Wholesale Inflation WPI January Rises 1.81 Percent; Commerce Ministry Release Data
નવી દિલ્હી12 કલાક પેહલા
- કૉપી લિંક
જાન્યુઆરીમાં જથ્થાબંધ મોંઘવારી (WPI) વધીને 1.81% પર પહોંચી ગઈ છે. આ પહેલા ડિસેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી 0.83% પર હતી. આ 10 મહિનામાં સૌથી વધુ છે. માર્ચ 2025માં આ 2.05% પર હતી. વાણિજ્ય મંત્રાલયે આજે એટલે કે 16 ફેબ્રુઆરીએ જથ્થાબંધ મોંઘવારીના આંકડા જાહેર કર્યા છે.
રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ, ખાદ્યપદાર્થો મોંઘા થયા
- રોજિંદા જરૂરિયાતની ચીજવસ્તુઓ (પ્રાઇમરી આર્ટિકલ્સ) નો ફુગાવો 0.21% થી વધીને 2.21% થયો.
- ખાદ્યપદાર્થો (ફૂડ ઇન્ડેક્સ) નો ફુગાવો માઇનસ 0.43% થી વધીને 1.55% થયો.
- ફ્યુઅલ અને પાવરનો જથ્થાબંધ ફુગાવાનો દર માઇનસ 2.31% થી ઘટીને માઇનસ 4.01% રહ્યો.
- મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો જથ્થાબંધ ફુગાવાનો દર 1.82% થી વધીને 2.86% રહ્યો.
જથ્થાબંધ મોંઘવારીના ત્રણ ભાગ પ્રાથમિક વસ્તુઓ, જેનું વેઇટેજ 22.62% છે. ફ્યુઅલ અને પાવરનું વેઇટેજ 13.15% અને મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટનું વેઇટેજ સૌથી વધુ 64.23% છે. પ્રાથમિક વસ્તુઓના પણ ચાર ભાગ છે.
- ફૂડ આર્ટિકલ્સ જેમ કે અનાજ, ઘઉં, શાકભાજી
- નોન-ફૂડ આર્ટિકલમાં તેલીબિયાંનો સમાવેશ થાય છે
- ખનિજો
- ક્રૂડ પેટ્રોલિયમ
છૂટક મોંઘવારી 8 મહિનાની ઊંચી સપાટી પર જાન્યુઆરીમાં છૂટક મોંઘવારી ગયા મહિનાની સરખામણીમાં વધીને 2.75% પર પહોંચી ગઈ છે. ડિસેમ્બરમાં તે 1.33% પર હતી. 8 મહિનામાં સૌથી વધુ છે. મે 2025માં મોંઘવારી 2.82% પર પહોંચી ગઈ હતી.
હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ (WPI) ની સામાન્ય માણસ પર અસર જથ્થાબંધ મોંઘવારી લાંબા સમય સુધી વધતી રહેવાથી મોટાભાગના ઉત્પાદક ક્ષેત્રો પર તેની ખરાબ અસર પડે છે. જો જથ્થાબંધ ભાવ લાંબા સમય સુધી ઊંચા સ્તરે રહે છે, તો ઉત્પાદકો તેનો બોજ ગ્રાહકો પર નાખે છે. સરકાર ફક્ત ટેક્સ દ્વારા WPI ને નિયંત્રિત કરી શકે છે.
જેમ કે, ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારાની સ્થિતિમાં સરકારે ઇંધણ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. જોકે, સરકાર ટેક્સ કપાત એક મર્યાદામાં જ ઓછી કરી શકે છે. WPI માં મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક, રબર જેવા ફેક્ટરી સંબંધિત સામાનનું વધુ વેઇટેજ હોય છે.
મોંઘવારી કેવી રીતે માપવામાં આવે છે? ભારતમાં બે પ્રકારની મોંઘવારી હોય છે. એક રિટેલ એટલે કે છૂટક અને બીજી જથ્થાબંધ મોંઘવારી હોય છે. રિટેલ મોંઘવારી દર સામાન્ય ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી કિંમતો પર આધારિત હોય છે. આને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI) પણ કહેવાય છે. જ્યારે, હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) નો અર્થ એવી કિંમતોથી થાય છે, જે જથ્થાબંધ બજારમાં એક વેપારી બીજા વેપારી પાસેથી વસૂલે છે.
મોંઘવારી માપવા માટે અલગ-અલગ વસ્તુઓને સામેલ કરવામાં આવે છે. જેમ કે જથ્થાબંધ મોંઘવારીમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75%, પ્રાઇમરી આર્ટિકલ જેમ કે ફૂડ 22.62% અને ફ્યુઅલ એન્ડ પાવર 13.15% હોય છે. જ્યારે, રિટેલ મોંઘવારીમાં ફૂડ અને પ્રોડક્ટની ભાગીદારી 45.86%, હાઉસિંગની 10.07% અને ફ્યુઅલ સહિત અન્ય વસ્તુઓની પણ ભાગીદારી હોય છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.


