Valsad News : મંત્રી નરેશ પટેલનું નિવેદન: ભાજપમાં કંઈ એમ જ નથી અવાતું, કૂવામાં હોય તો હવાડામાં આવે

Last Updated: January 18, 2026By

વલસાડના નાનાપોંઢા ખાતે યોજાયેલા આદિવાસી સંમેલનમાં હાજર રહેલા રાજય સરકારના મંત્રી નરેશ પટેલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ભાજપમાં કંઈ એમ જ નથી અવાતુ. લોકોના મસીહા એમ નથી બનાતુ, કૂવામાં હોય તો હવાડામાં આવે અને એ કૂવો ભાજપ પાસે છે. જેથી ઠગ લોકોથી ચેતી જજો. જે લોકો ખોટા વાયદાઓ કરે છે તેમનાથી ચેતી જજો.

નામ લીધા વિના વિપક્ષના નેતાઓ પર પ્રહાર કર્યા

વલસાડમાં યોજાયેલા આદિવાસી સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રી નરેશ પટેલે કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને સંબોધીને નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જીતુભાઈને પૂછો એમજ ભાજપમાં નથી આવ્યા અને અવાતુ પણ નથી. એ લોકો તો અત્યારે ચૂંટાયા છે. એ લોકોને શું ખબર પડે કે આવતી વખતે આવે કે નહીં આવે એ એક સવાલ છે. તેમણે નામ લીધા વિના વિપક્ષના નેતાઓ પર પ્રહાર કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, એમને એમ મસીહા પણ નથી બનાતુ. કૂવામાં હોય તો હવાડામાં આવે આ કૂવો ભાજપ પાસે છે.નાગરીકો આવા ઠગ લોકોથી ચેતી જજો.જેની પાસે કશું છે જ નહીં તેઓ ખોટા વાયદાઓ કરે છે. પવન જોઈને સૂપડું મુકવુ જોઈએ.

આ પણ વાંચોઃ Junagadh: ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાના કેસમાં મોટો ઘટસ્ફોટ, સબીર મીરે ‘આપ’ નેતા પિયુષ પરમાર પર લગાવ્યા ગંભીર આક્ષેપ