Tunisha Sharma Suicide part 1 Update; Actress Dies TV Show Set Sheezan Khan Deleted Chats Secret Girlfriend Revealed Photos VIDEOS
- Gujarati News
- Entertainment
- Tunisha Sharma Suicide Part 1 Update; Actress Dies TV Show Set Sheezan Khan Deleted Chats Secret Girlfriend Revealed Photos VIDEOS
1 કલાક પેહલાલેખક: ઇફત કુરેશી/વર્ષા રાય
- કૉપી લિંક
‘બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સ’ના કેસ-5માં જાણીએ એક્ટ્રેસ તુનિષા શર્મા ડેથ કેસ વિશે. તુનિષાએ 2022માં પોતાના ટીવી શોના સેટ પર ફાંસી લગાવી લીધી હતી. મોત પહેલાં તેણે એક્ટર શીઝાન સાથે 15 મિનિટ વાત કરી હતી, જેની સાથે તેનું 15 દિવસ પહેલાં જ બ્રેકઅપ થયું હતું. તપાસમાં સામે આવ્યું કે, શીઝાને તેને લાફો માર્યો હતો અને તે ચીટિંગ કરતા પકડાયો હતો.

તુનિષાએ ‘અલીબાબાઃ દાસ્તાન એ કાબુલ’માં શહેઝાદી મરિયમની ભૂમિકા ભજવી હતી. ઉપરાંત તે ‘ઇશ્ક સુભાનઅલ્લાહ’, ‘ઇન્ટરનેટવાલા લવ’ સહિતની ટીવી સિરિયલોમાં જોવા મળી હતી.
24 ડિસેમ્બર 2022
મુંબઈના નયાગાંવના એક સ્ટુડિયોમાં ટીવી શો ‘અલીબાબા: દાસ્તાન એ કાબુલ’ પાર્ટ-1નું શૂટિંગ ચાલી રહ્યું હતું. શોની લીડ એક્ટ્રેસ તુનિષા શર્મા કોલ ટાઈમ મુજબ લગભગ 8 વાગ્યે સેટ પર પહોંચી હતી. ઘણા કલાકો સુધી શૂટિંગ કર્યા પછી બપોરે લગભગ 3 વાગ્યે લંચ બ્રેક થયો. આખી સ્ટારકાસ્ટ ત્યાં હાજર હતી. બધાએ લંચ કર્યું અને પછી બ્રેક લઈને પોતપોતાની વેનિટી વેનમાં ચાલ્યાં ગયાં.

24 ડિસેમ્બર 2022નો વીડિયો, જ્યાં તુનિષા મેકઅપ કરાવી રહી છે.
તુનિષા શોના ગેટઅપમાં હતી. કેટલાક લોકો સાથે વાત કર્યા પછી તે પણ મેકઅપ રૂમમાં ગઈ. થોડીવાર થઈ છતાં તે બહાર નીકળી જ નહીં. જ્યારે ટીમે દરવાજો ખખડાવ્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં.
15 દિવસ પહેલા જ બ્રેકઅપ થયું હતું
તુનિષા કેટલાક દિવસોથી ખૂબ પરેશાન હતી. 15 દિવસ પહેલા જ તેનું શોના લીડ એક્ટર શીઝાન ખાન સાથે બ્રેકઅપ થયું હતું. બંને ઘણા મહિનાઓથી રિલેશનશિપમાં હતાં, પરંતુ પછી અચાનક બંને અલગ થઈ ગયા. જોકે, આવું હોવા છતાં બંને પ્રોફેશનલ જવાબદારીઓને કારણે સેટ પર વાતચીત કરતા હતાં. સેટ પર હાજર લોકો પણ જોઈ રહ્યા હતાં કે તુનિષા બ્રેકઅપ પછી ખૂબ પરેશાન હતી. તે વારંવાર શીઝાન સાથે વાત કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ તે તેનાથી દૂર રહેતો હતો.

