Venezuela Crisis: બ્રિટન, ફ્રાન્સથી લઈને બાંગ્લાદેશ સુધી 24 કલાકમાં ત્રણ વિશ્વસનીય સાથીઓએ અમેરિકાને ભણાવ્યો પાઠ, જાણો શું છે મામલો?
માત્ર 24 કલાકમાં તેના ત્રણ નજીકના સાથીઓ, બ્રિટન, ફ્રાન્સ અને બાંગ્લાદેશે વિવિધ માર્ગ અપનાવતા દેખાયા છે.
અમેરિકાની અસ્વસ્થતાનું કારણ શું ?
વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ, અમેરિકા વૈશ્વિક ટીકાનો સામનો કરી રહ્યું છે. દરમિયાન, તેના પોતાના ત્રણ વિશ્વસનીય સાથીઓએ અલગ રસ્તો અપનાવ્યો છે. જેના કારણે અમેરિકા અસ્વસ્થ છે. છેલ્લા 24 કલાકમાં, બ્રિટન, ફ્રાન્સ અને બાંગ્લાદેશ વિવિધ મુદ્દાઓ પર અમેરિકાની સ્થાપિત લાઇનથી ભટકી ગયા છે. કેટલાક કિસ્સાઓમાં, પેલેસ્ટાઇન અને ગ્રીનલેન્ડ અંગે અમેરિકાને પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
બ્રિટને અમેરિકાને આપ્યો ફટકો
પેલેસ્ટાઇન મુદ્દા પર બ્રિટને અમેરિકાને પહેલો ફટકો આપ્યો હતો. લંડનમાં પેલેસ્ટિનિયન દૂતાવાસનું ઉદ્ઘાટન કરાયુ હતું. જેને પેલેસ્ટિનિયન રાજદૂતે ઐતિહાસિક ક્ષણ ગણાવી હતી. આ પગલું એવા સમયે આવ્યું છે. જ્યારે ગાઝામાં ઇઝરાયલ-હમાસ યુદ્ધ અંગે અમેરિકા અને તેના સાથી દેશો વચ્ચે પહેલાથી જ મતભેદો છે. બીજો ફટકો ગ્રીનલેન્ડ અંગે આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂક્યા છે કે રાષ્ટ્રીય સુરક્ષા કારણોસર અમેરિકાને ગ્રીનલેન્ડની જરૂર છે. જોકે, બ્રિટિશ પીએમ કીર સ્ટાર્મરે કહ્યું હતું કે, ગ્રીનલેન્ડનું ભવિષ્ય ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક જ નક્કી કરશે.
વૈશ્વિક વ્યવસ્થાના પાયા હચમચી જશેઃ ફ્રાન્સ
ન્યૂયોર્કમાં યુએન સુરક્ષા પરિષદની કટોકટીની બેઠકમાં, ફ્રાન્સે રશિયા સાથે મળીને માદુરોની ધરપકડની ટીકા કરી હતી. જોકે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શરૂઆતમાં માદુરોની ધરપકડ અંગે સકારાત્મક નિવેદન આપ્યું હતું, પરંતુ તેમણે 24 કલાકમાં યુ-ટર્ન લીધો હતો. મેક્રોને કહ્યું હતું કે તેઓ યુએસ લશ્કરી કાર્યવાહીને સમર્થન આપતા નથી કે તેને વાજબી ઠેરવતા નથી. યુએનમાં ફ્રેન્ચ રાજદૂતે ચેતવણી આપી હતી કે જો સુરક્ષા પરિષદના કાયમી સભ્યો આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરે છે, તો વૈશ્વિક વ્યવસ્થાના પાયા હચમચી જશે.
બાંગ્લાદેશે અમેરિકાને કર્યુ બહાર
ત્રીજો ફટકો દક્ષિણ એશિયામાંથી આવ્યો. બાંગ્લાદેશે તેની સામાન્ય ચૂંટણીઓનું નિરીક્ષણ કરવા માટે 26 દેશોને આમંત્રણ આપ્યું હતું, પરંતુ અમેરિકા આ યાદીમાં નથી. ફ્રાન્સ અને ભારત જેવા દેશોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ સાર્ક, કોમનવેલ્થ અને OIC જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બાંગ્લાદેશની ચૂંટણી 12 ફેબ્રુઆરીએ યોજાશે. વિદેશી નિરીક્ષકોને ફાઇવ સ્ટાર હોટલોમાં રાખવામાં આવશે અને તેમને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડવામાં આવશે, પરંતુ અમેરિકાને સમગ્ર પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

