Virat Kohli Breaks Sachins Record; Key Moments

Last Updated: January 14, 2026By

રાજકોટ19 મિનિટ પેહલા

  • કૉપી લિંક

ન્યૂઝીલેન્ડે ભારતને બીજી વન-ડેમાં 6 વિકેટે હરાવીને 3 મેચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી. રાજકોટમાં બુધવારે ભારતે 284 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે ડેરીલ મિચેલની સદીની મદદથી ટાર્ગેટ ચેઝ કરી લીધો.

વિરાટ કોહલીએ માત્ર 23 રન બનાવ્યા, પરંતુ તે ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ વન-ડે રન બનાવનાર ભારતીય બની ગયો. રોહિત શર્માએ એશિયામાં 7 હજાર વન-ડે રન પૂરા કર્યા. જ્યારે 15 વર્ષનો એક છોકરો રેલિંગ કૂદીને કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યો

IND Vs NZ બીજી વન-ડેના રેકોર્ડ્સ…

1. સચિનથી આગળ નીકળ્યો વિરાટ

વિરાટ કોહલીએ 23 રનની ઇનિંગ્સમાં પહેલો રન બનાવતા જ સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી દીધો. તે વન-ડેમાં ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બની ગયો. સચિને 1750 રન બનાવ્યા હતા. વિરાટના નામે હવે 1773 રન થઈ ગયા છે. ઓવરઓલ ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ 50 ઇનિંગ્સમાં 1971 રન બનાવીને ન્યૂઝીલેન્ડ સામે ટૉપ સ્કોરર છે.

2. રાહુલનો શ્રેષ્ઠ વન-ડે સ્કોર

કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામે 112 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે તેણે વન-ડે ક્રિકેટમાં પોતાના શ્રેષ્ઠ સ્કોરની બરાબરી પણ કરી લીધી હતી. આ પહેલા 2020માં તેણે ન્યૂઝીલેન્ડ સામે જ 112 રન બનાવ્યા હતા.

3. રાહુલનો અનોખો રેકોર્ડ

રાહુલે ભારતમાં પહેલીવાર ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સદી ફટકારી. તેણે 6 વર્ષ પહેલા ન્યૂઝીલેન્ડમાં પણ હોમ ટીમ સામે વન-ડે સદી ફટકારી હતી. રાહુલ ન્યૂઝીલેન્ડમાં અને ભારતમાં ન્યૂઝીલેન્ડ સામે વન-ડે સદી ફટકારનાર છઠ્ઠો ભારતીય બન્યો. તેની પહેલા રાહુલ દ્રવિડ, તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, કોહલી અને શ્રેયસ અય્યર જ આવું કરી શક્યા હતા.

4. રોહિતના એશિયામાં 7 હજાર રન પૂરા

ભારતના રોહિત શર્માએ 24 રનની ઇનિંગ્સ સાથે એશિયામાં પોતાના 7 હજાર વન-ડે રન પણ પૂરા કર્યા. તે આવું કરનાર સાતમો ખેલાડી બન્યો. તેની પહેલાં ભારત અને શ્રીલંકાના 3-3 ખેલાડીઓ જ આવું કરી શક્યા હતા.

5. ન્યૂઝીલેન્ડનો સૌથી મોટો રન ચેઝ

ન્યૂઝીલેન્ડે ભારતમાં પોતાનો સૌથી મોટો વન-ડે ટાર્ગેટ ચેઝ કર્યો. ટીમે આ પહેલા મુંબઈમાં ભારત સામે જ 284 રન પણ ચેઝ કર્યા હતા.

ટૉપ મોમેન્ટ્સ…

1. કોહલી વર્લ્ડ કપ ફાઇનલની જેમ આઉટ

વિરાટ કોહલી 29 બોલમાં 23 રન બનાવીને આઉટ થયો. તેને ક્રિશ્ચિયન ક્લાર્કે ગુડ લેન્થ પર ઇન સ્વિંગર ફેંક્યો. કોહલી થર્ડ મેન તરફ સિંગલ લેવા ગયો, પરંતુ એડ્જ વાગતા બોલ સ્ટમ્પ્સ સાથે અથડાઈ ગયો. કોહલી 2023ના વન-ડે વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે પણ આ જ રીતે આઉટ થયો હતો. ત્યારે તે ફિફ્ટી ફટકાર્યા બાદ પેવેલિયન પાછો ફર્યો હતો અને ભારત મેચ હારી ગયું હતું.

વિરાટ કોહલી 23 રન બનાવીને આઉટ થયો.