તુનિષા અને શીઝાન લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતાં.
એક અઠવાડિયા પહેલા જ તેને સેટ પર પેનિક એટેક આવ્યો હતો. આવી સ્થિતિમાં, તે દિવસે જ્યારે તુનિષાએ 10 મિનિટ સુધી દરવાજો ન ખોલ્યો, ત્યારે તેની સાથે કામ કરતા લોકોએ તરત જ તેની માતાને ફોન કરીને જાણ કરી, તે ફોન પર ગભરાઈ ગઈ. તુનિષાના પિતા નહોતા, તે તેની માતા સાથે મુંબઈમાં એકલી રહેતી હતી. પરિવારના નામે તેની માતાના માનેલા ભાઈ પવન કુમાર જ હતા, જેઓ તેમના ઘરની નજીક જ રહેતા હતા.
તુનિષાની માતાએ તરત જ તેમને ફોન કર્યો અને બંને પોતપોતાના રસ્તે સેટ માટે રવાના થયા. તેમના ઘરેથી સેટ દોઢ કલાક દૂર હતો.
રૂમનો દરવાજો તોડ્યો ને દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ
સેટ પર હલચલ મચી હતી, ઘણી વાર પછી પણ તુનિષાએ દરવાજો ખોલ્યો ન હતો. પવનને સેટ પરથી વારંવાર ફોન આવી રહ્યા હતા. બધાએ નક્કી કર્યું કે, દરવાજો તોડવામાં આવે. તે સમયે તુનિષાનો એક્સ બોયફ્રેન્ડ અને એક્ટર શીઝાન પણ ત્યાં હાજર હતો. તેણે અન્ય સાથીઓ સાથે મળીને દરવાજો તોડ્યો, તો દ્રશ્ય જોઈને દરેક જણ ગભરાઈ ગયા. તુનિષાનો મૃતદેહ એક દુપટ્ટાની મદદથી હેન્ડલ પર લટકતો હતો. તેણે ફાંસી લગાવી લીધી હતી અને આ વાતને 10-15 મિનિટ થઈ ગઈ હતી.
આશ્ચર્યની વાત એ રહી કે એક ધમાલભર્યા સેટ પર, જ્યાં સેંકડો લોકો હાજર હતા, એવી જગ્યાએ તુનિષાએ આ પગલું ભર્યું.
શીઝાન તુનિષાને ખોળામાં લઈને કાર તરફ દોડી પડ્યો. બધા કારથી હૉસ્પિટલ પહોંચ્યા. હૉસ્પિટલમાં પણ શીઝાન તુનિષાને ઉંચકીને ઊભો હતો. તુનિષાની માતા અને પવનને ડ્રાઈવરે ફોન કરીને જણાવ્યું કે, તેને હૉસ્પિટલમાં લાવવામાં આવી છે અને તે આંખો ખોલી રહી નથી.

હૉસ્પિટલના સીસીટીવી ફૂટેજ.
‘તુનિષાને તે દિવસે જે સ્થિતિમાં જોઈ, તેને ક્યારેય નહીં ભૂલી શકું’
હૉસ્પિટલ પહોંચતા જ તુનિષાને ડેડ ઓન અરાઇવલ જાહેર કરવામાં આવી. જ્યારે તેની માતા પહોંચી, ત્યારે તેઓ બેભાન થઈ ગયા. થોડી વાર પછી પવન પણ પહોંચી ગયો.
પવન તે દ્રશ્યને યાદ કરીને કહે છે, ‘તુનિષા જતી રહી હતી. મેં તેને ઉઠાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, તેની મમ્મીએ ઉઠાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે જવાબ ન આપ્યો. ત્યારે પોલીસ પણ આવી ગઈ. જો તે ક્ષણે તે છોકરો (શીઝાન) મારી સામે હોત, તો હું કંઈ પણ કરી દેત. તુનિષાના ગળામાં નિશાન હતા. તે એટલી વ્હાલી હતી, સુંદર હતી. જે સ્થિતિમાં અમે તે દિવસે તેને જોઈ, હું તે ક્યારેય ભૂલી શકતો નથી. ત્યાં સુધીમાં પોલીસ પણ આવી ગઈ હતી. હું મારા કાબૂ બહાર થઈ ગયો હતો. મને સમજાયું નહીં કે, આ કેવી રીતે થઈ શકે છે. મારો પોલીસવાળાઓ સાથે પણ ઝઘડો થઈ ગયો.’
શીઝાન સામે આત્મહત્યાના દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
તુનિષાના મોતના તરત જ બાદ પોલીસ પણ હૉસ્પિટલ પહોંચી ગઈ હતી. હૉસ્પિટલમાં જ તુનિષાની માતાનું નિવેદન લેવામાં આવ્યું. તેમણે શીઝાન ખાનને દીકરીના મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યો, જેના પછી શીઝાન વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા અને છેતરપિંડીના કેસમાં ફરિયાદ નોંધાઈ.
બીજા દિવસે એટલે કે 25 ડિસેમ્બરે પોલીસે શીઝાનની ધરપકડ કરી.

