Varun Sanyal Disqualified From Asian Games After Fainting In Sauna Bath

Last Updated: September 20, 2026By

36 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ભારતીય મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ખેલાડી વરુણ સાન્યાલ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે. તેમને 77 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલ પહેલાં તબીબી રીતે અનફિટ જાહેર કરવામાં આવ્યા હતા.

મુકાબલા માટે વજન ઘટાડતી વખતે સૌના બાથ લેતાં તેમની તબિયત બગડી ગઈ અને તેઓ બેભાન થઈ ગયા. એક નેપાળી ખેલાડીએ તેમને જોયા અને મેડિકલ ટીમ સુધી પહોંચાડવામાં મદદ કરી. વરુણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્થિક સલાહકાર સંજીવ સાન્યાલના પુત્ર છે.

વરુણ સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા

ઘટનાની જાણકારી મળ્યા બાદ MMA ઇન્ડિયાના અધ્યક્ષ નિખિલ કુંદરે અને ભારતીય અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા. ડોક્ટરોએ વરુણની તપાસ કરી અને તેમને અનફિટ જાહેર કર્યા.

આ કારણે તેઓ 77 કિલો વજન વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ભાગ લઈ શક્યા નહીં. તેમની ક્વાર્ટર ફાઇનલ બહેરીનના મુખમ્મદ નબીયેવ સામે થવાની હતી. વરુણને પ્રિલિમિનરી રાઉન્ડમાં બાય મળ્યો હતો, તેથી તેઓ સીધા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વરુણ સાન્યાલ. વરુણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વરુણ સાન્યાલ. વરુણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

પિતા સંજીવ સાન્યાલ, માતા સ્મિતા અને ભાઈ ધ્રુવ સાથે વરુણ (સૌથી જમણે).

પિતા સંજીવ સાન્યાલ, માતા સ્મિતા અને ભાઈ ધ્રુવ સાથે વરુણ (સૌથી જમણે).

જાપાન સુધીની લાંબી મુસાફરી, રૂમ મળવામાં પણ 10 કલાક લાગ્યા

27 વર્ષીય વરુણ લંડનથી મુંબઈ અને ત્યારબાદ સિંગાપોર થઈને જાપાન પહોંચ્યા હતા. નાગોયા પહોંચ્યા બાદ એક્રેડિટેશન સંબંધિત તકનીકી સમસ્યાને કારણે તેમને ગેમ્સ વિલેજમાં રૂમ મળવામાં 10 કલાકથી વધુ સમય લાગી ગયો.

રૂમ મળ્યા બાદ પણ તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તેમને જે રૂમમાં રાખવામાં આવ્યા હતા, તેના પર અન્ય બે ભારતીય ખેલાડીઓએ પણ પોતાનો દાવો કર્યો હતો. આ કારણે તેમને આરામ માટે મળતો સમય વધુ ઘટી ગયો.

પથારી સુધી પહોંચતા-પહોંચતા સંપૂર્ણપણે થાકી ગયા હતા

વરુણે મીડિયાને કહ્યું, ‘જ્યારે હું આખરે મારા રૂમમાં પહોંચ્યો અને પથારી પર પડ્યો, ત્યારે મારું શરીર સંપૂર્ણપણે થાકી ગયું હતું.’ ડોક્ટરોની મેડિકલ ક્લિયરન્સ ન મળવાને કારણે વરુણ 77 કિગ્રા વર્ગની ક્વાર્ટરફાઇનલમાં ઉતરી શક્યા નહીં. આ રીતે તેમનું એશિયન ગેમ્સ અભિયાન મુકાબલો રમ્યા વિના જ સમાપ્ત થઈ ગયું.

—————————-

આ સમાચાર પણ વાંચો:

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની ફાઇનલમાં:બાંગ્લાદેશને 114 રનથી હરાવ્યું, શેફાલીની અણનમ સદી, દીપ્તિ-નંદિનીને 3-3 વિકેટ

ભારતે એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ સેમિફાઇનલમાં બાંગ્લાદેશને 114 રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. એશિયન ગેમ્સની મહિલા ક્રિકેટ સેમિફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 196 રનનો ટાર્ગેટ આપ્યો. ટીમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 195 રન બનાવી લીધા હતા.

જવાબમાં બાંગ્લાદેશની ટીમ 15.4 ઓવરમાં 81 રને ઓલઆઉટ થઈ ગઈ. 22 સપ્ટેમ્બરે ફાઇનલમાં ભારતનો સામનો શ્રીલંકા સાથે થશે. ભારત માટે શેફાલી વર્માએ 49 બોલમાં અણનમ 100 રન બનાવ્યા. તેણે 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. શેફાલીએ હરમનપ્રીત કૌર સાથે ત્રીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી કરી. વાંચો સંપૂર્ણ સમાચાર…