V70 અને V70 Elite પ્રીમિયમ લુક, 19 ફેબ્રુઆરીએ લોન્ચ થશે 'Elite' પાવર, જાણો કિંમત અને ફીચર્સ
જો તમે નવો અને પ્રીમિયમ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો Vivo તમારા માટે કંઈક ખાસ લાવી રહ્યું છે. Vivo તેની લોકપ્રિય V-સિરીઝમાં મોટું અપગ્રેડ કરતા 19 ફેબ્રુઆરી, 2026 ના રોજ બપોરે 12 વાગ્યે ભારતમાં Vivo V70 અને Vivo V70 Elite લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ વખતે કંપનીએ પહેલીવાર ‘Elite’ મોડેલ રજૂ કર્યું છે, જે હાર્ડવેર અને પર્ફોર્મન્સની દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી પાવરફુલ મોડેલ હોવાનું મનાય છે.
લીક થયેલી કિંમતો (Expected Prices)
લોન્ચિંગ પહેલા જ આ સિરીઝની કિંમતો સોશિયલ મીડિયા પર લીક થઈ ગઈ છે, જે મુજબ Vivo હવે પ્રીમિયમ સેગમેન્ટમાં સીધી ટક્કર આપશે.
Vivo V70: તેના બેઝ વેરિઅન્ટ (8GB/256GB) માટે અંદાજે ₹45,999 થી શરૂ થઈ શકે છે.
Vivo V70 Elite: આ હાઈ-એન્ડ મોડેલની કિંમત ₹51,999 થી ₹59,999 ની વચ્ચે રહેવાની શક્યતા છે.
ડિસ્પ્લે અને ‘ગોલ્ડન ગ્રિપ’ ડિઝાઇન
Vivo V70 સિરીઝમાં 16.74 સેમીની 1.5K અલ્ટ્રા ક્લિયર OLED પેનલ આપવામાં આવી છે. આ ફોનની ખાસિયત તેના સેગમેન્ટમાં સૌથી પાતળા બેઝલ્સ (માત્ર 0.125 સેમી) છે, જે તેને પ્રીમિયમ લુક આપે છે. 5000 nits ની પીક બ્રાઈટનેસ અને 120Hz રિફ્રેશ રેટ સાથે, યુઝર્સને તેજ સૂર્યપ્રકાશમાં પણ શાનદાર વિઝ્યુઅલ એક્સપિરિયન્સ મળશે. તેની એલ્યુમિનિયમ એલોય ફ્રેમ તેને મજબૂતીની સાથે લક્ઝરી ફિલ આપે છે.
ZEISS કેમેરા અને વ્યાવસાયિક ફોટોગ્રાફી
ફોટોગ્રાફીના શોખીનો માટે Vivo એ ફરી એકવાર ZEISS સાથે હાથ મિલાવ્યા છે.
V70 Elite: આમાં 50MP ZEISS નાઇટ ટેલિફોટો કેમેરા છે, જે 3x ઓપ્ટિકલ અને 100x ડિજિટલ ઝૂમને સપોર્ટ કરે છે.
મેઈન કેમેરા: લો-લાઈટ ફોટોગ્રાફી માટે 50MP OIS કેમેરા આપવામાં આવ્યો છે.
સેલ્ફી: ગ્રુપ ફોટા માટે ફ્રન્ટમાં 50MP ZEISS અલ્ટ્રા-વાઇડ કેમેરા છે, જે મોટી ફ્રેમ કવર કરવામાં મદદ કરે છે.
પર્ફોર્મન્સ અને બેટરી લાઈફ
Vivo એ પહેલીવાર V-સિરીઝમાં ફ્લેગશિપ પ્રોસેસરનો ઉપયોગ કર્યો છે. Elite મોડેલમાં સ્નેપડ્રેગન 8s Gen 3 ચિપસેટ છે, જ્યારે સ્ટાન્ડર્ડ V70 માં સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર છે. આ સાથે LPDDR5X RAM અને UFS 4.1 સ્ટોરેજ ગેમિંગ અને મલ્ટીટાસ્કિંગને અત્યંત ઝડપી બનાવે છે.
બેટરીની વાત કરીએ તો, તેમાં 6500 mAh ની વિશાળ બ્લુવોલ્ટ બેટરી છે, જે 40 કલાક સુધીનો વિડિયો પ્લેબેક આપી શકે છે. તેને ચાર્જ કરવા માટે 90W ફ્લેશચાર્જ ટેકનોલોજી અને ગેમર્સ માટે ‘બાયપાસ ચાર્જિંગ’ ની સુવિધા છે, જેથી ગેમિંગ વખતે ફોન ગરમ ન થાય. આ ઉપરાંત, ફોન IP68 અને IP69 રેટિંગ સાથે આવે છે, જે તેને ધૂળ અને પાણી સામે રક્ષણ આપે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