શીઝાન ખાનની ધરપકડ દરમિયાન લેવાયેલો વીડિયો.
તુનિષાના અંતિમ સંસ્કારમાં શીઝાનની બહેન ફલક રડી પડી

તુનિષા તેના બોયફ્રેન્ડ શીઝાનની બહેન ફલક નાઝની ખૂબ નજીક હતી.
શીઝાનની બહેન ફલક નાઝ તુનિષાની ખૂબ નજીક હતી. તે અવારનવાર ફલક માટે પોસ્ટ કરતી હતી, જેમાં તે તેને ‘આપી’ (મોટી બહેન) કહેતી હતી. ફલક તુનિષાના અંતિમ સંસ્કારમાં પહોંચી અને ખૂબ રડતી જોવા મળી.

તુનિષાના અંતિમ સંસ્કારમાં ફલક નાઝ ભાંગી પડી હતી.
તુનિષાનાં માતા પણ તેના અંતિમ સંસ્કાર સમયે બેભાન થઈ ગયાં હતાં

તુનિષાને લાલ જોડામાં અંતિમ વિદાય આપવામાં આવી હતી.
તુનિષાની માતાએ શીઝાન પર ગંભીર આરોપો લગાવ્યા
તુનિષા શર્માનાં માતા વનિતા શર્માએ પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું કે, શીઝાન સાથેના બ્રેકઅપની તુનિષા પર ખરાબ અસર પડી હતી. બ્રેકઅપ પછી 16 ડિસેમ્બર એટલે કે મૃત્યુના બરાબર 8 દિવસ પહેલા તુનિષાને પેનિક એટેક આવ્યો હતો. તેને કાંદિવલીની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ડોકટરોએ એક્ટ્રેસની માતાને કહ્યું કે, તેની માનસિક સ્થિતિ સારી નથી. ત્યારે એક દિવસની સારવાર પછી તેને રજા આપવામાં આવી હતી.
આ ઘટનાને યાદ કરીને તુનિષાના મામા પવન કુમાર કહે છે, ‘મૃત્યુના લગભગ એક અઠવાડિયા પહેલા તેને પેનિક એટેક આવ્યો હતો. અચાનક તેને હૉસ્પિટલ લઈ જવી પડી હતી. તે વારંવાર કહી રહી હતી, ‘શીઝાને મને છેતરી છે, દગો આપ્યો છે.’ તેને એક દિવસ હૉસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું હતું. તે પછી તેની મમ્મીએ શીઝાન સાથે વાત કરી હતી કે, જો બંને વચ્ચે કંઈ હોય તો પ્રેમથી ઉકેલો. પરંતુ તેણે સ્પષ્ટ કહી દીધું કે ‘મારી લાઇફમાં તેની કોઈ અગત્યતા નથી.’’

