WhatsAppનું નવું ફીચર લોન્ચ,એક ક્લિકમાં અનરીડ મેસેજ સરળતાથી વંચાશે

Last Updated: March 28, 2026By

શું છે નવું ફીચર?

વોટ્સએપના આ નવા “સિક્યોર સમરી” ફીચર દ્વારા યુઝર્સ પોતાના બધા અનરીડ મેસેજ એક સાથે વાંચી શકશે. ખાસ કરીને ઘણા ગ્રુપ્સ અને ચેટ્સ ધરાવતા યુઝર્સ માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.આ ફીચર ચેટ્સમાં આવેલા અનેક અનરીડ મેસેજને એનાલાઇઝ કરીને એક સમરી તૈયાર કરશે. એટલે કે યુઝર્સને લાંબી ચેટ્સ વાંચવાની જગ્યાએ સીધી મહત્વની માહિતી મળી જશે. રિપોર્ટ મુજબ આ ફીચર હાલ બીટા વર્ઝનમાં ટેસ્ટ થઈ રહ્યું છે.

સિક્યોરિટી પર ખાસ ધ્યાન

આ નવું ફીચર મેટાની પ્રાઈવેટ પ્રોસેસિંગ ટેક્નોલોજી પર આધારિત છે. આ ટેક્નોલોજી ખાતરી આપે છે કે યુઝર્સની ચેટ્સ સંપૂર્ણપણે પ્રાઈવેટ રહેશે અને કોઈપણ થર્ડ પાર્ટી અથવા વોટ્સએપ પોતે પણ તેને વાંચી શકશે નહીં.આ ફીચર ડિફોલ્ટ રીતે બંધ રહેશે. યુઝર્સ પોતાની જરૂર મુજબ સેટિંગ્સમાં જઈને તેને ચાલુ કે બંધ કરી શકશે. એટલે કે સિક્યોરિટી અને પ્રાઈવસી બંને યુઝરના કંટ્રોલમાં રહેશે.આ પ્રાઈવેટ પ્રોસેસિંગ સિસ્ટમનું ઓડિટ જાણીતી કંપનીઓ દ્વારા કરવામાં આવ્યું છે, જેથી તેની સિક્યોરિટી સ્ટાન્ડર્ડ પર ખાતરી મળી છે.આ ફીચર યુઝર્સ માટે ખુબ હેલ્ફુલ બનશે.

આ પણ વાંચો:WhatsApp યુઝર્સ માટે મુશ્કેલી! મેસેજ ન તો આવી રહ્યા છે અને ન જ જઈ રહ્યા છે, એપ અચાનક હેંગ થઈhttps://sandesh.com/tech/news/trouble-for-whatsapp-users-messages-are-neither-coming-nor-going-the-app-suddenly-hangs