Vadodara News : ભાજપના સાંસદ હેમાંગ જોશીની અત્યંત આક્રમક ભાષા, અધિકારીઓ ગાળો આપ્યા વગર કામ કરતા નથી
વડોદરામાં ભાજપના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી. લોકોની રજૂઆતો સાંભળવામાં આવતી નથી તેવી રજૂઆત કરી હતી. ત્યારે ભાજપના આ ધારાસભ્યો કરતાં સાંસદ હેમાંગ જોશીનો મત કંઈક જુદો જ હતો. તેમણે એ સમયે કહ્યું હતું કે, અધિકારીઓ લોકોનું કામ કરે જ છે. હવે આ સાંસદે મનપાના અધિકારીઓ સામે આક્રમક ભાષામાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, અધિકારીઓ ગાળો આપ્યા વિના કામ કરતાં નથી.
અધિકારીઓ સામે આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો
વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું એક નિવેદન સામે આવ્યું છે. આ નિવેદનમાં તેમણે મનપાના અધિકારીઓ સામે આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો છે. અધિકારીઓ ગાળો આપ્યા વિના કામ કરતાં નથી. ભાજપના કાર્યકરો ગાળો બોલીને લોકોના કામ કરાવે છે. અધિકારીઓ સાથે ગાળો બોલીને કામ કરાવે છે. વડોદરામાં યોજાયેલા પેવર બ્લોક કાર્યક્રમમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. અગાઉ અધિકારીઓને લઈને વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો ત્યારે સાંસદે કંઈ જુદો જ સુર વહેતો કર્યો હતો. હવે જાહેરમાં તેઓ ધારાસભ્યોના સમર્થનમાં હોય તે રીતે નિવેદન આપતાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું હેમાંગ જોશીના નિવેદન પ્રમાણે અનેક સવાલો ઉભા થયા છે કે, વડોદરામાં શું ભાજપના કાર્યકરો ગાળો બોલીને લોકોના કામ કરાવી રહ્યાં છે?
અગાઉ કહ્યું હતું કે, અધિકારીઓ લોકોના કામ કરે જ છે
અગાઉ જ્યારે ભાજપના પાંચ ધારાસભ્યોએ અધિકારીઓ કામ નથી કરતા તેની મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. એ દરમિયાન સાંસદ હેમાંગ જોશીએ કંઈક જુદો જ સુર વહેતો કર્યો હતો. તેમણે એ સમયે કહ્યું હતું કે, જનતાના કામ થાય જ છે. ધારાસભ્યોએ શું રજૂઆત કરી છે તે મને ખ્યાલ નથી. તમામ લોકો એકબીજાને સહયોગ કરે છે. મારી ઓફિસ જ કલેક્ટર કચેરીના સંકુલમાં છે.અમારે ત્યાં બધી જ યોજનાઓના કેમ્પ ચાલે છે. કલેક્ટર સહિત તમામ અધિકારીઓ અમારા સંકલનમાં રહે છે. અમને હજુ કોઈ કડવો અનુભવ થયો નથી. ધારાસભ્યોએ મુખ્યમંત્રીને જે પત્ર લખ્યો છે આ પત્ર મને મળશે તો તેની તપાસ કરીશ.
આ પણ વાંચોઃ Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, ‘સંદેશ ન્યૂઝ’નો અહેવાલ સાચો ઠર્યો
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