તુનિષા શીઝાનને ખૂબ પ્રેમ કરતી હતી.
તુનિષાની માતાએ પણ પોલીસ નિવેદનમાં જણાવ્યું કે પેનિક એટેક આવ્યા પછી દીકરીએ જીદ કરી કે તે શીઝાન સાથે વાત કરીને તેને પેચઅપ માટે મનાવે. વનીતા તુનિષાના મૃત્યુના બરાબર એક દિવસ પહેલા તેની સાથે ટીવી શોના સેટ પર ગઈ હતી. તેમણે શીઝાન સાથે વાત પણ કરી, પરંતુ વાત બની નહીં.
પવન કુમાર સિંહ કહે છે કે, તે છેલ્લા 2 મહિનાથી ખૂબ જ પરેશાન હતી. તેમણે કહ્યું- ‘છેલ્લા બે-ત્રણ મહિનામાં તેનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. તેણે જણાવ્યું હતું કે, તેણે શીઝાનના ફોનમાં બીજી છોકરી સાથેની ચેટ્સ જોઈ હતી. તેને શંકા હતી કે તેનું બે-ત્રણ વર્ષથી કોઈ બીજા સાથે અફેર છે. જ્યારે તેને પેનિક એટેક આવ્યો હતો, ત્યારે તેણે હૉસ્પિટલમાં મને કહ્યું હતું ‘પીકે, તેણે મારો ઉપયોગ કર્યો છે.’ તે ખૂબ રડી હતી.’
‘શીઝાને તુનિષાને લાફો માર્યો હતો’
તુનિષાના અંતિમ સંસ્કારના થોડા સમય પછી જ તેની માતા વનીતાએ દાવો કર્યો કે, ‘બ્રેકઅપના દિવસે શીઝાને તુનિષાને લાફો માર્યો હતો.’ તેમણે એ પણ કહ્યું કે, ‘શીઝાન મારી દીકરીને છેતરી રહ્યો હતો અને તેનો ઉપયોગ કરી રહ્યો હતો.’
પ્રેસ કોન્ફરન્સમાં વનીતા શર્માએ કહ્યું- ‘જ્યારે તેનો (શીઝાનનો) પહેલાથી જ કોઈ છોકરી સાથે સંબંધ હતો, તો તેણે તુનિષા સાથે સંબંધ કેમ બનાવ્યો.’
વનીતાએ એ પણ કહ્યું કે, ‘હું તુનિષાના મૃત્યુ પહેલા શીઝાનને પેચઅપ માટે મનાવવા ગઈ હતી પરંતુ તે માન્યો નહીં. શીઝાને મને કહ્યું હતું- ‘સોરી આંટી, હું કંઈ કરી શકતો નથી, તમારે જે કરવું હોય તે કરો.’’

