White House Shooting Suspect Killed

Last Updated: May 24, 2026By

વોશિંગ્ટન ડીસી15 કલાક પેહલા

  • કૉપી લિંક

વૉશિંગ્ટનમાં 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ NWના ચાર રસ્તા પાસે થયેલા ફાયરિંગ બાદ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

અમેરિકાના વૉશિંગ્ટનમાં શનિવારે એક શંકાસ્પદ વ્યક્તિએ વ્હાઇટ હાઉસ પાસે આશરે 30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ઘટના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસની અંદર હાજર હતા.

અહેવાલ મુજબ, વ્હાઇટ હાઉસના શંકાસ્પદ હુમલાખોરે સિક્યોરિટી ચેકપોઇન્ટ પર ગોળીઓ ચલાવી, જ્યાં US સીક્રેટ સર્વિસના અધિકારીઓ તૈનાત હતા. અધિકારીઓની જવાબી કાર્યવાહીમાં શંકાસ્પદ હુમલાખોરને ગોળી વાગી હતી. હોસ્પિટલ લઈ જવામાં આવતા તેનું મોત નીપજ્યું હતું.

આ ગોળીબારમાં એક સામાન્ય નાગરિક પણ ગોળી વાગવાથી ઘાયલ થયો છે. અધિકારીઓનું કહેવું છે કે, હજુ એ સ્પષ્ટ નથી થયું કે તેને હુમલાખોરની ગોળી વાગી કે જવાબી ફાયરિંગ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો. ઘાયલની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આ ઘટનાના થોડા દિવસો પહેલા જ રાષ્ટ્રપતિ ટ્રમ્પની પુત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં એક ઇરાકી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તે ઈરાની સેના સાથે જોડાયેલો હતો. આરોપી પાસેથી ઇવાન્કા અને તેના પતિ જેરેડ કુશનરના ફ્લોરિડા સ્થિત ઘરની બ્લૂપ્રિન્ટ એટલે કે નકશો પણ મળી આવ્યો હતો.

શંકાસ્પદ હુમલાખોરની તસવીર, જેનું સીક્રેટ સર્વિસની જવાબી ગોળીબારમાં મોત થઈ ગયું.

શંકાસ્પદ હુમલાખોરની તસવીર, જેનું સીક્રેટ સર્વિસની જવાબી ગોળીબારમાં મોત થઈ ગયું.

સુરક્ષા દળોએ વ્હાઇટ હાઉસની આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે.

સુરક્ષા દળોએ વ્હાઇટ હાઉસની આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે.

પોલીસ અધિકારી ગોળીબાર વાળી જગ્યાએથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

પોલીસ અધિકારી ગોળીબાર વાળી જગ્યાએથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે.

વિસ્તારમાં 40 મિનિટ સુધી લોકડાઉન જેવી સ્થિતિ રહી

ગોળીબાર બાદ વ્હાઇટ હાઉસ પરિસરમાં નાસભાગ મચી ગઈ. ત્યાં હાજર પત્રકારો અને સ્ટાફને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા. સીક્રેટ સર્વિસના એજન્ટો હથિયારો સાથે સમગ્ર વિસ્તારમાં તૈનાત થઈ ગયા અને આશરે 40 મિનિટ સુધી લોકડાઉન જેવી સ્થિતિ રહી.

FBI, સીક્રેટ સર્વિસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો અને તપાસ શરૂ કરી દીધી. વ્હાઇટ હાઉસ કોમ્પ્લેક્સના નોર્થ લોનને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. FBI ડાયરેક્ટર કાશ પટેલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે સુરક્ષા એજન્સીઓ ફાયરિંગના સમાચાર પર કાર્યવાહી કરી રહી છે.

