Virat Kohli Rohit Sharma; IND Vs NZ 1st ODI LIVE Score Update Kotambi Stadium Vadodara Shubman Gill Ravindra Jadeja | Michael Bracewell | વડોદરામાં આજે રોહિત-કોહલી પર નજર રહેશે: ગિલની ઘરઆંગણે કેપ્ટન તરીકે પહેલી વન-ડે સિરીઝ; ભારતમાં કિવી ટીમ ક્યારેય જીતી નથી; રોહિત ગેલનો રેકોર્ડ તોડી શકે
- Gujarati News
- Sports
- Cricket
- Virat Kohli Rohit Sharma; IND Vs NZ 1st ODI LIVE Score Update Kotambi Stadium Vadodara Shubman Gill Ravindra Jadeja | Michael Bracewell
સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રણ મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં રમાશે. મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે અને ટૉસ 1:00 વાગ્યે થશે.
ઈન્ડિયન ટીમ નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ચાહકોની સૌથી વધુ નજર રોહિત શર્મા અને વિરાટ કોહલીના પ્રદર્શન પર ટકેલી હશે. બંને ગયા વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનારા બેટર છે.
ભારતીય ધરતી પર ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 7 વન-ડે સિરીઝ રમાઈ ચૂકી છે. આમાં ટીમ ઈન્ડિયાનો દબદબો સ્પષ્ટ દેખાય છે, જ્યાં ભારતે તમામ 7 સિરીઝ જીતી છે. ન્યૂઝીલેન્ડની ટીમ અત્યાર સુધી ભારતીય જમીન પર એક પણ વન-ડે સિરીઝ જીતવામાં સફળ રહી નથી.
હેડ ટુ હેડ રેકોર્ડમાં ટીમ ઈન્ડિયા આગળ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડેમાં અત્યાર સુધી કુલ 120 મુકાબલા રમાયા છે. રેકોર્ડમાં ભારતીય ટીમ આગળ છે, ટીમે 62 મેચ જીતી છે. બીજી તરફ, ન્યૂઝીલેન્ડે 50 મેચમાં જીત મેળવી છે. આ સિવાય 7 મેચોનું કોઈ પરિણામ આવી શક્યું નથી, જ્યારે એક મેચ ટાઈ રહી છે.
ભારતીય ધરતી પર બંને ટીમ 40 વાર સામસામે આવી છે. જેમાં ટીમ ઈન્ડિયાએ 31 અને ન્યૂઝીલેન્ડે માત્ર 8 મેચ જીતી છે. જ્યારે એક મેચનું પરિણામ આવી શક્યું નથી.

ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે રોહિત
પહેલી વન-ડેમાં રોહિત ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે. રોહિત જો પ્રથમ વન-ડેમાં બે છગ્ગા ફટકારવામાં સફળ રહ્યો તો તે ઓપનર તરીકે વન-ડેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની જશે. હાલમાં આ રેકોર્ડ ગેલના નામે છે. ગેલે ઓપનર તરીકે વન-ડેમાં 328 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે રોહિતના નામે ઓપનર તરીકે વન-ડેમાં અત્યાર સુધી કુલ 327 છગ્ગા નોંધાયેલા છે.
કોહલી ભારતનો ટૉપ સ્કોરર
આ મેચમાં ટીમ ઈન્ડિયાનો સુપરસ્ટાર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા પણ જોવા મળશે. બંનેએ ટેસ્ટ અને T20માંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે માત્ર વન-ડે ફોર્મેટ રમે છે. વિરાટ સાઉથ આફ્રિકા સામે 2025ના અંતમાં રમાયેલી છેલ્લી વન-ડે સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો. તે ગયા વર્ષે ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટર છે.
કોહલીએ ગયા વર્ષે 13 મેચમાં 651 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 સદી અને 4 ફિફ્ટી ફટકારી છે. બોલિંગમાં હર્ષિત રાણા ટૉપ બોલર રહ્યો છે. તેણે 11 મેચમાં 20 વિકેટ ઝડપી હતી.

ડેરીલ મિચેલ અને બ્રેસવેલ પાસેથી કિવીઝને આશા
ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ માઈકલ બ્રેસવેલ કરશે. રેગ્યુલર કેપ્ટન મિચેલ સેન્ટનર ગ્રોઈન ઈન્જરીના કારણે વન-ડે સિરીઝમાંથી બહાર છે, જ્યારે ટોમ લેથમ પણ રમી રહ્યો નથી. પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન, રચિન રવીન્દ્ર અને ફાસ્ટ બોલર જેકબ ડફીને આરામ આપ્યો છે. ઈજામાંથી કમબેક કરી રહેલો મેટ હેનરી T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને T20 સિરીઝ પર ધ્યાન આપી રહ્યો છે.
ગયા વર્ષે વન-ડે ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ માટે ડેરીલ મિચેલ અને માઈકલ બ્રેસવેલ સૌથી પ્રભાવશાળી ખેલાડીઓ રહ્યા હતા. બેટિંગમાં ડેરીલ મિચેલે 17 મેચમાં 761 રન બનાવ્યા, જેમાં એક સદી અને 6 ફિફ્ટી સામેલ છે. બોલિંગમાં માઈકલ બ્રેસવેલે 18 મુકાબલામાં 17 વિકેટ ઝડપી હતી.

વડોદરામાં પહેલી મેન્સ ઈન્ટરનેશનલ મેચ
વડોદરાની આ પીચ પર પહેલીવાર વન-ડે મેચ રમાશે. આ મેદાન પર અત્યાર સુધી માત્ર ફર્સ્ટ ક્લાસ મેચ જ રમાઈ છે. આ પીચ પર બોલ બેટ પર સરળતાથી આવે છે અને રન બનાવવા સહેલા હોય છે. તેવામાં અપેક્ષા છે કે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે. બોલરોને આ પીચ પર વધુ મદદ મળતી નથી પરંતુ બોલ જૂનો થયા પછી સ્પિનરોને કંઈક ફાયદો મળી શકે છે.
હવામાન સાફ રહેશે
11 જાન્યુઆરીએ વડોદરા (કોટંબી સ્ટેડિયમ)માં હવામાન સાફ અને તડકાવાળું રહેવાનું અનુમાન છે. આ દિવસે તાપમાન મહત્તમ 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 14 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાત્રે તાપમાન થોડું ઓછું રહેશે અને હળવી ઠંડી અનુભવાઈ શકે છે. વરસાદ કે વાદળોની સંભાવના ખૂબ જ ઓછી છે.
બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-11
ભારત (IND): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ સિરાજ અને અર્શદીપ સિંહ.
ન્યૂઝીલેન્ડ (NZ): માઈકલ બ્રેસવેલ (કેપ્ટન), ડેવોન કોનવે, વિલ યંગ, હેનરી નિકોલ્સ, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, મિચ હે (વિકેટકીપર), જેડન લેનોક્સ, જેક ફાઉલ્ક્સ, કાઈલ જેમીસન અને માઈકલ રે.
મેચ ક્યાં જોઈ શકાશે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન-ડે સિરીઝની મેચ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સની ચેનલો પર જોઈ શકાશે. આ ઉપરાંત મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જિયોહોટસ્ટાર એપ પર થશે. તમે દિવ્ય ભાસ્કર પર પણ મેચના લાઈવ અપડેટ્સ વાંચી શકો છો.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

