U-19 વર્લ્ડકપ વિજેતા ટીમના ગુજ્જુ ખેલાડીનું અમદાવાદમાં સ્વાગત થશે:વેદાંત ત્રિવેદી અને ખિલાન પટેલના ઘરે ઉત્સવનો માહોલ, સેલિબ્રેશનની તડામાર તૈયારી
અંડર-19 વર્લ્ડકપમાં વિજય મેળવીને દેશનું નામ રોશન કરનાર ગુજરાતના બે તેજસ્વી ખેલાડીઓ વેદાંત ત્રિવેદી અને ખિલાન પટેલ, આજે 8 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચશે. આ બંને વિજેતાને આવકારવા માટે તેમના પરિવારજનો અને રમતપ્રેમીઓ દ્વારા એરપોર્ટ પર ભવ્ય સ્વાગતની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને વેદાંત ત્રિવેદીના ઘરે અત્યારથી જ ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે અને સેલિબ્રેશનની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે આ સફળતાએ સમગ્ર ગુજરાત અને પરિવાર માટે ગૌરવની ક્ષણ લાવી છે. ખિલન પટેલના સ્વાગતમાં મોડાસામાં કાર્યક્રમ
અરવલ્લી જિલ્લાના મોડાસાના ગૌરવ એવા ખિલન અનિલભાઈ પટેલ તાજેતરમાં અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને પરત ફરી રહ્યા છે. ભારતીય ટીમમાં પસંદગી પામીને તેમણે મોડાસા અને સમગ્ર અરવલ્લી જિલ્લાનું નામ રોશન કર્યું છે. તેમના સન્માનમાં સોમવારે, 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:30 કલાકે ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્વાગત યાત્રા મોડાસાના APMC સર્કલથી શરૂ થઈને શ્રી ઉમિયા માતાજી મંદિર સુધી ડીજે સાથે વરઘોડા સ્વરૂપે આગળ વધશે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

