UK Generation Ban Law Passes Both Houses; Effective Jan 1, 2027

Last Updated: April 22, 2026By

લંડન5 કલાક પેહલા

  • કૉપી લિંક

બ્રિટને ધૂમ્રપાન રોકવા માટે ખૂબ જ કડક પગલું ભર્યું છે. હવે ત્યાં નવી પેઢીના લોકો માટે સિગારેટ ખરીદવાનું કાયમ માટે બંધ કરવાની તૈયારી થઈ ગઈ છે. સરકારે ટોબેકો એન્ડ વેપ્સ બિલ પસાર કરી દીધું છે. આ અંતર્ગત 2008 પછી જન્મેલા લોકો જીવનભર તમાકુ સંબંધિત વસ્તુઓ ખરીદી શકશે નહીં.

આ બિલ સંસદના બંને ગૃહો હાઉસ ઓફ કોમન્સ અને હાઉસ ઓફ લોર્ડ્સમાંથી પસાર થઈ ચૂક્યું છે. હવે માત્ર કિંગ ચાર્લ્સ III ની ઔપચારિક મંજૂરી બાકી છે, જે સામાન્ય રીતે માત્ર એક પ્રક્રિયા હોય છે.

સરકારે આ બિલ 2024 માં રજૂ કર્યું હતું અને તેને પોતાની મોટી પ્રાથમિકતાઓમાં રાખ્યું હતું. નવા નિયમ અનુસાર, 1 જાન્યુઆરી 2027 થી આ કાયદો લાગુ થશે.

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર

ઉંમર પ્રમાણે લાગુ પડશે કાયદો

  • 1 જાન્યુઆરી 2027 થી તમાકુ ખરીદવાની લઘુત્તમ ઉંમર દર વર્ષે 1 વર્ષ વધતી જશે.
  • એટલે કે જો 2027 માં ઉંમર મર્યાદા 18 વર્ષ છે, તો 2028 માં 19 વર્ષ, 2029 માં 20 વર્ષ થઈ જશે.
  • જે લોકો 2009 કે તે પછી જન્મ્યા છે, તેઓ ક્યારેય પણ કાનૂની રીતે સિગારેટ ખરીદી શકશે નહીં.
  • દુકાનદારોએ દરેક ગ્રાહકની ઉંમર તપાસવી પડશે. ઓછી ઉંમરના વ્યક્તિને સિગારેટ વેચવા પર દંડ લાગશે.
  • તમાકુ વેચનારાઓએ રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જ્યારે જાહેરાત અને પ્રમોશન પર સખત પ્રતિબંધ રહેશે.

ઈ-સિગારેટ પર પણ કડકાઈ

વેપિંગ (ઈ-સિગારેટ) પર પણ કડકાઈ કરવામાં આવી છે. શાળા, હોસ્પિટલ અને બાળકોના રમવાના સ્થળોએ ધૂમ્રપાન સંપૂર્ણપણે બંધ રહેશે. ઘણી ઇન્ડોર જગ્યાઓ પર વેપિંગ પણ કરી શકાશે નહીં. જો કોઈ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિ સાથે કારમાં વેપિંગ કરે છે, તો તે પણ ગેરકાનૂની ગણાશે.

જો દુકાનદારો નિયમો તોડશે, તો તેમના પર દંડ લાગશે. તમાકુ અને વેપિંગની જાહેરાતો પર પણ પ્રતિબંધ રહેશે. સરકાર આ વસ્તુઓના વેચાણ અને આયાત પર નજર રાખવા માટે નવી નોંધણી પ્રણાલી પણ લાવશે.

સરકારનું કહેવું છે કે તેનાથી આવનારા સમયમાં ‘સ્મોક-ફ્રી જનરેશન’ તૈયાર થશે અને ધૂમ્રપાનથી થતી બીમારીઓ અને મૃત્યુ ઘટશે. જોકે, કેટલાક લોકો અને વેપારીઓ તેને ખૂબ કડક ગણાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે લોકોને જાગૃત કરવા વધુ જરૂરી છે.

વેપિંગમાં તમાકુ સળગાવવામાં આવતો નથી, પરંતુ એક લિક્વિડને ગરમ કરીને તેની ધુમાડા જેવી વરાળ બનાવવામાં આવે છે, જેને લોકો શ્વાસ દ્વારા અંદર લે છે.

વેપિંગમાં તમાકુ સળગાવવામાં આવતો નથી, પરંતુ એક લિક્વિડને ગરમ કરીને તેની ધુમાડા જેવી વરાળ બનાવવામાં આવે છે, જેને લોકો શ્વાસ દ્વારા અંદર લે છે.

બ્રિટનમાં દર વર્ષે તમાકુથી 76 હજાર મૃત્યુ

બ્રિટિશ સરકારે આ કડક પગલું એટલા માટે ભર્યું છે કારણ કે ધૂમ્રપાન ત્યાં લોકોના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો બન્યો છે. સરકારી આંકડા મુજબ અહીં દર વર્ષે 76,000 થી વધુ લોકો સિગારેટ સંબંધિત બીમારીઓ જેવી કે કેન્સર, હૃદય રોગ અને ફેફસાંની સમસ્યાથી જીવ ગુમાવે છે.

સરકારનું કહેવું છે કે મોટાભાગના લોકો નાની ઉંમરે જ સિગારેટ પીવાનું શરૂ કરી દે છે. પછીથી આ આદત છોડવી મુશ્કેલ બની જાય છે, તેથી શરૂઆતથી જ નવી પેઢીને તેનાથી દૂર રાખવી જરૂરી છે. ધૂમ્રપાનને કારણે સારવાર પર ઘણો ખર્ચ થાય છે, જેનાથી બ્રિટનની આરોગ્ય સેવા (NHS) પર દબાણ વધે છે. જો લોકો ઓછું ધૂમ્રપાન કરશે, તો આ બોજ પણ ઓછો થશે.

આ ઉપરાંત, બીમાર થવાને કારણે લોકોના કામ પર પણ અસર થાય છે, જેનાથી દેશની અર્થવ્યવસ્થા પર અસર પડે છે. સરકારે પહેલા પણ ચેતવણી અને ટેક્સ જેવા ઉપાયો કર્યા છે, પરંતુ તેનાથી સંપૂર્ણપણે ફરક પડ્યો નથી. તેથી હવે કડક કાયદો બનાવીને નવી પેઢીને તમાકુથી દૂર રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ન્યુઝીલેન્ડ આ કાયદો લાગુ કરનાર પ્રથમ દેશ

ન્યુઝીલેન્ડ પ્રથમ દેશ હતો જેણે આ વિચાર આપ્યો કે એક નિશ્ચિત વર્ષ પછી જન્મેલા લોકો ક્યારેય સિગારેટ ખરીદી શકશે નહીં. ન્યુઝીલેન્ડ સરકાર દેશને સિગારેટ-તમાકુ મુક્ત કરવા માંગતી હતી તેથી આ કાયદો બનાવવામાં આવ્યો હતો.

ડિસેમ્બર 2022માં ન્યુઝીલેન્ડની સંસદમાં તમાકુ-સિગારેટ પર પ્રતિબંધ મૂકતો સ્મોક ફ્રી એન્વાયરમેન્ટ કાયદો પસાર થયો હતો. આ કાયદા હેઠળ, જે લોકોનો જન્મ 2008 પછી થયો છે, તેઓ કોઈપણ પ્રકારના સ્મોકિંગ પ્રોડક્ટ્સ ખરીદી શકતા ન હતા.

બાદમાં 2024માં સરકાર બદલાયા પછી આ કાયદો પાછો ખેંચી લેવામાં આવ્યો. સરકારે દલીલ કરી કે તેનાથી ટેક્સ કપાત માટે આવક એકત્ર કરવામાં મદદ મળશે.

ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન (વચ્ચે) 27 નવેમ્બર 2023ના રોજ શપથ લીધા. આ પછી સરકારે તમાકુ-સિગારેટ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો.

ન્યુઝીલેન્ડના નવા વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન (વચ્ચે) 27 નવેમ્બર 2023ના રોજ શપથ લીધા. આ પછી સરકારે તમાકુ-સિગારેટ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો.

70થી વધુ દેશોમાં સ્મોક-ફ્રી પોલિસી

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર 2004માં આયર્લેન્ડ પ્રથમ દેશ બન્યો જેણે કાર્યસ્થળો, રેસ્ટોરન્ટ અને બારમાં ધૂમ્રપાન પ્રતિબંધ લાગુ કર્યો. 2007 સુધીમાં માત્ર 10 દેશોમાં ઇન્ડોર ધૂમ્રપાન પ્રતિબંધ હતો. 2023 સુધીમાં વિશ્વની 71% વસ્તી (લગભગ 5.6 અબજ લોકો) કોઈક ને કોઈક ધૂમ્રપાન-મુક્ત નીતિના દાયરામાં આવી ચૂકી છે.