US VP J Vance Pakistan Trip Claim False; White House Visit Confirmed

Last Updated: April 20, 2026By

2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પાકિસ્તાન રવાના થવાનો દાવો ખોટો છે. AP રિપોર્ટ અનુસાર, તેઓ સોમવારે સવારે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રવાના થઈ ચૂક્યા છે.

આ અગાઉ ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે વેન્સ ઈસ્લામાબાદ જવા નીકળી ગયા છે. જોકે રિપોર્ટ મુજબ તેમનો કાફલો સવારે લગભગ 11 વાગ્યે વ્હાઇટ હાઉસ પહોંચ્યો હતો. જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ટ્રમ્પનો દાવો ખોટો હતો.

આ દરમિયાન પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીએ ઈરાની રાજદૂત રેઝા અમીરી મોગદ્દમ સાથે મુલાકાત કરી હતી, જેમાં અમેરિકા સાથે સંભવિત વાટાઘાટો અને પ્રાદેશિક તણાવ ઘટાડવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

અમેરિકા-ઈરાન વાટાઘાટો પર સસ્પેન્સ

હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે પાકિસ્તાનમાં બંને દેશો વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થશે કે નહીં, તેને લઈને સસ્પેન્સ યથાવત છે. ઈરાને કહ્યું કે અમેરિકી નૌકાદળની નાકાબંધી યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન છે અને અમેરિકાની ધમકીભરી ભાષાથી સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આ સંજોગોમાં વાતચીતની આશા બહુ ઓછી છે.

તે જ સમયે, અલ જઝીરાના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે વાતચીત એક નહીં પરંતુ ઘણા દિવસો સુધી ચાલી શકે છે. પ્રયાસ એ છે કે એક અસ્થાયી કરાર એટલે કે MoU પર હસ્તાક્ષર થાય, જેથી યુદ્ધવિરામ આગળ વધી શકે અને લગભગ 60 દિવસનો સમય મળી શકે જેથી એક મોટો શાંતિ કરાર તૈયાર કરી શકાય. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ઈરાન તેમાં ભાગ લે.

છેલ્લા 24 કલાકમાં 5 મુખ્ય અપડેટ્સ

ભારતીય જહાજો પર ગોળીબાર: ઇરાને હોર્મુઝ સ્ટ્રેટમાં બે ભારતીય જહાજો પર ગોળીબાર કર્યો. 14 જહાજોને અટકાવવામાં આવ્યા, 13 પાછા ફર્યા. ભારતે રાજદૂતને બોલાવીને વિરોધ કર્યો.

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ: ઇરાને અમેરિકા પર યુદ્ધવિરામ ઉલ્લંઘનનો આરોપ લગાવીને સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું.

બીજી બેઠક પર શંકા: ઇરાને ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો છે. ઇરાને આ નિર્ણય માટે યુએસની માંગણીઓ અને નાકાબંધીને મુખ્ય કારણો ગણાવ્યા છે.

ઓઈલના ભાવમાં વધારો: ઇરાન સાથે વધતા તણાવ વચ્ચે તેલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ લગભગ 6.5% વધીને $96.27 પ્રતિ બેરલ પર પહોંચી ગયું.

ટ્રમ્પની ચેતવણી: ટ્રમ્પે કહ્યું છે કે શાંતિ કરાર પર પહોંચવાની આ ઇરાન પાસે છેલ્લી તક છે. તેમણે કહ્યું કે તેઓ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા જેવી ભૂલોનું પુનરાવર્તન નહીં કરે.

ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…

લાઈવ અપડેટ્સ

2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

લેબનાને ઈઝરાયલ સાથે વાતચીત માટે નવા પ્રતિનિધિની નિમણૂક કરી

લેબનાની રાષ્ટ્રપતિ જોસેફ ઓને સિમોન કરમ (અમેરિકામાં લેબનાનના પૂર્વ રાજદૂત)ને ઈઝરાયલ સાથે વાતચીત માટે પોતાના એકમાત્ર પ્રતિનિધિ તરીકે નિયુક્ત કર્યા છે. ઈરાનનું કહેવું હતું કે જ્યાં સુધી લેબનાનમાં યુદ્ધવિરામ નહીં થાય, ત્યાં સુધી અમેરિકા અને ઈઝરાયલ સાથે કોઈ સમજૂતી થશે નહીં.