વ્હાઇટ હાઉસથી એક બ્લોક દૂર ગોળીબાર થયો

સિક્રેટ સર્વિસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે તેમને 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ NW વિસ્તારમાં ગોળીબારની માહિતી મળી હતી. આ વિસ્તાર વ્હાઇટ હાઉસથી લગભગ એક બ્લોક દૂર છે. એજન્સીએ કહ્યું કે ઘટનાસ્થળે હાજર સુરક્ષાકર્મીઓ માહિતીની પુષ્ટિ કરવામાં વ્યસ્ત છે.

વોશિંગ્ટનના મેટ્રોપોલિટન પોલીસ વિભાગ દ્વારા ઘટના અંગે તાત્કાલિક કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. હાલ સુરક્ષા એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

26 એપ્રિલ: વોશિંગ્ટનમાં ડિનર દરમિયાન ફાયરિંગ, ટ્રમ્પને સુરક્ષિત બહાર કઢાયા

આ પહેલા વોશિંગ્ટન ડીસીમાં વાર્ષિક વ્હાઇટ હાઉસ કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન પણ ફાયરિંગ થયું હતું. કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલાનિયા અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સહિત અનેક મોટા અધિકારીઓ હાજર હતા.

ન્યૂઝ એજન્સી એપી અનુસાર, હુમલાખોરે હોટલના બોલરૂમની બહાર ફાયરિંગ કર્યું હતું. ટ્રમ્પ અને મહેમાનો બોલરૂમની અંદર હતા. હુમલાના લગભગ દોઢ કલાક પછી ટ્રમ્પે મીડિયાને સંબોધિત કર્યું હતું.

તેમણે કહ્યું- અમેરિકાના બંધારણ પર હુમલો થયો. સિક્રેટ સર્વિસે મારો જીવ બચાવ્યો. સુરક્ષાકર્મીઓએ બહાદુરીથી કામ કર્યું. જે અધિકારીને ગોળી વાગી હતી, તે સુરક્ષિત છે. તેણે બુલેટપ્રૂફ જેકેટ પહેર્યું હતું. હુમલાખોર પાસે શક્તિશાળી બંદૂક હતી.

પ્રત્યક્ષદર્શી બોલ્યા- 7 રાઉન્ડ ફાયરિંગ થયું, મહેમાનો ટેબલ નીચે છુપાયા

કોરસપોન્ડન્ટ ડિનર દરમિયાન જેવી ફાયરિંગ થઈ, કાર્યક્રમ સ્થળે અફરાતફરી મચી ગઈ હતી. કાર્યક્રમમાં હાજર તમામ મહેમાનો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા અને ડિનર કરી રહ્યા હતા. પરંતુ ગોળીબારનો અવાજ સાંભળતા જ કાર્યક્રમમાં સામેલ મહેમાનો ખુરશી અને ટેબલ નીચે છુપાઈ ગયા હતા.

2024માં ચૂંટણી પહેલાં ટ્રમ્પ પર ગોળી ચલાવવામાં આવી હતી

13 જુલાઈ 2024ના રોજ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. બટલર શહેરમાં કેમ્પેઈન રેલીને સંબોધિત કરતી વખતે એક હુમલાખોરે 400 ફૂટના અંતરથી એસોલ્ટ રાઈફલથી ગોળીઓ ચલાવી, જેમાં એક ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને નીકળી ગઈ હતી.

ગોળી ચાલ્યા પછી સિક્રેટ સર્વિસના એજન્ટોએ તરત જ ટ્રમ્પને ચારે બાજુથી ઘેરી લીધા હતા અને સુરક્ષિત બહાર લઈ ગયા. ટ્રમ્પને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાંથી તેમને જલદી રજા મળી ગઈ.

સુરક્ષાકર્મીઓએ હુમલાખોરને તરત જ ઠાર માર્યો. આ ઘટનામાં રેલીમાં સામેલ એક વ્યક્તિનું મૃત્યુ થયું અને અન્ય બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટ્રમ્પે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘મને ઈશ્વરે બચાવ્યો.’

Leave A Comment