વિરાટ કોહલી 23 રન બનાવીને આઉટ થયો.

2. કેએલ રાહુલનું સેન્ચુરી પછી બેબી સેલિબ્રેશન

ટીમ ઈન્ડિયાનો વિકેટકીપર બેટર કેએલ રાહુલે ન્યૂઝીલેન્ડ સામે શાનદાર સેન્ચુરી ફટકારી. તેણે સિક્સ ફટકારીને પોતાની આઠમી ODI સદી પૂરી કરી. રાહુલે સદી ફટકાર્યા પછી પહેલા હેલ્મેટ કાઢ્યું, પછી હેલ્મેટ પર લાગેલા ભારતના ઝંડાને કિસ કરી અને છેલ્લે સીટી વગાડવાનો ઈશારો કર્યો. સીટી વગાડવાનો ઈશારો તેની દીકરી માટે હતો.

3. 15 વર્ષનો છોકરો કોહલીને મળવા મેદાનમાં ઘૂસ્યો

વિરાટ કોહલીને પોતાની નજીક જોઈને જામનગરનો 15 વર્ષીય ક્રેઝી ફેન પોતાની લાગણીઓને કાબૂમાં ન રાખી શક્યો અને સ્ટેડિયમની 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદીને પોતાના ફેવરિટ ક્રિકેટરને મળવા માટે ગ્રાઉન્ડ પર પહોંચી ગયો હતો. ગ્રાઉન્ડમાં વિરાટ કોહલી પાસે પહોંચીને તે તુરંત જ તેને ગળે ભેંટીને ભાવુક થઈ ગયો હતો. જોકે, આ ઘટના સ્ટેડિયમના સ્ટાફની નજરમાં આવતા તુરંત જ તે છોકરાને ગ્રાઉન્ડમાંથી દૂર લઈ ગયા હતા.

રાજકોટમાં સ્ટેડિયમમાં એક છોકરો કોહલીને મળવા મેદાનમાં ઘૂસી ગયો અને તેને ભેટી પડ્યો.

રાજકોટમાં સ્ટેડિયમમાં એક છોકરો કોહલીને મળવા મેદાનમાં ઘૂસી ગયો અને તેને ભેટી પડ્યો.

સિક્યોરિટી તેને પકડીને મેદાનની બહાર લઈ ગઈ.

સિક્યોરિટી તેને પકડીને મેદાનની બહાર લઈ ગઈ.

છોકરો જેવો મેદાનમાં ઘૂસ્યો, કે તરત જ સિક્યોરિટી ટીમ તેને પકડવા ગઈ હતી.

છોકરો જેવો મેદાનમાં ઘૂસ્યો, કે તરત જ સિક્યોરિટી ટીમ તેને પકડવા ગઈ હતી.

4. પ્રસિદ્ધે ડેરીલ મિચેલનો કેચ છોડ્યો

પ્રસિદ્ધ ક્રિષ્નાએ 36મી ઓવરમાં ડેરિલ મિચેલને લાઇફ લાઇન આપી. ઓવરના ચોથા બોલ પર કુલદીપ યાદવે ફુલર લેન્થ ગૂગલી ફેંકી. મિચેલે સ્લોગ સ્વીપ રમ્યો, પરંતુ બોલ હવામાં ગયો. પ્રસિદ્ધ લોંગ ઓન પરથી દોડતા આવ્યો, પરંતુ કેચ પકડી શક્યો નહીં. મિચેલ તે સમયે 82 રન પર હતો. આ પછી તેણે સદી ફટકારીને ટીમને જીત અપાવી.

પ્રસિદ્ધ ક્રિષ્નાએ ડેરીલ મિચેલનો કેચ છોડ્યો.

પ્રસિદ્ધ ક્રિષ્નાએ ડેરીલ મિચેલનો કેચ છોડ્યો.

————————

ક્રિકેટ સંબંધિત આ સમાચાર પણ વાંચો…

રાજકોટમાં ન્યૂઝીલેન્ડે ભારતને 7 વિકેટથી હરાવ્યું:બીજી વન-ડેમાં ડેરીલ મિચેલની સદી

ન્યૂઝીલેન્ડે વન-ડે સિરીઝની બીજી મેચમાં ભારતીય ટીમને 7 વિકેટથી હરાવી દીધી છે. કિવીઝે બુધવારે 285 રનનો ટાર્ગેટ 47.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ડેરીલ મિચેલે 117 બોલ પર 131* રનની ઇનિંગ રમી હતી. તેણે 11 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય, વિલ યંગે 87 રન બનાવ્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો…