Will Smith Requests Shah Rukh Khan for a Movie Role; Reveals Talk with Salman and Amitabh Bachchan | હોલિવૂડ સ્ટારે ‘બોલિવૂડના બાદશાહ’ પાસે કામ માંગ્યું: ઓસ્કર વિજેતા એક્ટર વિલ સ્મિથે કહ્યું- ‘હું ઇચ્છું છું કે શાહરુખ મને કોઈ ફિલ્મમાં લે’

Last Updated: January 12, 2026By

4 કલાક પેહલા

  • કૉપી લિંક

‘મેન ઇન બ્લેક’ ફિલ્મ ફેમ ઓસ્કર વિજેતા હોલિવૂડ એક્ટર વિલ સ્મિથે બોલિવૂડના કિંગ પાસેથી કામ માંગ્યું છે. તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન વિલ સ્મિથે બોલિવૂડ પ્રત્યેના તેમના લગાવ વિશે ખૂલીને વાત કરી હતી. તેમણે એ પણ જણાવ્યું કે, કેવી રીતે તેમણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્ડસ્ટ્રીના કેટલાક સૌથી મોટા સ્ટાર્સ સાથે સંબંધો વિકસાવ્યા છે.

‘સલમાન ખાન અને અમિતાભ બચ્ચન સાથે પ્રોજેક્ટની વાત કરી હતી’

વાસ્તવમાં વિલ સ્મિથ તાજેતરમાં દુબઈમાં નેશનલ જિયોગ્રાફિકના તેમના શો ‘પોલ ટુ પોલ વિથ વિલ સ્મિથ’ના મિડલ ઇસ્ટ પ્રીમિયર માટે ગયા હતા. ત્યાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે બોલિવૂડ વિશે વાત કરી.

‘ગલ્ફ ન્યૂઝ’ સાથેની વાતચીત દરમિયાન જ્યારે વિલને પૂછવામાં આવ્યું કે, શું તેઓ ક્યારેય બોલિવૂડ ફિલ્મમાં જોવા મળશે. એક્ટરે જવાબમાં જણાવ્યું કે, તેમણે પહેલા સલમાન ખાન અને અમિતાભ બચ્ચન સાથે વાતચીત કરી હતી, જોકે તે વાતચીતથી કંઈપણ નક્કી થઈ શક્યું ન હતું.

'પોલ ટુ પોલ વિથ વિલ સ્મિથ' ડોક્યુમેન્ટ્રીમાં વિલની સાત ખંડોની 100 દિવસની યાત્રા બતાવવામાં આવશે.

‘પોલ ટુ પોલ વિથ વિલ સ્મિથ’ ડોક્યુમેન્ટ્રીમાં વિલની સાત ખંડોની 100 દિવસની યાત્રા બતાવવામાં આવશે.

‘શાહરુખ ખાન મને કોઈ ફિલ્મમાં લે તેવી ઇચ્છા છે’

તેમણે કહ્યું, ‘હું સલમાન સાથે વાત કરી રહ્યો હતો. અમે કેટલાક વિષયો પર ચર્ચા કરી રહ્યા હતા. હું ‘બિગ બી’ સાથે કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેમણે મને કહ્યું કે, ‘હું બિગ ડબલ્યુ બની શકું છું.’ અમે ટાઇટલ શેર કરી રહ્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલીક વાતો થઈ પણ કંઈપણ સફળ ન થયું.’

વાતચીતમાં એક્ટરે હિન્દી સિનેમામાં શાહરુખ ખાનની સર્વોપરિતા સ્વીકારી અને ખુલાસો કર્યો કે તેમણે સુપરસ્ટારને સીધા જ તેમને કોઈ પ્રોજેક્ટમાં લેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું, ‘હું ઈચ્છું છું કે શાહરુખ મને કોઈ ફિલ્મમાં લે. શું કહો છો શાહરુખ?’

‘પોલ ટુ પોલ વિથ વિલ સ્મિથ’માં અવિશ્વસનીય પડકારોનો સામનો કરશે એક્ટર

એક્ટરના શો ‘પોલ ટુ પોલ વિથ વિલ સ્મિથ’ની વાત કરીએ તો, તેમાં એક્ટર 100 દિવસ સુધી અવિશ્વસનીય પડકારોનો સામનો કરતા જોવા મળશે.

જેમ કે સાઉથ પોલ સુધી સ્કીઇંગ કરવું, એક વિશાળ એનાકોન્ડાને પકડવો, એક ઝેરી ટેરેન્ટુલામાંથી દૂધ કાઢવું, પહાડો પર ચઢવું અને નોર્થ પોલના બરફ નીચે ડૂબકી લગાવવી.

ફિલ્મ 'કિંગ રિચર્ડ' માટે વિલ સ્મિથને 2022માં બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળ્યો હતો.

ફિલ્મ ‘કિંગ રિચર્ડ’ માટે વિલ સ્મિથને 2022માં બેસ્ટ એક્ટરનો ઓસ્કર મળ્યો હતો.

‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’માં કેમિયો કર્યો હતો

નોંધનીય છે કે, વિલે વર્ષ 2019માં ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2’ના એક ગીતમાં કેમિયો કર્યો હતો.

વિલ સ્મિથે ટાઈગર શ્રોફ અને આદિત્ય સીલ સાથે ડાન્સ કર્યો હતો.

વિલ સ્મિથે ટાઈગર શ્રોફ અને આદિત્ય સીલ સાથે ડાન્સ કર્યો હતો.

ત્યારે, એવા સમાચાર હતા કે, સલમાન અને વિલ સ્મિથ એટલીની ફિલ્મમાં સાથે જોવા મળશે. એટલી પોતે ઈચ્છતા હતા કે વિલ સલમાન સાથે જોવા મળે.

સલમાને બંનેની વાતચીત પણ કરાવી દીધી હતી. પરંતુ સન પિક્ચર્સ ફિલ્મમાં પાન ઇન્ડિયા ઓડિયન્સનું ધ્યાન રાખીને ફિલ્મમાં સાઉથના એક્ટરને રાખવા માંગતા હતા. બાદમાં બજેટની મુશ્કેલીઓના કારણે સલમાન પણ તે પ્રોજેક્ટમાંથી બહાર થઈ ગયો.