Venezuela Crisis: નિકોલસ માદુરો મામલે રશિયા-અમેરિકા વચ્ચે થઇ હતી સીક્રેટ ડીલ, વેનેઝુએલાના બદલે પુતિનને મળશે આ દેશ
આ સીક્રેટ ડીલના તાર વેનેઝુએલા અને યૂક્રેન સાથે જોડાયેલા છે. રશિયા ઇચ્છતુ હતુ કે, જો તે વેનેઝુએલા સાથે સંબંધ ઓછા કરે તો તેને યૂક્રેનમાં ખુલી છૂટ અપાય.
માદુરો છેલ્લા પાંચ દિવસથી અમેરિકાની કેદમાં
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો છેલ્લા પાંચ દિવસથી અમેરિકાની કેદમાં છે. અમેરિકાની સેનાએ પોતાની કાર્યવાહી દરમિયાન માદુરોને વેનેઝુએલાથી ઉઠાવાથી ન્યૂયોર્કમાં કેદ કર્યા હતા. દુનિયાના મોટાભાગના દેશોએ આ પગલાની ટીકા કરી છે. પરંતુ આશ્ચર્યની વાત એ રહી કે, માદુરોના સૌથી વિશ્વસનીય સાથી ગણાતા રશિયાએ માત્ર નિવેદન આપીને શાંતિથી બેસી ગયુ હતુ. આ મૌન માટે જૂની સીક્રેટ ડીલ ફરી ચર્ચામાં આવી છે.
શું છે રશિયાની ઇચ્છા ?
વર્ષ 2019માં ડોનાલ્ડ ટ્રમ્પની રશિયા મામલોમાં સલાહકાર રહેલી ફિયોના હિલે ખુલાસો કર્યો છે કે, રશિયા, વેનેઝુએલા છોડવાના બદલામાં યૂક્રેનને પોતાના તરીકે સંભાળવા માટે સ્વતંત્ર ઇચ્છે છે. એ સમયે આ વાત જાહેર થઇ ન હતી. પરંતુ હવે નિકોલસ માદુરોની ધરપકડ બાદ ફરી જૂની સીક્રેટ ડીલ સામે આવી છે. અને ચર્ચાએ જોર પકડ્યુ છે. શનિવાર 3 જાન્યુઆરી 2026ના રોજ અમેરિકાની સેનાએ વેનેઝુએલામાં વીજળીની જેમ કાર્યવાહી કરી હતી. અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી હતી. આ ઓપરેશનમાં ખાસ વાત એ રહી કે ન કોઇ વિરોધ થયો અને ન કોઇ રશિયાએ આપેલી સુરક્ષા કામ આવી.
રશિયાએ શું આપી પ્રતિક્રિયા ?
રશિયાએ ભલે અમેરિકાની કાર્યવાહીને ગેરકાયદે ગણાવી હોય પરંતુ તેના નિવેદનો સીમિત રહ્યા છે. ભૂતપૂર્વ રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે કહ્યુ હતુ કે, ટ્રમ્પની કાર્યવાહી ખોટી હોઇ શકે છે પણ આ અમેરિકાના રાષ્ટ્રીય હિતોના હિસાબથી સમજવુ જોઇએ. રશિયાના વિચારક એલેક્ઝેન્ડર દુગિને કહ્યુ હતુ કે, હવે આંતરરાષ્ટ્રીય કાયદાના નામની કોઇ વસ્તુ નથી બચી. હવે માત્ર તાકાતનો કાયદો ચાલે છે.
આ પણ વાંચોઃ Pakistanની સરકાર ચલાવવા માટે Asim Munir શોધી રહ્યા છે નવો શખ્સ, જાણો કોનું કપાશે પત્તુ?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

