Wheat Flour Chapati: ઘઉંમાં ઉમેરી દો આ એક વસ્તુ, પછી ખાઓ તે લોટની રોટલી, થશે જબરદસ્ત ફાયદા

Last Updated: January 28, 2026By

મોટા ભાગના લોકો ઘઉંની રોટલી જ ખાવાનો આગ્રહ રાખે છે. હા શિયાળામાં બાજરી કે મકાઇના રોટલા પણ આપણે ખાઇએ છીએ. ઘઉંમાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, બી વિટામિન્સ, આયર્ન, ઝીંક અને મેગ્નેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે. જો કે, ઘઉંના લોટમાં ફાઇબર ખૂબ ઓછું હોય છે, જે તેને પાચન અથવા વજન ઘટાડવા માટે યોગ્ય નથી. પરંતુ આજે તમને એક એવી બાબત જણાવીશું જેનાથી ઘઉંનો લોટ ફાઇબરથી સમૃદ્ધ થઇ જશે.

ઘઉં દળાવતી વખતે શું કરવુ ? 

જો તમે ઘંટીએ ઘઉ દળાવી રહ્યા છો કે પછી ઘર ઘંટીમાં ઘઉં દળી રહ્યા છો તો, તમારે ઘઉં દળાવતી વખતે તેમાં કાળા ચણા ઉમેરી દેવા. કાળા ચણા ઘઉંના લોટને ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ બનાવશે. દરેક વ્યક્તિ જાણે છે કે કાળા ચણા કેટલા પૌષ્ટિક છે અને તેને સ્વાસ્થ્ય માટે સુપરફૂડ માનવામાં આવે છે. કાળા ચણા ફાઇબરમાં શ્રેષ્ઠ છે. 100 ગ્રામ સૂકા કાળા ચણામાં લગભગ 12 થી 13 ગ્રામ ડાયેટરી ફાઇબર હોય છે.

કાળા ચણામાં શું હોય છો પોષક તત્વો ?

કાળા ચણામાં ફાઇબર, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, કાર્બોહાઇડ્રેટ્સ અને પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો હોય છે, જે ફક્ત સારી પાચનશક્તિ જ જાળવી રાખતા નથી પણ બ્લડ સુગરને પણ નિયંત્રિત કરે છે.

કાળા ચણાનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે અને ઉર્જા પૂરી પાડીને શરીરને મજબૂત પણ બનાવે છે.

જ્યારે તમે ઘઉં સાથે કાળા ચણાને પીસો છો ત્યારે લોટમાં ડબલ પોષણ ભળે છે. આ લોટમાંથી બનેલી રોટલી ખાવાથી શું થાય તે વિશે જાણીએ.

કાળા ચણા ઘઉંના લોટની રોટલી ખાવાના ફાયદા

  • આ લોટમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી, તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
  • આ વારંવાર વધુ પડતું ખાવાનું અટકાવે છે અને વજન નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.
  • કાળા ચણાને ઘઉં સાથે પીસવાથી તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો થાય છે, જે તેને ડાયાબિટીસના દર્દીઓ માટે યોગ્ય બનાવે છે. તેમાંથી બનેલી રોટલી ખાવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
  • કાળા ચણા અને ઘઉંના લોટની રોટલી પાચનમાં પણ સુધારો કરે છે. ફાઇબરનું પ્રમાણ વધે છે, જેનાથી પેટની સમસ્યાઓમાં રાહત મળે છે.
  • તેના ફાઇબર અને પોટેશિયમના કારણે, તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે બ્લડ પ્રેશરને પણ નિયંત્રિત કરે છે, જેનાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે.
  • શક્તિ અને ઉર્જા પ્રદાન કરે છે – કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબરની સામગ્રીને કારણે, તે હાડકાંને મજબૂત બનાવે છે અને ઉર્જાનો ભંડાર પૂરો પાડે છે, જેનાથી શરીરને શક્તિ મળે છે.

    Disclaimer: આ માહિતી વાચકોને વિગતો પુરી પાડવા માટે છે. સંદેશ ન્યૂઝ ડિઝિટલ અહીં આપેલી માહિતીની પુષ્ટિ કરતું નથી.