Wedding Photos VIDEOS Restricted; No Celebrity Guests Invited and 1-Month Honeymoon Plans
- Gujarati News
- Entertainment
- Vijay Rashmika Wedding: Wedding Photos VIDEOS Restricted; No Celebrity Guests Invited And 1 Month Honeymoon Plans
12 કલાક પેહલા
- કૉપી લિંક
નેશનલ ક્રશ રશ્મિકા મંદાના અને સાઉથ સ્ટાર વિજય દેવરકોંડા 26 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યા છે. તાજેતરમાં જ બંનેના લગ્નની કથિત કંકોત્રી સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. ચાહકો પણ બંનેના લગ્નને લઈને ઉત્સાહિત છે. તેવામાં તેમના ઇન્ટિમેટ વેડિંગને લઈને ઘણી નવી માહિતી સામે આવી છે.
બે પ્રી-વેડિંગ વિધિઓ કરવામાં આવી
‘ઇન્ડિયા ટુડે’એ સૂત્રને ટાંકીને લખ્યું છે કે, કપલના લગ્ન ખૂબ ખાનગી રાખવામાં આવશે. પ્રી-વેડિંગ ફંક્શન્સ 24 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 26 ફેબ્રુઆરીએ બંને સાત ફેરા લેશે. સૂત્રના જણાવ્યા મુજબ વિજય અને રશ્મિકાએ ખૂબ નજીકના લોકોને આમંત્રણ આપ્યું છે. તેમની ગેસ્ટ લિસ્ટ ખૂબ નાની છે.

વિજય-રશ્મિકાનું કથિત વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યુ છે.
સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે, બંનેના પરિવારની પરંપરાઓનું સન્માન કરતા લગ્ન સંબંધિત બે પ્રી-વેડિંગ વિધિઓ થઈ ચૂકી છે. એક વિધિ રશ્મિકાના મામાના પક્ષ તરફથી એમના ઘરે કરવામાં આવી હતી, જ્યારે બીજી વિધિ વિજયના પરિવાર દ્વારા કરવામાં આવી હતી.
હાથેથી નોટ લખી ગિફ્ટ્સ ન લાવવા વિનંતી કરી
તેમજ રશ્મિકા અને વિજયે પોતાના મિત્રોને હાથેથી લખેલી નોટ લખી છે, જેમાં ગિફ્ટ્સ ન લાવવાની વાત કરવામાં આવી છે. બંનેએ માત્ર સ્વજનોના આશીર્વાદ જ માંગ્યા છે. સૂત્રો પ્રમાણે ભલે બંને સ્ટાર્સ ઇન્ટિમેટ વેડિંગ કરતા હોય પરંતુ 4 માર્ચે હૈદરાબાદમાં મિત્રો અને ઇન્ડસ્ટ્રીના લોકો માટે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે. તેની માહિતી પણ કંકોત્રીમાંથી મળે છે. લગ્ન પછી વિજય અને રશ્મિકા 1 મહિના સુધી રજા માણશે.

વિજય-રશ્મિકા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. જો કે, બંનેએ ક્યારેય મગનું નામ મરી પાડ્યું નથી.
ફોટો-વીડિયો રેકોર્ડ ન સૂચના
આ ઉપરાંત લગ્નમાં મોબાઇલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લગ્નના ફોટો-વીડિયો રેકોર્ડ કરનારી ટીમે પણ એગ્રીમેન્ટ (કરાર) સાઇન કર્યા છે. વિજય-રશ્મિકાના લગ્નમાં કોઈ પણ એક્ટરને આમંત્રણ અપાયું નથી. તેમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી કોઈ પણ વ્યક્તિ સામેલ નહીં થાય, જેથી તેમના લગ્ન અન્ય સેલિબ્રિટી વેડિંગથી જુદા હશે.
નેટફ્લિક્સની ₹60 કરોડની ઓફર ઠુકરાવી
તાજેતરમાં એવા પણ અહેવાલ હતા કે, ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સે લગ્નના એક્સક્લુઝિવ વીડિયો રાઇટ્સ માટે બંનેને 60 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. જો કે, વિજય અને રશ્મિકા તેમના આ ખાસ પળને અંગત રાખવા માંગે છે. બંનેએ પોતાની પ્રાઇવસી માટે આ કરોડો રૂપિયાની ઓફર ઠુકરાવી દીધી છે.

વિજય-રશ્મિકાએ લગ્નમાં કોઈપણ ફિલ્મી સેલેબને આમંત્રણ આપ્યું નથી.
ઇટલીમાં બેચલર્સ ટ્રિપ પર ગયાં હતાં
નોંધનીય છે કે, વિજય અને રશ્મિકાએ ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં પરિવારની હાજરીમાં ચોરી-છૂપે સગાઇ પણ કરી લીધી છે. સગાઇ બાદ બંને અવારનવાર એન્ગેજમેન્ટ રિંગ ફ્લોન્ટ કરતા જોવા મળે છે. રશ્મિકાએ તો એક્ટર જગપતિ બાબુના ટોક શો ‘જયમ્મુ નિશ્ચયમુ રા’માં જાહેરમાં સ્વીકાર્યું હતું કે તેના હાથમાં રહેલી વીંટી ખૂબ મહત્ત્વની છે. ઉપરાંત થોડા મહિના પહેલા બંને ઇટલીમાં બેચલર્સ ટ્રિપ પર પણ સાથે ગયા હતા. બંનેએ અલગ અલગ ફોટો પોસ્ટ કર્યાં હતાં પરંતુ ચાહકોએ બંનેની ચાલાકી પકડી પાડી હતી.

વિજયે ઇટલીના વેકેશનના ફોટો શેર કર્યા હતા, જેમાં રશ્મિકા તેને પાછળથી હગ કરતી જોવા મળી હતી.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


