Weiht Loss Tips : કલાકો જીમમાં કસરત, ક્રશ ડાયટ, ડેઇલી વોકિંગ, છતાં પણ વજન વધે છે, હેલ્થ એક્સપર્ટે આપી ટીપ્સ

Last Updated: January 16, 2026By

વજન ઘટાડવું આજે મોટો પડકાર બન્યું છે. કલાકો જીમમાં કસરત, ક્રશ ડાયટ કરવો, ડેઇલી સવાર અને સાંજે વોકિંગ કરવું. વજન ઘટાડવા લોકો આવા અનેક ઉપાય અજમાવતા હોય છે. છતાં પણ કોઈ ફાયદો થતો નથી. હેલ્થ એક્સપર્ટ કહે છે કે વજન ઘટાડવા નિયમિત કસરત જરૂરી છે. ચાલીને વજન ઘટાડવું એ બેસ્ટ વિકલ્પ છે. પરંતુ આમ, છતાં પણ જો પરિણામ ના મળે તો ચોક્કસ તમારી ચાલવાની પદ્ધતિ ખોટી હોઈ શકે છે. તમારે કેવી રીતે ચાલવું જોઈએ અને ચાલવાની પદ્ધતિ કઈ હોવી જોઈએ તે ખાસ જાણવું જોઈએ.

વજન ઘટાડવાની શ્રેષ્ઠ કસરત, ડેઇલી વોકિંગ

વધતા વજન પર નિયંત્રણ કરવું જરૂરી છે. કારણ કે મોટાભાગની બીમારીનું મૂળ સ્થૂળતા છે. જીમ અને હેવી વર્ક આઉટ કરતાં શરીરની ચરબી ઘટાડવા માટે ચાલવું એ એક ઉત્તમ કસરત છે. આ માટે ખાસ જરૂરી છે કે તમે કેવી રીતે ચાલો છો. વજન ઘટાડવાના અસરકારક પરિણામો પ્રાપ્ત કરવા માટે આ મુખ્ય પગલાં જરૂર અનુસરો. સંશોધન દર્શાવે છે કે તે સપાટી પર ચાલવાથી 50 થી 100 ટકા વધુ કેલરી બર્ન થાય છે. આ કસરત ઘૂંટણના સ્વાસ્થ્યને સુધારે છે, પગને મજબૂત બનાવે છે અને ચરબી બર્ન કરવામાં અસરકારક છે.

વજન ઉતારવા વજન સાથે ચાલો

વજન સાથે ચાલવાથી પણ ઝડપથી વજન ઓછું થઈ શકે છે. ચાલતી વખતે તમારા શરીરના વજનના 5 થી 15 ટકા વજન ઉપાડવાથી કેલરી બર્ન કરવામાં મદદ મળે છે. આ પ્રકારના ચાલવાથી હાડકાની મજબૂતાઈ વધે છે અને શરીરની મુદ્રામાં સુધારો થાય છે. જાપાનીઝ ઇન્ટરવલ વૉકિંગમાં 30 મિનિટ સુધી સતત ચાલવાનો સમાવેશ થાય છે. પહેલા ત્રણ મિનિટ ઝડપી ચાલવાની હોય છે અને પછીના ત્રણ મિનિટ ધીમા ચાલવાની હોય છે. આ કસરત શરીરને ઉર્જા આપે છે.

ભોજન બાદ સૂઈ જવાનું ટાળો

બપોરનું ભોજન હોય કે પછી રાત્રિનું ડિનર કયારે પણ જમ્યા પછી તરત સૂઈ જવું જોઈએ નહી. આ ભૂલ ટાળો. જમ્યા બાદ તમે શક્ય હોય તો વજ્રાસનમાં બેસો અને 5 થી 10 મિનિટ સુધી મધ્યમ ગતિએ ચાલો. આ સામાન્ય કસરત બ્લડ સુગરને ઓછું અને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, ચરબીનો સંચય અટકાવે છે. કસરત કર્યા પછી તરત જ બેસો નહીં. થોડું ચાલવા જાઓ. જયારે આપણે ચાલીએ છીએ ત્યારે શરીર કેલરી ઝડપથી બાળે છે, જે ઉર્જામાં રૂપાંતરિત થાય છે. તેથી, આ સમય દરમિયાન ચાલવાથી વધુ કેલરી બર્ન કરવામાં મદદ મળે છે.

આ પણ વાંચો : Anjeer Benefits: અંજીરને આ રીતે ખાશો તો મળશે બમણો ફાયદો

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )