WhatsApp Update: હવે કવર ફોટો અને સ્ટેટસ પર મળશે વધુ પ્રાઇવસી, 5 નવા ધમાકેદાર ફીચર્સ

Last Updated: January 18, 2026By

WhatsApp પર આવનારાં દિવસોમાં અનેક નવા ફિચર્સ સામેલ થવા જઇ રહ્યા છે. આ ફિચર્સ વધુ સારી પ્રાઇવસી અને ન્યુ કંટ્રોલ્સ આપશે. જેમાં કવર ઇમેજ કંટ્રોલ્સ, લિંક પ્રિવ્યુ અને સ્ટેટસ પ્રાઇવસી ઇકો ફિચર્સ જેવા નવા ઓપ્શન સામેલ હશે.

WhatsApp કરી રહ્યું છે ટેસ્ટિંગ 

WhatsApp હજુ આ ફિચર્સની સાથે ટેસ્ટિંગ કરી રહ્યુ છે અને કેટલાક બીટા યુઝર્સને આ ફિચર્સ આપવામાં પણ આવ્યા છે, જલ્દી ડ આ દરેક યુઝર્સ માટે સ્ટેબલ વર્ઝનમાં જાહેર પણ કરવામાં આવશે. હવે આ ફીચર્સ એન્ડ્રોયડ અને iOS યુઝર્સ માટે યુઝ કરવામાં આવી રહ્યુ છે. આવો આ વિશે ડિટેલ્સમાં જાણીએ.

કવર ફોટો પ્રાઇવસી ફિચર

WhatsApp બીટા વર્ઝન પર કવર ફોટો પ્રાઇવસી ફીચરને લઇને ટેસ્ટિંગ થઇ રહી છે. આ ટેસ્ટિંગ iOS 26.1.10.73 બીટા વર્ઝન પર ચાલી રહ્યુ છે. હવે આ કવર ફોટો પર વધારે સારી પ્રાઇવસી કંટ્રોલ્સ મળશે, જેમાં યુઝર્સ નક્કી કરી શકશે કે તે ફોટોને કોણ જોઇ શકશે અને કોણ નહીં.

એક્યુરેટ સ્ટિકર સજેશન ઓપ્શન મળશે

iPhone યુઝર્સ માટે એક નવું બીટા વર્ઝન iOS 26.1.10.72 પર ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. આની મદદથી iOS યુઝર્સને વધારે એક્યુરેટ સ્ટિકર સજેશન મળશે. આ ઇમોજી આવવા પર ઓટોમેટિકલી સજેશન આપવા લાગશે.

ક્લિયર લિંક પ્રિવ્યુ રોલઆઉટ

App Store હાજર iOS 26.1.74 અપડેટની સાથે સાથે યુઝર્સ સરળતાથી લિંક પ્રિવ્યુ વાંચી શકે છે. જોકે હવે ખૂબ જ લાંબા લિંક બતાવ્યા સિવાય WhatsApp માત્ર જરૂરી ઇફોર્મેશન બતાવે છે. જેમાં ઇમેજ પ્રીવ્યુ,વેબસાઇટ દ્વારા યુઝ કરવામાં આવેલો પ્રોટોકોલ, સેંકેન્ડ લેવલ ડોમેન નામ અને ટોપ લેવલ ડોમેન નામ. જોકે યુઝર્સ આખી લિંક પાથ જોવા ઇચ્છે છે તો તેના માટે બબલમાં ડોમેન નેમ પર ટેપ પર હોલ્ડ કરીને રાખે.

સ્ટેટસ પ્રાઇવસી ઇકો ફીચર

WAbetainfoએ આ અઠવાડિયે જ પોસ્ટ કરીને જણાવ્યું કે ઘણા યુઝર્સને સ્ટેટસ પ્રાઇવસી ઇંકો ફીચર નજર આવી રહ્યુ છે. WhatsAppનું એન્ડ્રોઇડ બીટા 2.26.2.9 ઇન્સ્ટોલ કર્યા બાદ અનેક બીટા ટેસ્ટર્સે જણાવ્યુ કે દરેક સ્ટેટસ પર અપડેટ પર લાગુ પ્રાઇવસી સેટિંગ્સ બીજી વાર તપાસ કરવાનું ઓપ્શન આવી રહ્યુ છે. 

આ પણ વાંચોઃ Longevity:જીમની કસરત નહીં, આ 5 વિકલી આદતો છે જીવન જીવવાનું છે અસલી સિક્રેટ