Weight Loss Exercise: વજન ઘટાડવા દોડવુ કે ચાલવું, કઇ કસરત છે વધુ અસરકારક?, જાણો

Last Updated: March 19, 2026By

આજના સમયમાં તંદુરસ્તી જાળવવા માટે લોકોએ વધુ સજાગ થયા છે. અને વધુમાં વધુ ધ્યાન આપી રહ્યા છે.

કઇ કસરત ફાયદાકારક ?

જ્યારે પણ આપણે વજન ઘટાડવાનો વિચાર કરીએ છીએ, ત્યારે મનમાં પહેલો વિચાર આવે છે કે દોડવું. લોકો ઘણીવાર માને છે કે કસરત જેટલી ઝડપી અને વધુ સખત હશે, તેટલી ઝડપથી વજન ઘટાડશે. પરંતુ દોડવું દરેક માટે સરળ નથી. તો શું ઝડપી ચાલવું વજન ઘટાડવા માટે એટલું જ અસરકારક હોઈ શકે છે?. શરીરની રચના, ક્ષમતા, ઉંમર અને ઊંચાઇ મુજબ કસરત કરવી સૌથી વધુ યોગ્ય માનવામાં આવ્યુ છે.

બન્નેની થાય છે વિવિધ અસરો

દોડવું અને ચાલવું બંને વજન ઘટાડવા માટે અસરકારક કસરત માનવામાં આવે છે. જો કે, સંશોધન દર્શાવે છે કે તેમની અસરો અલગ અલગ હોય છે, અને કયું સારું છે તે નિર્ણય તમારા શરીર, સમય અને સુસંગતતા પર આધાર રાખે છે. જર્નલ ઓફ ઓબેસિટીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, જે લોકો દોડે છે તેઓ સમાન અંતર પર ચાલનારાઓ કરતાં વજન અને શરીરની ચરબી ઝડપથી ઘટાડે છે. પરંતુ બીજી બાજુ, હાર્વર્ડ મેડિકલ સ્કૂલના અહેવાલ મુજબ, 70 કિલોગ્રામ વજન ધરાવતો વ્યક્તિ 30 મિનિટની દોડમાં લગભગ 300 કેલરી બર્ન કરે છે. જ્યારે તે જ સમય માટે ઝડપી ચાલવાથી ફક્ત 140 થી 160 કેલરી બર્ન થાય છે.

શું ચાલવું ઓછું અસરકારક ?

હવે પ્રશ્ન એ ઊભો થાય છે: શું ચાલવું ઓછું અસરકારક છે? જવાબ ‘ના’ છે… અભ્યાસો અનુસાર, જો નિયમિત રીતે, યોગ્ય ગતિએ અને લાંબા સમય સુધી ચાલવામાં આવે, તો તે વજન ઘટાડવામાં પણ ખૂબ મદદરૂપ થઈ શકે છે. ચાલવું એ એક સુરક્ષિત અને વધુ ટકાઉ વિકલ્પ છે, ખાસ કરીને નવા નિશાળીયા, વધુ વજનવાળા વ્યક્તિઓ અથવા સાંધાના દુખાવાથી પીડાતા લોકો માટે. દોડવું અને વજન ઘટાડવા માટે ચાલવું વચ્ચે કયો વિકલ્પ પસંદ કરવો તે કહેવું મુશ્કેલ છે, કારણ કે બંનેના પોતાના અનન્ય ફાયદા અને પરિણામો છે.

આ પણ વાંચોઃ ઈરાનના સમર્થનમાં યુએસ અધિકારીએ આપેલા રાજીનામા બાદ શરુ કરાઇ ‘રાજદ્રોહ’ માટે તપાસ

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.