Winter Foot Care Tips : ફાટેલી એડીઓ મટાડવાનો અક્સીર ઉપાય, ટ્રાય કરો મગફળીના છાલનો ફૂટમાસ્ક

Last Updated: January 12, 2026By

શિયાળામાં લોકોની પગમાં તિરાડ પડવાની ફરિયાદ વધુ હોય છે. પગની એડીમાં તિરાડની સમસ્યાના કારણે કયારેક ચાલવાનું પણ મુશ્કેલ બને છે. પગની તિરાડની સમસ્યાનો શ્રેષ્ઠ ઉપચાર છે મગફળી. ઠંડીના સિઝનમાં લોકો મગફળી ખાવાનું વધુ પસંદ કરે છે. મગફળી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. લોકો મગફળી ખાય છે અને તેની છાલ કચરાપેટીમાં ફેંકી દે છે. બહુ ઓછા લોકોને ખબર છે કે મગફળીની છાલ પગની સમસ્યા માટે વરદાન છે.  ફાટેલી એડીઓ દૂર કરવાનો આ રામબાણ ઇલાજ છે. ફાટેલી એડીઓને નરમ કરવા માટે મગફળીના છાલનો આ રીતે ઉપયોગ કરો.

સ્ટેપ-બાય-સ્ટેપ રીત: મગફળીના છાલનો ફૂટમાસ્ક

તમે મગફળીની છાલમાંથી ફૂટ માસ્ક બનાવી પગની સુંદરતા વધારી શકો આ ફૂટ માસ્ક બનાવવા માટે ખૂબ જ સરળ છે. સૂકી મગફળીના છાલ, મધ, નાળિયેર તેલ અને કાચું દૂધ લઈ તમે ફૂટ માસ્ક બનાવો. સૂકી મગફળીના છાલને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો. પછી, એક બાઉલમાં 2 ચમચી મગફળીના છાલનો પાવડર લો, તેમાં 1 ચમચી મધ અને 2 ચમચી નારિયેળ તેલ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. પછી, પેસ્ટમાં જરૂર મુજબ કાચું દૂધ ઉમેરો અને એક સરળ પેસ્ટ બનાવો. તમારો ફૂટ માસ્ક તૈયાર છે.

ફૂટમાસ્ક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર, પગ મુલાયમ થશે

પગની એડીમાં તિરાડ દુર કરવા આ ફૂટમાસ્ક શ્રેષ્ઠ ઘરેલુ ઉપચાર છે. આ ફૂટ માસ્ક લગાવતા પહેલા પગને હૂંફાળા પાણીમાં 5 થી 7 મિનિટ માટે પલાળી રાખો.  જેથી કરીને તેના પરની ધૂળ દૂર થઈ જશે. ત્યારબાદ ફૂ્રટ માસ્કને તમારી એડી પર લગાવો અને હળવા હાથે માલિશ કરો. આ પેસ્ટને ઓછામાં ઓછા 20 મિનિટ સુધી રહેવા દો અને પછી તેને પાણીથી ધોઈ લો. પછી, તમારી એડી પર વેસેલિન અથવા અન્ય મોઇશ્ચરાઇઝર લગાવો અને મોજાં પહેરો.  માસ્ક કુદરતી સ્ક્રબ તરીકે કામ કરે છે, મૃત ત્વચાના કોષોને દૂર કરે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ત્વચાને સુધારે છે, તેને નરમ અને ચમકદાર બનાવે છે. 

આ પણ વાંચો : Ghee Coffee Benefit : ઘી વાળી કોફી પીવાના અદભૂત ફાયદા, શું તમે ક્યારેય ટ્રાય કરી છે?

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )