US Rhode Island Shooting; Three Killed Including Shooter High School Hockey Match; Three Injured PHOTOS

Last Updated: February 17, 2026By

વોશિંગ્ટન ડીસી17 કલાક પેહલા

  • કૉપી લિંક

અમેરિકાના રોડ આઇલેન્ડમાં સોમવારે બપોરે હાઈસ્કૂલ હોકી મેચ દરમિયાન ગોળીબાર થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હુમલામાં હુમલાખોર સહિત 2 લોકોનાં મોત થયાં છે. અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. ઘટના બપોરે લગભગ 2:30 વાગ્યે બની હતી. પોલીસ પ્રમુખ ટીના ગોન્કાલ્વેસે તેને ‘ટાર્ગેટ હુમલો’ ગણાવ્યો છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ મામલો પારિવારિક વિવાદ સાથે સંબંધિત હોઈ શકે છે, જોકે હેતુ હજુ સ્પષ્ટ નથી.

પોલીસ પ્રમુખ ટીના ગોન્કાલ્વેસે પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે બંને ટીમો સિનિયર નાઇટની ઉજવણી કરી રહી હતી ત્યારે ગોળીબાર શરૂ થયો. મેદાનમાં બે ટીમ સામસામે હતી. આ ટીમોમાં આસપાસની ઘણી શાળાઓના ખેલાડીઓ સામેલ હતા. ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. મેયર ડોનાલ્ડ આર. ગ્રેબિયને આ ઘટનાને ખૂબ જ ભયાનક અનુભવ ગણાવી. તેમણે કહ્યું, ‘આ હાઈસ્કૂલનાં બાળકો હતાં, પરિવારો તેમની સાથે મેચ જોઈ રહ્યા હતા. ખુશીનો માહોલ અચાનક ડર અને દહેશતમાં બદલાઈ ગયો.’

ફોક્સ ન્યૂઝ અનુસાર, રોડ આઇલેન્ડમાં એક હોકી ગેમ દરમિયાન એક વ્યક્તિએ કથિત રીતે તેની પત્નીની હત્યા કરી અને તેનાં બે બાળકને ગોળી મારી…હુમલાખોર તેની પત્ની સાથે મૃત્યુ પામ્યો છે, પરંતુ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હોવાના અહેવાલ છે. CCTVમાં જોવા મળ્યું કે તે વ્યક્તિએ કુલ 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ઘટનાની 6 તસવીરો…

સીસીટીવી વીડિયોમાં દેખાય છે કે જમણી બાજુથી ગોળીબાર થાય છે, લોકો ગભરાઈ જાય છે.

સીસીટીવી વીડિયોમાં દેખાય છે કે જમણી બાજુથી ગોળીબાર થાય છે, લોકો ગભરાઈ જાય છે.

ગોળીબાર પછી લોકો અને ખેલાડીઓ ભાગતા જોવા મળે છે.

ગોળીબાર પછી લોકો અને ખેલાડીઓ ભાગતા જોવા મળે છે.

ફૂટેજમાં દેખાય છે કે લોકો બાઉન્ડરી કૂદીને ભાગી રહ્યા છે.

ફૂટેજમાં દેખાય છે કે લોકો બાઉન્ડરી કૂદીને ભાગી રહ્યા છે.

થોડી જ વારમાં આખું સ્ટેડિયમ ખાલી થઈ જાય છે.

થોડી જ વારમાં આખું સ્ટેડિયમ ખાલી થઈ જાય છે.

ઘટના બાદ હોકી રિંગની બહાર મોટી સંખ્યામાં પોલીસ જોવા મળી.

ઘટના બાદ હોકી રિંગની બહાર મોટી સંખ્યામાં પોલીસ જોવા મળી.

ગોળીબાર બાદ હોકી રિંગની બહાર કડક સુરક્ષા જોવા મળી.

ગોળીબાર બાદ હોકી રિંગની બહાર કડક સુરક્ષા જોવા મળી.

ગોળીબાર થતાં જ ટીમો મેચ છોડીને ભાગી

મેચના લાઇવ સ્ટ્રીમમાં દેખાયું કે જેમ જ એક ટીમ ડિફેન્સમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે અચાનક ગોળીઓનો અવાજ ગુંજી ઊઠ્યો. ખેલાડીઓ બેન્ચ પાછળ છુપાવવા લાગ્યા. રેફરીએ તરત જ સીટી વગાડીને મેચ રોકી અને આઇસ રિંકમાંથી બહાર નીકળી ગયા.

થોડી જ સેકન્ડમાં બંને ટીમો રિંગ છોડીને બોર્ડ ઉપરથી કૂદતાં બીજી બાજુના એક્ઝિટ તરફ ભાગી. પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. ઘટના બાદ વિસ્તારમાં ભારે પોલીસ બળ તહેનાત રહ્યું. સોમવાર સાંજ સુધી એરેનાની આસપાસના રસ્તાઓ પર પોલીસ પેટ્રોલિંગ ચાલુ રહ્યું.

ઘટનાના CCTV જુઓ

શાળાઓએ કહ્યું, બધા વિદ્યાર્થીઓ સુરક્ષિત

કોવેન્ટ્રી પબ્લિક સ્કૂલ ડિસ્ટ્રિક્ટના સુપરિન્ટેન્ડેન્ટ ડોન કોવાર્ટે નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે તેમની હોકી ટીમના બધા વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમણે કહ્યું હતું કે કોવેન્ટ્રી પોલીસનો એક અધિકારી વિદ્યાર્થીઓ સાથે ઘટનાસ્થળે હાજર છે.

નોર્થ સ્મિથફિલ્ડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ડેન ગેરાગ્ટીએ પણ નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના તમામ વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને દર્શકો સુરક્ષિત છે. આ સમાચાર હૃદયદ્રાવક છે. અમારો સમુદાય આનાથી હચમચી ગયો છે.

પોલીસ પ્રમુખે જણાવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓ શાળાઓ સાથે મળીને વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ સેવાઓ પૂરી પાડશે. આ ઘટનાની અસર બાળકો પર મોડેથી પણ જોવા મળી શકે છે.

બે મહિના પહેલાં પણ થયો હતો હુમલો

આ ઘટના એવા સમયે બની છે, જ્યારે લગભગ બે મહિના પહેલાં જ રોડ આઇલેન્ડની બ્રાઉન યુનિવર્સિટીમાં થયેલા હુમલાથી દહેશત ફેલાઈ હતી. એ હુમલામાં બે વિદ્યાર્થીનાં મોત થયાં હતાં અને નવ લોકો ઘાયલ થયા હતા.

તપાસ અધિકારીઓના મતે, એ કેસમાં હુમલાખોરે ન્યૂ હેમ્પશાયરના સાલેમમાં એક સ્ટોરેજ સુવિધાની અંદર પોતાને ગોળી મારી દીધી હતી. આ પહેલાં તેણે MITના એક પ્રોફેસરની પણ હત્યા કરી હતી.

અમેરિકામાં ગોળીબારની અગાઉની મોટી ઘટનાઓ…

8 જાન્યુઆરી 2026: અમેરિકામાં અધિકારીએ કારમાં સવાર મહિલાને ગોળી મારી, મોત

ફૂટેજમાં એક ICE એજન્ટ કાર ડ્રાઇવર મહિલા પર ગોળીબાર કરતો દેખાય છે.

ફૂટેજમાં એક ICE એજન્ટ કાર ડ્રાઇવર મહિલા પર ગોળીબાર કરતો દેખાય છે.

અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં થોડા દિવસો પહેલાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE)ના એક એજન્ટે કારમાં સવાર મહિલાને ગોળી મારી દીધી હતી, જેનાથી તેનું મોત થયું હતું. મહિલાની ઓળખ રેની ગુડ (37) તરીકે થઈ છે. તે ત્રણ બાળકોની માતા હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…

27 નવેમ્બર 2025: અફઘાન શરણાર્થીએ વ્હાઇટ હાઉસ પાસે ગોળીબાર કર્યો

ફાયરિંગ બાદ અફઘાન હુમલાખોરને પકડતા નેશનલ ગાર્ડ્સના જવાનો.

ફાયરિંગ બાદ અફઘાન હુમલાખોરને પકડતા નેશનલ ગાર્ડ્સના જવાનો.

અમેરિકામાં ગયા વર્ષે 27 નવેમ્બરે વ્હાઇટ હાઉસ પાસે નેશનલ ગાર્ડ્સના 2 જવાનને ગોળી મારી દેવામાં આવી હતી. આ મામલે એક અફઘાન શરણાર્થીને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. FBI અધિકારીઓ અનુસાર, હુમલામાં સામેલ શંકાસ્પદની ઓળખ 29 વર્ષીય રહેમાનુલ્લાહ લાકનવાલ તરીકે થઈ હતી. તે ઓગસ્ટ 2021માં અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. તેણે 2024માં શરણાર્થીના દરજ્જા માટે અરજી કરી હતી અને તેને એપ્રિલ 2025માં મંજૂરી મળી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો…