WhatsApp પ્રાઇવસીમાં મોટો ફેરફાર, હવે સિક્રેટ મેસેજ વાંચ્યા બાદ જાતે જ થઈ જશે ડિલીટ
વિશ્વના સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsApp એ યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતા (Privacy) ને ધ્યાનમાં રાખીને એક નવું ફીચર વિકસાવ્યું છે. આ ફીચર ખાસ કરીને એવા યુઝર્સ માટે વરદાન સાબિત થશે જેઓ તેમની અંગત કે ગુપ્ત વાતોને કાયમી ધોરણે ચેટમાં રાખવા માંગતા નથી.
શું છે આ નવું ‘After Reading’ ફીચર?
મીડિયા અહેવાલ મુજબ, આ ફીચર હાલના ‘Disappearing Messages’ નું એક અત્યાધુનિક સ્વરૂપ છે. અત્યાર સુધી ડિસએપિરિંગ મેસેજમાં 24 કલાક, 7 દિવસ કે 90 દિવસની મર્યાદા હતી. પરંતુ નવા ફીચર હેઠળ, કોઈ પણ ગુપ્ત મેસેજ પ્રાપ્તકર્તા દ્વારા વાંચ્યાના માત્ર 15 મિનિટમાં જ ચેટ વિન્ડોમાંથી આપમેળે ગાયબ થઈ જશે. આનાથી યુઝર્સના અત્યંત વ્યક્તિગત સંદેશાઓ અન્ય કોઈ વ્યક્તિના હાથમાં આવવાની શક્યતા નહિવત થઈ જશે.
‘View Once’ થી કેવી રીતે અલગ છે?
ઘણાને પ્રશ્ન થશે કે આ ‘View Once’ જેવું જ છે? તો જવાબ છે – ના. ‘View Once’ માં તમે માત્ર ફોટો, વિડિયો કે ઓડિયો મોકલી શકો છો જે એકવાર જોયા બાદ તરત જ નીકળી જાય છે. જ્યારે ‘After Reading’ ફીચર સામાન્ય ટેક્સ્ટ મેસેજ પર કામ કરશે અને તેમાં 15 મિનિટનો સમય આપવામાં આવશે, જેથી યુઝર તે મેસેજને ફરીથી વાંચી શકે કે સમજી શકે.
આ રીતે કરે છે કાર્ય ?
આ ફીચરની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું ટાઈમર મેસેજ ‘પ્રાપ્ત’ થયાના સમયથી નહીં, પણ મેસેજ ‘વાંચ્યા’ (Read) ના સમયથી શરૂ થશે. એટલે કે, જો તમને મેસેજ સવારે મળ્યો હોય અને તમે તે રાત્રે વાંચો, તો તે વાંચ્યાની 15 મિનિટ પછી ડિલીટ થશે. રિપોર્ટ્સ મુજબ, WhatsApp યુઝર્સને આ ટાઈમર પોતાની રીતે કસ્ટમાઇઝ કરવાની સુવિધા પણ આપી શકે છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