તુનિષા તેની માતા સાથે મુંબઈમાં રહેતી હતી.
થોડીવાર પછી તે દીકરી સાથે ઘરે પાછી ફરી. તેમણે તુનિષાને પૂછ્યું કે, શું તું ઠીક છે, તેના પર તેણે કહ્યું- ‘હા મમ્મા.’
ઘટનાના થોડા સમય પહેલા તુનિષાએ માતાને ફોન કર્યો હતો. તે ખુશ લાગી રહી હતી. તેણે કોલ પર કહ્યું હતું- ‘મમ્મા હું બે દિવસની રજા લઈ રહી છું.’
આના પર માતાએ કહ્યું હતું, ‘તું જતી આવ.’ તુનિષાએ આ સાંભળીને કહ્યું- ‘હું બે દિવસ માટે જઈશ, થોડો બદલાવ આવશે.’
વનીતાએ કહ્યું- ‘હું વિચારી જ રહી હતી કે સેટ પર જતી રહું, કારણ કે પછી તુનિષા 2 દિવસ માટે ચંદીગઢ જતી રહેશે, પરંતુ થોડી જ વારમાં મારી પાસે આસિસ્ટન્ટ પ્રોડ્યુસર પ્રશાંતનો કોલ આવ્યો કે, તમે જલ્દી આવી જાઓ, તુનિષા દરવાજો ખોલી રહી નથી.’
ક્રિસમસ માટે ચંદીગઢ જવાનું હતું, થોડા કલાકો પહેલા આત્મહત્યા કરી
તુનિષાના મામા પવન આ અંગે કહે છે, ‘ઘટનાના લગભગ અડધો કલાક પહેલા મારી તુનિષાની મમ્મી સાથે ફોન પર વાત થઈ રહી હતી. તેમણે જણાવ્યું કે, તુનિષા ચંદીગઢ જવા માંગે છે અને તેના સ્કૂલ ફ્રેન્ડ્સ સાથે ક્રિસમસ ઉજવવા માંગે છે. મેં કહ્યું, “ઠીક છે, જવા દો. થોડું ફરી આવશે, મન પણ સારું થઈ જશે.” તો તેમણે કહ્યું, ઠીક છે, હું પ્રોડક્શન સાથે વાત કરીને તેની ટિકિટ બુક કરાવું છું. મેં કહ્યું, સારું રહેશે, થોડા દિવસોથી તેનું મન પણ ખરાબ છે. આ કોલના અડધા કલાક પછી જ તેમને ટીવી શોના સેટ પરથી ઘટનાના સમાચાર મળ્યા.’
મોતથી થોડા કલાકો પહેલા જ તુનિષાએ સેટ પરથી પોસ્ટ કરી
તુનિષાએ આત્મહત્યા કરતા બરાબર પહેલા ઇન્સ્ટાગ્રામ પર સેટ પરથી એક તસવીર પોસ્ટ કરી હતી. તે શોના ગેટઅપમાં હતી, જેની તસવીર સાથે તેણે લખ્યું હતું-
જે લોકો પોતાના જુસ્સાથી પ્રેરિત હોય છે, તેઓ ક્યારેય અટકતા નથી.

તુનિષા શર્માની છેલ્લી પોસ્ટ.
પોસ્ટ કર્યાના થોડા કલાકો પછી જ તેના મૃત્યુના સમાચાર સામે આવ્યા. કેપ્શન જોઈને કોઈ અંદાજ પણ લગાવી શકતું ન હતું કે, તે કોઈ રીતે પરેશાન હતી કે ડિપ્રેશનમાં હતી.
તુનિષાએ આત્મહત્યા પહેલા શીઝાન સાથે 15 મિનિટ વાતચીત કરી
પોલીસ તપાસ અને ટીવી શોના સેટ પર થયેલી પૂછપરછમાં સામે આવ્યું કે, તુનિષાએ આત્મહત્યા કરતા બરાબર પહેલા તે મેકઅપ રૂમમાં શીઝાન ખાન સાથે પૂરા 15 મિનિટ સુધી વાતચીત કરી હતી. શીઝાન મેકઅપ રૂમમાંથી બહાર આવ્યો, ત્યારબાદ તુનિષાએ દરવાજો અંદરથી લોક કરી દીધો અને પછી ફાંસી લગાવી લીધી. માહિતી મળ્યા બાદ પોલીસે શીઝાનને વસઈ કોર્ટમાં રજૂ કરી તેની 5 દિવસની કસ્ટડી વધારી દીધી.

