Typhoid causes : શું તમે જાણો છો કે ટાઈફોઈડ થવાનું મુખ્ય કારણ શું છે
ગુજરાતમાં અચાનક ટાઈફોઇડ બીમારીના કેસ વધવા લાગ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. ટાઈફોઇડના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર પણ એકશનમાં આવી છે. આરોગિય વિભાગ દ્વારા ટાઈફોઇડ બીમારીને લઈને મહત્વના પગલા લેવામાં આવ્યા. ટાઈફોઈડ એ સાલ્મોનેલા ટાઈફી (Salmonella Typhi) નામના બેક્ટેરિયાથી થતો ચેપી તાવ છે. આ બીમારી મુખ્યત્વે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. જો કે ટાઈફોઇડ બીમારી થવાનું કારણ જાણવાથી બીમારીના જોખમથી બચી શકીએ છીએ.
ટાઈફોઈડ થવાના મુખ્ય કારણો
દૂષિત પાણી પીવાથી ટાઈફોઇડ બીમારી થાય છે. પીવાનું પાણી ગટરના પાણી અથવા બેક્ટેરિયાથી દૂષિત હોય, તો ટાઈફોઈડ થવાની શક્યતા સૌથી વધુ રહે છે. ખાવાના શોખીનો નિયમિત સ્ટ્રીટ ફૂડ ખાય છે. બહારની ખુલ્લી લારીઓ પર મળતો ખોરાક પર માખીઓ બેસતી હોય છે. આ ખોરાક અસ્વચ્છ પાણીથી બનાવવામાં આવ્યો હોય છે. બિનઆરોગ્યપ્રદ સ્ટ્રીટ ફૂડનું સેવન કરવાથી ચેપ લાગે છે. ટાઈફોઈડ થયેલી વ્યક્તિ શૌચ ક્રિયા બાદ હાથ બરાબર ન ધોવે અને ખોરાકને સ્પર્શ કરે, તો તે વ્યક્તિ દ્વારા અન્યને પણ ચેપ લાગી શકે છે. દૂષિત પાણીથી ધોયેલા કાચા ફળો અથવા શાકભાજી ખાવાથી બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી શકે છે. આ ઈમ્યુનિટી ઓછી હોય તેમને આ બેક્ટેરિયાનો ચેપ જલ્દી લાગે છે.
ટાઈફોઈડના લક્ષણો
જયારે પણ કોઈ વ્યક્તિને વધારે તાવ આવતો હોય તો તે ટાઈફોઇડ બીમારીનું લક્ષણ હોઈ શકે છે. શરૂઆતમાં સામાન્ય ટેમ્પરેચર રહે છે અને ધીમે ધીમે તાવ વધે છે. કયારેક દર્દીને માથામાં દુખાવો અને નબળાઈ લાગે છે. આ ઉપરાંત ટાઈફોઈડના પ્રારંભિક લક્ષણોમાં પેટમાં દુખાવો, કબજિયાત અથવા ઝાડા થવા તેમજ ભૂખ ઓછી લાગવાનું પણ ડોક્ટર કહે છે. શરીરમાં આ લક્ષણો દેખાય તો સાવધાન થઈ જાવ. આ લક્ષણો ટાઇફોઇડ બીમારીનો સંકેત હોઈ શકે છે.
(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

