WhatsApp યુઝર્સ માટે મુશ્કેલી! મેસેજ ન તો આવી રહ્યા છે અને ન જ જઈ રહ્યા છે, એપ અચાનક હેંગ થઈ

Last Updated: March 27, 2026By

મેસેજ મોકલવામાં અને મેળવવામાં વિલંબ થવાથી લઈને એપ હેંગ થવા જેવી સમસ્યાઓ સામે આવી રહી છે. એક યુઝરે તાજેતરમાં પોસ્ટ કરીને આ સમસ્યાઓ અંગે માહિતી આપી છે.

શું અન્ય કોઈ લોકોને પણ આવી જ સમસ્યા આવી રહી છે? 

તે યુઝરે પૂછ્યું કે શું અન્ય કોઈ લોકોને પણ આવી જ સમસ્યા આવી રહી છે? તેમના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક દિવસોથી તેમનું મેસેજિંગ એપ સ્મૂથ રીતે કામ કરતું નથી. મેસેજ મોકલ્યા કે મળ્યા બાદ એપ અચાનક થોડા સેકન્ડ માટે અટકી જાય છે.

 યુઝર્સે પણ કોમેન્ટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો 

આ પોસ્ટ પર અન્ય યુઝર્સે પણ કોમેન્ટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો છે. ઘણા લોકોએ જણાવ્યું કે તેમને પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ આ સમસ્યાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.

એપ અચાનક હેંગ થવાની સમસ્યા પણ સામે આવી રહી છે

OneIndia અને ઇન્ડોનેશિયાના પોર્ટલ Kompas ની રિપોર્ટ મુજબ, તાજેતરમાં ઘણા WhatsApp યુઝર્સ મેસેજ સેન્ડ અને રિસીવ કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સાથે જ એપ અચાનક હેંગ થવાની સમસ્યા પણ સામે આવી રહી છે.

જ્યારે વિશ્વભરમાં આઉટેજ ટ્રેક કરતી વેબસાઇટ Downdetector એ તાજેતરમાં WhatsApp ડાઉન વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. તેથી હજી સુધી આ કહી શકાય નહીં કે વોટ્સએપની સર્વિસ ખરેખર બંધ થઈ હતી કે નહીં.

આ પણ વાંચો: Weather Update: દેશભરમાં હવામાનમાં આવ્યો પલ્ટો, ભર ઉનાળે IMDની આ રાજ્ય માટે વરસાદની ચેતવણી