સુનાવણી પહેલા વસઈ કોર્ટમાં શીઝાન ખાન.
સેટ પર હાજર ઘટનાના પ્રત્યક્ષદર્શીએ પોલીસને જણાવ્યું કે, તે વાતચીત પછી શીઝાન ગુસ્સામાં બહાર આવ્યો અને તેણે જોરથી દરવાજો બંધ કર્યો હતો.
શીઝાનની જામીન અરજી વારંવાર ફગાવી દેવામાં આવી
શીઝાનના પરિવારે તેની જામીન અરજી દાખલ કરી હતી. જોકે, પરિસ્થિતિ શંકાસ્પદ હોવાથી પોલીસે કહેતા કોર્ટે જામીન અરજી ફગાવી દીધી અને કસ્ટડી 9 જાન્યુઆરી સુધી લંબાવી દીધી.
સીક્રેટ ગર્લફ્રેન્ડનું નામ સામે આવતા કેસ ગૂંચવાયો
શીઝાન પર છેતરપિંડીના આરોપો લાગ્યા અને તેમની છેલ્લી 15 મિનિટની વાતચીત શંકાના દાયરામાં રહી. ધરપકડની સાથે જ તેનો મોબાઈલ ફોન પણ જપ્ત કરી લેવામાં આવ્યો. શીઝાને તુનિષાના મૃત્યુના દિવસે જ તેની સાથે થયેલી વોટ્સએપ ચેટ ડિલીટ કરી હતી. તેની અને તુનિષાની છેલ્લી વાતચીત જાણવા માટે પોલીસે ચેટ રિકવરીની પ્રક્રિયા કરી. ત્યારે જ દાવો કરવામાં આવ્યો કે, શીઝાનની એક સિક્રેટ ગર્લફ્રેન્ડ હતી, જેની તેણે ચેટ ડિલીટ કરી હતી.
31 જાન્યુઆરીએ પોલીસે નિવેદન જારી કરીને કહ્યું કે, ‘શીઝાન, તુનિષાથી બ્રેકઅપ પછીથી જ તેને અવગણી રહ્યો હતો. તુનિષાએ તેને દરરોજ ઘણા મેસેજ મોકલ્યા, પરંતુ કોઈ જવાબ આપ્યો નહીં. તુનિષા ઉપરાંત પણ તેના ફોનમાં ઘણી છોકરીઓની ચેટ્સ મળી.’
‘માતાએ તુનિષાનું ચાર્જરના વાયરથી ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો’
આ જ સમયે દાવો કરવામાં આવ્યો કે, તુનિષા ગર્ભવતી હતી અને આ જ કારણ હતું કે તે કેટલાક દિવસોથી પરેશાન હતી. આ તમામ દાવાઓ વચ્ચે, શીઝાનના પરિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને તુનિષાની માતા પર પ્રશ્નો ઊભા કર્યાં. તેમણે કહ્યું કે, ‘તુનિષાના પોતાની માતા સાથેના સંબંધો સારા નહોતા. તુનિષા અવારનવાર શીઝાનના પરિવારને ફોન કરીને મદદ માંગતી હતી અને રડતી પણ હતી.’
કેસ વધુ ગૂંચવાઈ ગયો જ્યારે સામે આવ્યું કે, મૃત્યુ પહેલાં તુનિષાએ માત્ર શીઝાન સાથે જ નહીં, પરંતુ અલી નામના એક છોકરા સાથે પણ ફોન પર લાંબી વાત કરી હતી. શીઝાનના પરિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એ પણ કહ્યું કે, ‘એક ઝઘડા પછી તુનિષાની માતાએ મોબાઈલ ચાર્જરના વાયરથી તેનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો.’
કેસમાં ફરી ઘણા પ્રશ્નો ઊભા થયા-
- પહેલો પ્રશ્ન- તે અલી નામનો છોકરો આખરે કોણ હતો, તેણે તુનિષા સાથે શું વાત કરી?
- બીજો પ્રશ્ન- શીઝાનની સિક્રેટ ગર્લફ્રેન્ડ કોણ છે અને તેણે તેની ચેટ કેમ ડિલીટ કરી?
- ત્રીજો પ્રશ્ન- શીઝાને તુનિષા સાથે આપઘાત પહેલાં 15 મિનિટ શું વાત કરી?
- ચોથો પ્રશ્ન- જો તુનિષા ખુશ હતી અને રજા પર જવાની હતી, તો તેણે અચાનક આ પગલું કેમ ભર્યું?
જાણો આ બધા પ્રશ્નોના જવાબ, કાલે તુનિષા ડેથ કેસના પાર્ટ- 2માં, ફક્ત દિવ્ય ભાસ્કર એપ પર.
…………………………..
માતાએ તુનિષાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યાનો આરોપ: આપઘાત પહેલા કો-સ્ટારને ફાંસીનો ફંદો બતાવ્યો, 100 રૂપિયા માટે પણ મોહતાજ હતી

