Waste to Best Snack: નકામી સમજીને ફેંકી દેવાતી બટાકાની છાલમાંથી બનાવો કુરકુરી ચિપ્સ

Last Updated: September 13, 2026By

ભારતમાં બટાકા વગર રસોઈ અધૂરી ગણાય છે. બટાકાનું શાક, પરોઠા, સબ્જી કે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવતી વખતે આપણે સામાન્ય રીતે બટાકાની છાલ ઉતારીને કચરાપેટીમાં ફેંકી દેતા હોઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે જેને તમે કચરો સમજીને ફેંકી દો છો, તેમાંથી એકદમ સ્વાદિષ્ટ અને ક્રંચી ચિપ્સ બનાવી શકાય છે? બટાકાની છાલ સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે, કારણ કે તેમાં પોટેશિયમ, વિટામિન C અને આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જાણો બટાકાની છાલમાંથી ક્રિસ્પી નાસ્તો બનાવવાની આસાન રીત.

બટાકા છાલની ક્રિસ્પી ચિપ્સ માટે સામગ્રી

  • બટાકાની જાડી છાલ – 2 થી 3 કપ
  • તેલ – તળવા માટે (અથવા એર ફ્રાયર માટે 1 ચમચી)
  • મીઠું – સ્વાદ મુજબ
  • ચાટ મસાલો – 1/2 ચમચી
  • લાલ મરચું પાવડર – 1/2 ચમચી
  • મેગી મસાલો

બટાકા છાલની ક્રિસ્પી ચિપ્સ બનાવવાની રીત

ચિપ્સ બનાવતી વખતે સૌથી મહત્વનું પગલું છાલની સફાઈ છે. બટાકા જમીનની અંદર ઉગતા હોવાથી તેના પર માટી અને ગંદકી ચોંટેલી હોય છે. બટાકા છોલતા પહેલાં જ તેમને પાણીમાં ઘસીને 2-3 વાર સારી રીતે ધોઈ લો. ગંદકી દૂર થયા પછી છરી કે પીલર વડે બટાકાની થોડી જાડી છાલ ઉતારી લો. : છાલ ઉતાર્યા પછી તેને ફરી એકવાર ચોખ્ખા પાણીથી ધોઈ લો અને સુતરાઉ (કોટન) કપડા પર પાથરીને બરાબર સુકાવા દો. છાલમાં ભેજ ન રહેવો જોઈએ, જો છાલ ભીની રહેશે તો ચિપ્સ ક્રિસ્પી નહીં બને.

આ પણ વાંચો : Post Lunch Diet: બપોરના ભોજન પછી નથી આવતી સુસ્તી! ડાયટમાં સામેલ કરો આ હેલ્ધી વસ્તુઓ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave A Comment