Venezuela Crisis: 'નિકોલસ માદુરો બાદ હવે તમારો વારો', હવે વ્હાઇટ હાઉસે આ નેતાને આપી છે ધમકી, જાણો કોના પર છે નિશાન?

Last Updated: January 11, 2026By

અમેરિકાએ કહ્યુ છે કે, જો વચગાળાના નેતૃત્ત્વ સાથે મળીને ડોનાલ્ડ ટ્રમ્પની શરતો નહી માનવામાં આવે તો પરિસ્થિતિ વધુ ખરાબ થશે.

દિયોસદાદો કૈબેલોને સીધી ચેતવણી

વેનેઝુએલામાં નિકોલસ માદુરોની ધરપકડ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનું આગામી ટાર્ગેટ નક્કી કરી લીધુ છે. આ વખતે અમેરિકાની રડાર પર છે વેનેઝુએલાના શક્તિશાળી ગૃહમંત્રી દિયોસદાદો કૈબેલો. અમેરિકાએ દિયોસદાદો કૈબેલોને સીધી ચેતવણી અને ધમકી આપી છે. અમેરિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, જો દિયોસદાદો કૈબેલો વચગાળાના રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ સાથે મળીને જો અમેરિકાની શરતોનું પાલન ન કર્યુ તો તેના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

અમેરિકાને છે શેની ચિંતા ?

અમેરિકી અધિકારીઓએ વચેટિયાઓ દ્વારા દિયોસદાદો કૈબેલો સુધી આ વાત પહોંચાડી છે. દિયોસદાદો કૈબેલો નિકોલસ માદુરોના સૌથી વિશ્વસનીય વ્યક્તિઓમાં ગણવામાં આવે છે. અમેરિકાને ચિંતા છે કે, દિયોસદાદો કૈબેલો, રોડ્રિગેઝ સાથે મળીને તેમની જુની પ્રતિદ્વંદ્વિતા હેઠળ સત્તા પરિવર્તનની પ્રક્રિયાને નુકસાન પહોંચાડી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં માદુરોના કેટલાક વફાદારોને અસ્થાયી શાસક તરીકે ઉપયોગ કરવા ઇચ્છે છે. જેના કારણે દેશમાં અરાજકતા ન ફેલાય.

રક્ષામંત્રી વ્લાદિમીર પાદ્રીનો પર આરોપ

દિયોસદાદો કૈબેલો સિવાય અમેરિકાની નજર વેનેઝુએલાના રક્ષામંત્રી વ્લાદિમીર પાદ્રીનો પર પણ છે. પાદ્રીનો પર પણ અમેરિકામાં ડ્રગ તસ્કરીના આરોપ છે. તેમના પર મલ્ટી-મિલિયન ડોલરનુ ઇનામ છે. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે, પાદ્રીનો સેના પર પકડના કારણે સત્તા સંક્રમણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અમેરિકાની રણનીતિમાં જેલ્સી રોડ્રિગેઝની ઉપસ્થિત મહત્ત્વની માનવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ  કેમ સળગી રહ્યું છે Nepal વારંવાર હિન્દુ-મુસ્લિમ સંઘર્ષની આગમાં, જાણો શું છે મામલો?