9 જાન્યુઆરી 2023ના રોજ શીઝાનની જામીન અરજી પર સુનાવણી થઈ. આ દરમિયાન એક્ટરના વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ કોર્ટમાં કહ્યું કે, ‘શીઝાન સાથે બ્રેકઅપ પછી તુનિષા અલી નામના એક છોકરાને ડેટ કરી રહી હતી. તે અલીને ઓનલાઈન ડેટિંગ એપ ટિન્ડર પર મળી હતી. આપઘાતના 2 દિવસ પહેલા સુધી તુનિષા લગભગ દરરોજ તેને મળતી હતી.’
વકીલના મતે, તુનિષા 21, 22 અને 23 ડિસેમ્બરે અલી સાથે જ હતી. તેની કોલ રેકોર્ડિંગ પરથી એ પણ સ્પષ્ટ છે કે, આપઘાતના બરાબર પહેલા તુનિષાએ અલી સાથે વીડિયો કોલ પર વાત કરી હતી. આખી વાર્તા આવતીકાલે વાંચો…
(નોંધ- આ સમાચાર તુનિષાના મામા પવન શર્મા, વકીલ તરુણ શર્મા અને શીઝાનની બહેન શફક નાઝના ઇન્ટરવ્યુના આધારે લખવામાં આવ્યા છે.)
લેખક- ઇફત કુરેશી
રિપોર્ટર- વર્ષા રાય
…………………………………..
ભાસ્કરની નવી સિરીઝ બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સની આ વાર્તાઓ પણ વાંચો-
ભાગ-1, ‘હું અહિંયા પોતાને વેચવા નથી આવી’:’બાલિકા વધૂ’ ફેમ પ્રત્યુષા બેનર્જીએ માતા-પિતાને ગાળો આપી, બોયફ્રેન્ડ સાથે ઝઘડો કરી ફાંસો ખાઈ લીધો

બોલિવૂડ ક્રાઈમ ફાઈલ્સના કેસ-3માં વાર્તા ‘બાલિકા વધૂ’ ફેમ એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જી ડેથ કેસની. પ્રત્યુષા 1 એપ્રિલે ફાંસીના ફંદા પર લટકેલી મળી હતી. તેના મૃત્યુ પછી પરિવારે તેના બોયફ્રેન્ડ રાહુલ રાજ પર મારપીટ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો, પરંતુ પછી એક કોલ રેકોર્ડિંગથી કેસની દિશા બદલાઈ ગઈ.
1 એપ્રિલ 2016, બપોરે લગભગ 12 વાગ્યે…
પ્રત્યુષા બેનર્જી, બોયફ્રેન્ડ અને એક્ટર-પ્રોડ્યુસર રાહુલ રાજ સાથે મુંબઈના ગોરેગાંવની હાર્મની બિલ્ડિંગના સાતમા માળે આવેલા ફ્લેટ નંબર 703માં રહેતી હતી.
બપોરે રાહુલ પોતાના કામથી લોખંડવાલા ગયો હતો. થોડીવાર પછી જ તેણે પ્રત્યુષાને ફોન કર્યો, તો તે જોર જોરથી રડી રહી હતી.
થોડી બોલાચાલી થયા પછી પ્રત્યુષાએ કહ્યું- ‘ઓહ, રાહુલ રાજ, અહંકાર પોતાની પાસે રાખ, કારણ કે થોડા જ કલાકોમાં, કદાચ મિનિટોમાં, કોઈને અહંકાર બતાવવા માટે નહીં બચે.’
રાહુલે જવાબ આપ્યો- ‘જો, હું તને બસ એટલું જ કહી રહ્યો છું, ખાલી સાંભળ.’
પ્રત્યુષાએ વાત કાપતા કહ્યું- ‘હું તને એટલું કહી રહી છું…. મેં તને ખૂબ પ્રેમ કર્યો છે.’ સંપૂર્ણ વાર્તા વાંચો…
…………………………………..
પાર્ટ-2, હિરોઇન દીકરીને પિતા જ પ્રોસ્ટિટ્યૂટ માનતા!:કંટાળેલી ‘બાલિકાવધૂ’ 2 બોટલ દારૂ પીને ફાંસે લટકી ગઈ, સેંથો પૂરેલી લાશ અને ગર્ભપાતે શંકાની સોય બોયફ્રેન્ડ તરફ વાળી