16 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ઈરાને પાકિસ્તાનને કહ્યું- અમેરિકા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે

ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના પાકિસ્તાની સમકક્ષ ઈશાક ડાર સાથે ટેલિફોન પર વાતચીત કરતા જણાવ્યું કે અમેરિકાએ વારંવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. આ શાંતિ વાટાઘાટોમાં સૌથી મોટો અવરોધ છે.

અરાઘચીએ સ્પષ્ટ કર્યું કે ઈરાન વર્તમાન પરિસ્થિતિના તમામ પાસાઓ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે અને ટૂંક સમયમાં નક્કી કરશે કે તેણે આગળ કેવા પગલાં ભરવા. આ વાતચીત સંકેત આપે છે કે અમેરિકાના કડક વલણ બાદ ઈરાન હવે પોતાની આગામી રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે.

49 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ટ્રમ્પે કહ્યું- ઈરાનને યુદ્ધથી દરરોજ 4200 કરોડનું નુકસાન

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરતા જણાવ્યું છે કે, જ્યાં સુધી ઈરાન કોઈ સમજૂતી માટે તૈયાર નહીં થાય, ત્યાં સુધી અમેરિકા તેના બંદરો પરની દરિયાઈ ઘેરાબંધી હટાવશે નહીં. ટ્રમ્પનો દાવો છે કે આ ઘેરાબંધીથી ઈરાન સંપૂર્ણપણે બરબાદ થઈ રહ્યું છે અને તેને દરરોજ 50 કરોડ ડોલર (આશરે 4200 કરોડ રૂપિયા)નું મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

06:54 PM20 એપ્રિલ 2026

  • કૉપી લિંક

ઈઝરાયલ બોલ્યું- ઈરાન વર્ષોથી અમને બરબાદ કરવા માંગતું હતું

ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફ, લેફ્ટનન્ટ જનરલ ઈયાલ ઝમીરે જણાવ્યું કે તેમની સેનાએ ઈરાની શાસન વિરુદ્ધ એક નવું અભિયાન શરૂ કર્યું છે. તેમનો આરોપ છે કે ઈરાને વર્ષોથી ઈઝરાયેલને નષ્ટ કરવાની યોજના બનાવી હતી.

ઝમીરે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ ઈરાનના ઈરાદાઓને ક્યારેય પૂરા થવા દેશે નહીં અને ઈઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું ચાલુ રાખશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે લેબનાનમાં ઈઝરાયલી સેનાનો ઉદ્દેશ્ય એક ‘નવી વાસ્તવિકતા’ ઊભી કરવાનો છે.

06:44 PM20 એપ્રિલ 2026

  • કૉપી લિંક

ઈઝરાયલી હુમલાઓમાં અત્યાર સુધી લેબનાનના 2387 લોકોના મોત

લેબનાન સરકારના નવા આંકડાઓ મુજબ, માર્ચની શરૂઆતથી અત્યાર સુધી ઈઝરાયલી હુમલાઓમાં 2,387 લોકો માર્યા ગયા છે. દેશના ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ યુનિટે જણાવ્યું કે આ જ સમયગાળા દરમિયાન 7,602 લોકો ઘાયલ પણ થયા છે.

06:22 PM20 એપ્રિલ 2026

  • કૉપી લિંક

પાકિસ્તાનમાં US-ઈરાન વાતચીત પહેલા હોટલ ખાલી કરાવવામાં આવી

પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યોજાનારી વાતચીત પહેલા ઈસ્લામાબાદની સેરેના હોટલને સંપૂર્ણપણે ખાલી કરાવી દેવામાં આવી છે. આ હોટલ આ મહિનાની શરૂઆતમાં પ્રથમ તબક્કાની વાતચીતનું પણ સ્થળ રહી હતી.

પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિદેશી પ્રતિનિધિમંડળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ગૃહમંત્રી મોહસિન નકવીએ જણાવ્યું છે કે પ્રતિનિધિમંડળ માટે ફૂલપ્રૂફ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

અહેવાલો અનુસાર, ઈસ્લામાબાદમાં હજારો વધારાના સુરક્ષા કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

06:12 PM20 એપ્રિલ 2026

  • કૉપી લિંક

લેબનોન પર ઈઝરાયલી હુમલામાં બે બાળકો સહિત માતાનું મોત

લેબનોનની બેકા ઘાટીમાં સોહમોર અને મશઘરા નગરોમાં ઈઝરાયલી હવાઈ હુમલાઓએ ભારે તબાહી મચાવી છે, જેમાં નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા. સોહમોરમાં વહેલી સવારે 3:30 વાગ્યે થયેલા હુમલામાં એક મહિલા અને તેના બે બાળકોના મોત થયા હતા. બાળકોના પિતા ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે.

06:11 PM20 એપ્રિલ 2026

  • કૉપી લિંક

રશિયા અને ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત

રશિયા અને ઈરાનના વિદેશ મંત્રીઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે. જેમાં બંને નેતાઓએ અમેરિકા-ઈરાન સીઝફાયર જાળવી રાખવા અને યુદ્ધ ખતમ કરવા માટે રાજદ્વારી પ્રયાસો ચાલુ રાખવા પર ભાર મૂક્યો હતો.

રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે વાતચીત દરમિયાન સીઝફાયર જાળવી રાખવાની જરૂરિયાત જણાવી અને કહ્યું કે સંઘર્ષનો ઉકેલ રાજદ્વારી માધ્યમો દ્વારા જ શક્ય છે.

સામે પક્ષે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ખાતરી આપી હતી કે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ પરથી રશિયન જહાજો અને કાર્ગોની અવરજવર કોઈપણ અવરોધ વગર ચાલુ રહેશે.

06:11 PM20 એપ્રિલ 2026

  • કૉપી લિંક

સીઝફાયર હોવા છતાં ઈઝરાયલનો દક્ષિણ લેબનોન પર હુમલો

લેબનોનમાં લાગુ 10 દિવસના સીઝફાયર છતાં ઇઝરાયલે દક્ષિણના વિસ્તારો પર હુમલા કર્યા છે. લેબનોનની નેશનલ ન્યૂઝ એજન્સી (NNA) મુજબ, છેલ્લા કેટલાક કલાકોમાં અનેક નગરોને નિશાન બનાવવામાં આવ્યા છે. કાકાઈયાત અલ-જિસ્ર નગરમાં લિતાની નદી પાસે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત ટાયર જિલ્લાના શમા નગરમાં બોમ્બમારો થયો હતો, જ્યારે મરજાયૂન વિસ્તારના તૈયબેહ નગરને પણ નિશાન બનાવ્યું હતું. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અલ-કુસૈર અને અલ-કંતારા નગરો વચ્ચેના વિસ્તારમાં ઇઝરાયલી હુમલા થયા હતા. જોકે, અત્યાર સુધી આ હુમલાઓમાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

06:11 PM20 એપ્રિલ 2026

  • કૉપી લિંક

જેડી વેન્સના પાકિસ્તાન પ્રવાસ અંગેની સ્થિતિ અસ્પષ્ટ

અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પાકિસ્તાન પ્રવાસને લઈને હજુ પણ અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ દાવો કર્યો હતો કે વેન્સ ઈસ્લામાબાદ જવા રવાના થઈ ચૂક્યા છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સ મુજબ તેઓ હજુ રવાના થયા નથી.

ન્યૂયોર્ક ટાઇમ્સ અને CNNએ અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે વેન્સ મંગળવારે પાકિસ્તાન જવા રવાના થઈ શકે છે. અધિકારીઓએ નામ જાહેર ન કરવાની શરતે આ માહિતી આપી છે. જો આ પ્રવાસ યોજાશે, તો ઈરાન સાથેની સંભવિત વાટાઘાટો માટે તેમનો આ બીજો પાકિસ્તાન પ્રવાસ હશે.