TVSનો ત્રીજા ક્વાર્ટરમાં નફો 49% વધીને ₹841 થયો:કમાણી 33% વધીને ₹14,745 કરોડ, ઓક્ટોબર-ડિસેમ્બરમાં કંપનીએ 15.44 લાખ વાહનો વેચ્યા

Last Updated: January 28, 2026By

ઓટોમોબાઈલ કંપની TVS મોટર્સને નાણાકીય વર્ષ 2025-26ના ત્રીજા ક્વાર્ટરમાં 841 કરોડ રૂપિયાનો નફો થયો છે. વાર્ષિક ધોરણે તેમાં 49%નો વધારો થયો છે. એક વર્ષ પહેલાના સમાન ક્વાર્ટરમાં કંપનીને 566 કરોડ રૂપિયાનો નફો થયો હતો. જ્યારે કંપનીની કમાણીમાં 33%નો વધારો થયો છે. ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં TVS મોટર્સે 14,745 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં આ આંકડો 11,099 કરોડ રૂપિયા હતો. પરિણામો પછી TVS મોટર્સનો શેર 5% વધીને 3,735 પર બંધ થયો છે. TVS એ ટુ-વ્હીલર સેલ્સમાં રેકોર્ડ બનાવ્યો TVS ના શેરે એક વર્ષમાં 60% રિટર્ન આપ્યું પરિણામો પછી TVS મોટર્સનો શેર આજે (બુધવાર, 28 જાન્યુઆરી) 4.68% વધીને 3,735 રૂપિયા પર બંધ થયો. કંપનીનો શેર છેલ્લા એક મહિનામાં 4.50% વધ્યો છે. જ્યારે, છેલ્લા 6 મહિનામાં તે 33.45% વધ્યો અને એક વર્ષમાં 20% વધ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ 1.77 લાખ કરોડ રૂપિયા છે. 1911 માં બસ સેવા દ્વારા TVS ની શરૂઆત થઈ હતી TVS એક મલ્ટીનેશનલ બાઇક મેન્યુફેક્ચરર કંપની છે. રેવન્યુના મામલે તે ભારતની ત્રીજી સૌથી મોટી મોટરસાઇકલ કંપની છે. કંપનીનું વાર્ષિક સરેરાશ વેચાણ 30 લાખથી વધુ છે. જોકે, તેની મેન્યુફેક્ચરિંગ ક્ષમતા 40 લાખથી વધુ ટુ-વ્હીલરની છે. TVS ભારતની બીજી સૌથી મોટી નિકાસકાર પણ છે. કંપની 60થી વધુ દેશોમાં પોતાના વાહનો વેચે છે. TVS ના સ્થાપક ટી. વી. સુંદરમ આયંગરે 1911માં મદુરાઈની પ્રથમ બસ સેવાથી શરૂઆત કરી અને ટ્રાન્સપોર્ટેશન બિઝનેસમાં TVS નામથી કંપનીની સ્થાપના કરી, જેની પાસે સાઉધર્ન રોડવેઝના નામથી ટ્રકો અને બસોનો એક મોટો કાફલો હતો.