પ્રત્યુષા બેનર્જીના મિત્રોએ જે સલોની શર્મા પર તેની સાથે મારપીટનો આરોપ લગાવ્યો હતો, તેણે પોલીસ નિવેદનમાં કબૂલ્યું કે, તેણે એક્ટ્રેસને લાફો માર્યો હતો, પરંતુ સાથે જ તેણે કહ્યું કે તેઓ અને રાહુલ રાજ એક સમયે રિલેશનશિપમાં હતા, પરંતુ પ્રત્યુષાના કારણે રાહુલે તેને છોડી દીધી હતી. સંપૂર્ણ વાર્તા વાંચો…
…………………………………..
ભાગ-1, કાસ્ટિંગ ડિરેક્ટર નીરજ ગ્રોવર હિરોઇનના ફલેટમાંથી ગુમ:એક્ટ્રેસે વાર્તા ઘડતાં પોલીસને શંકા જાગી; પૂછપરછમાં કહ્યું- બોયફ્રેન્ડે હત્યા કરી, લાશ સામે જ મારો રેપ કર્યો

મે 2008ની વાત છે
એે સમયની સૌથી પ્રખ્યાત ક્રાઈમ રિપોર્ટર જિજ્ઞા વોરા પાસે અમરનાથ ગ્રોવરનો ફોન આવ્યો. તેમણે ગભરાયેલા અવાજે કહ્યું, ‘જિજ્ઞાજી, હું અમરનાથ બોલું છું, મારું બાળક ગુમ થઈ ગયું છે, શું તમે આના પર સ્ટોરી કરશો?’
જિજ્ઞા જે મોટા-મોટા કેસની રિપોર્ટિંગ કરતી હતી તેમના માટે આ કોઈ મોટી વાત નહોતી. તેમણે જવાબ આપ્યો- ‘સર, આવાં ઘણાં બાળકો ગુમ થઈ જાય છે, પણ અમે બધા પર સ્ટોરી થોડી કરી શકીએ.’ સંપૂર્ણ વાર્તા વાંચો…
…………………………………..
પાર્ટ-2, ‘નીરજની હત્યા કરી, છરીના જોરે લાશ સામે મારો રેપ કર્યો’:બોયફ્રેન્ડથી હિરોઇનની બેવફાઈ સહન ન થઈ, કાસ્ટિંગ ડિરેક્ટરના 300 ટુકડા કરી જંગલમાં સળગાવ્યા

મારિયાના બિલ્ડિંગના ગાર્ડે પૂછપરછમાં જણાવ્યું હતું કે ‘મારિયા 7 મે 2008ની સાંજે કેટલીક ભારે બેગ્સ લઈ જતી દેખાઈ હતી, એ સમયે તેના બોયફ્રેન્ડ જેરોમ મેથ્યુ પણ સાથે હતો.’ જ્યારે પૂછપરછમાં જેરોમે કહ્યું હતું કે ‘તે મારિયાના બિલ્ડિંગમાં ગયો જ નહોતો.’
નીરજના ગુમ થયાનાં લગભગ 2 અઠવાડિયાં પછી કડકાઈ કરવા પર મારિયાએ કહ્યું હતું કે ‘નીરજની હત્યા થઈ ચૂકી છે. જેરોમે નીરજની હત્યા કરી, પછી તેણે લાશની સામે મારો રેપ કર્યો. આ પછી બંનેએ મળીને લાશના 300 ટુકડા કર્યાં અને તેને ઠેકાણે લગાવ્યો.’ સંપૂર્ણ વાર્તા વાંચો…
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


