Valsad News: નાના પોંઢામાં યોજાયેલા ભાજપના રોડ શોમાં આદિવાસી સમાજની જંગી જનમેદની ઉમટી

Last Updated: January 18, 2026By

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ લોકો વચ્ચે જવા માટે સક્રિય થઈ ગયો છે. વલસાડના નાનાપોંઢા ખાતે આદિવાસી સંમેલન યોજીને ભાજપના દિગ્ગજ નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. અંબાજીથી લઈને ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં રહેલી 27 વિધાનસભા બેઠકો કબજે કરવા ભાજપે કમર કસી છે. નાના પોંઢામાં આજે આદિવાસી સંમેલન પહેલા યોજાયેલા રોડ શોમાં આદિવાસી સમાજની જંગી જનમેદની ઉમટી પડી હતી.

 

આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

આ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલ અને ભાજપના સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. નાના પોંઢા ખાતે યોજાયેલા ભાજપના આદિવાસી સંમેલનમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ. આદિજાતિ મંત્રી નરેશ પટેલ. આદિવાસી મોરચાના અધ્યક્ષ ગણપત વસાવા જેવા દિગજ નેતાઓએ સભાને સંબોધી હતી. ભાજપ આદિવાસીઓ માટે શું કામ કરે છે અને હવે શું કામ કરશે તેની વિગતો આપી હતી. ભાજપના નેતાઓએ વિપક્ષને ઠગ તરીકે ગણાવીને લોકોને સાવચેત રહેવાના વાક પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચોઃ Valsad News : ગુજરાતમાં વિસાવદર વાળી નહીં મહારાષ્ટ્ર અને દિલ્હી વાળી થશે, વિપક્ષના સૂપડા સાફ થવાના છે