં ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા તેલ ટેન્કરો પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પછી ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં 10 જહાજો પર હુમલો કરવાની વાત કરી હતી. તેમાં 2 અમેરિકી જહાજો અને 8 તેલ ટેન્કરો સામેલ હતા. આ દરમિયાન ઈરાને એક અમેરિકી સબમરીન ડ્રોન પણ પકડી લીધું હતું.

28 ફેબ્રુઆરીથી ચાલી રહ્યું છે અમેરિકા-ઈરાનનું યુદ્ધ

અમેરિકા અને ઇઝરાયલે 28 ફેબ્રુઆરીએ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી શરૂ કરી હતી. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ અને તે ખાડી દેશોમાં હુમલા કર્યા, જ્યાં અમેરિકાના સૈન્ય મથકો આવેલા છે.

અમેરિકાનું કહેવું છે કે તેનો ઉદ્દેશ ઈરાનની પરમાણુ ક્ષમતાને નબળી પાડવાનો છે. બીજી તરફ, ઈરાન સતત કહે છે કે તેનો પરમાણુ કાર્યક્રમ શાંતિપૂર્ણ હેતુઓ માટે છે અને તેને પરમાણુ ટેક્નોલોજીના ઉપયોગનો અધિકાર છે.

Leave A Comment