Virat Kohli Rohit Sharma; ICC ODI Players Ranking 2026 List Update | વિરાટ કોહલી 5 વર્ષ પછી નંબર-1 વન-ડે બેટર બન્યો: રોહિત શર્મા ICC રેન્કિંગમાં ત્રીજા નંબર પર સરક્યો, ટૉપ-10માં 4 ભારતીય બેટર્સ

Last Updated: January 14, 2026By

સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા

  • કૉપી લિંક

વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની પહેલી મેચમાં 93 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વર્ષની શરૂઆતમાં જ વન-ડે રેન્કિંગમાં નંબર વન બેટર બની ગયા છે. આ દરમિયાન જે રોહિત શર્મા આ પહેલા પ્રથમ સ્થાને હતો, તે હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે.

વિરાટે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 93 રનની ઇનિંગ રમી હતી, જેનો સીધો ફાયદો તેને મળ્યો. વિરાટનું રેટિંગ હવે 785 થઈ ગયું છે. તે લાંબા સમય બાદ પ્રથમ ટોચના રેન્ક પર કબજો જમાવવામાં સફળ રહ્યા છે. તેને આ વખતે એક સ્થાનનો ફાયદો થયો છે. આ પહેલા તે બીજા સ્થાને હતો.

37 વર્ષીય વિરાટ જુલાઈ 2021 પછી પ્રથમ વખત ICC બેટિંગ રેન્કિંગમાં નંબર-1 પર પાછો ફર્યો છે. તેણે ઓક્ટોબર 2013માં પહેલીવાર ટોચનું રેન્કિંગ હાંસલ કર્યું હતું અને હવે તે 11મી વખત ટોચના સ્થાને પહોંચ્યો છે. વિરાટ કુલ મળીને 825 દિવસ સુધી નંબર-1 સ્થાન પર રહી ચૂક્યો છે. આવું કરનાર તે પ્રથમ ભારતીય બેટર અને દુનિયાનો 10મો ખેલાડી છે.

રોહિત ત્રીજા સ્થાને પહોંચ્યો આ દરમિયાન ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલને પણ એક સ્થાનનો ફાયદો મળ્યો છે. તે હવે 784ના રેટિંગ સાથે નંબર બે પર છે. એટલે કે પહેલા અને બીજા નંબરના બેટર વચ્ચે ફક્ત એક જ રેટિંગ પોઈન્ટનો તફાવત છે. આ પહેલા રોહિત શર્મા ટોચ પર હતો, પરંતુ હવે નીચે આવી ગયો છે. રોહિત શર્મા સીધા બે સ્થાનના નુકસાન સાથે ત્રીજા નંબર પર પહોંચી ગયો છે. રોહિત શર્માએ વર્ષની પહેલી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમી હતી. જેમાં તેના બેટમાંથી 29 બોલમાં 26 રનની ઇનિંગ્સ આવી હતી. રોહિત શર્માનું રેટિંગ હવે 775નું થઈ ગયું છે. જે પહેલા અને બીજા નંબરના બેટર કરતાં ઘણું નીચે છે.

રોહિત શર્મા પહેલાથી ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.

રોહિત શર્મા પહેલાથી ત્રીજા નંબર પર પહોંચી ગયો છે.

મોહમ્મદ સિરાજને બોલિંગમાં ફાયદો બોલિંગ રેન્કિંગમાં ભારતનો મોહમ્મદ સિરાજે કમાલ કર્યો અને 5 સ્થાનની છલાંગ લગાવીને 15મા સ્થાને પહોંચી ગયો છે. તેની સાથે આ સ્થાને બાંગ્લાદેશના મેહદી હસન મિરાજ પણ હાજર છે. જ્યારે, અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર રાશિદ ખાન ટોપ બોલર છે.