Vaibhav Sooryavanshi; IND Vs ZIM 2nd T20I LIVE Score Updates; Shreyas Iyer Abhishek Sharma
- Gujarati News
- Sports
- Cricket
- Vaibhav Sooryavanshi; IND Vs ZIM 2nd T20I LIVE Score Updates; Shreyas Iyer Abhishek Sharma | Sikandar Raza
સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે હરારેમાં રમાશે. મેચ સાંજે 4:30 વાગ્યે શરૂ થશે. જ્યારે તેનો ટૉસ સાંજે 4:00 વાગ્યે થશે. ઈન્ડિયન ટીમ સિરીઝમાં 1-0થી આગળ છે અને આજની મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવા ઇચ્છશે.
ભારત પાસે ઝિમ્બાબ્વે સામે સતત ત્રીજી T20 સિરીઝ જીતવાની તક છે. પહેલી મેચમાં ઓપનર વૈભવ સૂર્યવંશીએ ફિફ્ટી ફટકારી હતી અને ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું હતું.

ભારત સામે ઝિમ્બાબ્વે માત્ર 3 મેચ જીત્યું
T20 ઈન્ટરનેશનલમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધી 15 મુકાબલા રમાયા છે. જેમાં ભારતીય ટીમે 12 મેચ જીતી છે, જ્યારે ઝિમ્બાબ્વેને 3 મુકાબલામાં જીત મળી છે.

ઈશાન કિશન પર રહેશે નજર
2026માં ભારતીય ટીમ તરફથી ઈશાન કિશને બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 21 મેચમાં 702 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 180.46 રહ્યો છે અને તે એક સદી પણ ફટકારી ચૂક્યો છે. તેનો બેસ્ટ સ્કોર 103 રન છે.
બોલિંગમાં શિવમ દુબે ટીમ સ્ક્વોડમાં સામેલ સૌથી સફળ બોલર છે. તેણે 2026માં 22 મેચમાં 14 વિકેટ લીધી છે. જોકે તેની ઇકોનોમી 11.14 છે.

બેનેટ અને મુઝરબાની ઝિમ્બાબ્વેના મહત્વના ખેલાડી
ઝિમ્બાબ્વે તરફથી બ્રાયન બેનેટ આ વર્ષે ટીમનો ટૉપ બેટર રહ્યો છે. તેણે 10 મેચોમાં 394 રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઈક રેટ 135.86 રહ્યો છે અને તે 97* રનની ઇનિંગ રમી ચૂક્યો છે.
બોલિંગમાં બ્લેસિંગ મુઝરબાનીએ સૌથી વધુ પ્રભાવિત કર્યા છે. તેણે 10 મેચમાં 19 વિકેટ લીધી છે. તેણે પહેલી મેચમાં 2 વિકેટ લીધી હતી. ભારતીય બેટર્સે મુઝરબાનીની બોલિંગથી સાવધ રહેવું પડશે.

પીચ રિપોર્ટ અને વેધર રિપોર્ટ
હરારે સ્પોર્ટ્સ ક્લબની પીચ પર બેટર્સને સામાન્ય રીતે મદદ મળે છે. જોકે, નવા બોલથી ફાસ્ટ બોલરોને શરૂઆતી ઓવરોમાં થોડો સ્વિંગ અને સીમ મળી શકે છે. એવામાં ટૉસ જીતનારી ટીમ આજની મેચમાં પણ પહેલા બોલિંગ લઈ શકે છે. ભારતીય ટીમે ગુરુવારે પહેલી મેચમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરતા મેચ પોતાના નામે કરી હતી.
શનિવારે હરારેમાં હવામાન સાફ રહેવાનું અનુમાન છે અને વરસાદની કોઈ શક્યતા નથી. આજે અહીં 7 થી 23 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન રહી શકે છે.
બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11
ભારત (IND): અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને અશોક શર્મા.
ઝિમ્બાબ્વે (ZIM): બ્રાયન બેનેટ, તાદિવાનાશે મારુમાની (વિકેટકીપર), બેન કરન, ડીઓન માયર્સ, સિકંદર રઝા (કેપ્ટન), રયાન બર્લ, વેસ્લી મધેવેરે, બ્રેડ ઇવાન્સ, ન્યુમેન ન્યામહુરી, રિચર્ડ નગારાવા અને બ્લેસિંગ મુઝરબાની.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


