Winter Health Tips : શિયાળામાં આળસ અને સુસ્તી શરીરને બનાવશે બીમાર, જાણો કામ ના કરવાની આદત સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી

Last Updated: January 24, 2026By

શિયાળામાં સુસ્તી અને આળસ લોકોમાં વધે છે. ઠંડી એટલી લાગે છે કે ધાબળામાંથી બહાર નીકળવાની ઇચ્છા થતી નથી. બાળકો શાળામાં અને નોકરી કરતા લોકો ઓફિસમાં સમય પસાર કરે છે. ત્યારબાદ બાકીના સમયમાં ઘરે મોબાઈલ પર સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહે છે. આમ, ઠંડીમાં લોકોમાં આળસના કારણે શારીરિક પ્રવૃત્તિનો અભાવ જોવા મળી છે. આર્યુવેદ જ નહીં ડોક્ટર પણ કહે છે કે કલાકો બેસી રહેવાની આદત સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. કામ ના કરવાના કારણે સામાન્ય તાવથી લઈને હૃદયની ગંભીર બીમારીના શિકાર થઈ શકીએ છીએ.

શારીરિક પ્રવૃત્તિનો અભાવ બીમારીનું જોખમ, આર્યુવેદ નિયમ

આપણા વડીલોમાં વહેલા ઉઠવાની આદત છે. જયારે આજના બાળકો રાત્રે મોડા સૂવે છે અને મોડા ઉંઠે છે. આપણા આયુર્વેદમાં શરીરને કર્મ યોગનું વાહન કહેવામાં આવ્યું છે. આમ, તો શરીર સ્વસ્થ રાખવા સૂર્યોદય પહેલા ઉઠવાનું કહેવામાં આવ્યું છે. આર્યુવેદ નિયમ કહે છે કે જો શરીર ચાલવાનું બંધ કરી દે તો વાત અને કફ બંને અસંતુલિત થઈ જાય છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ શરીરને અસંતુલિત બનાવે છે. આ કફ દોષમાં વધારો કરે છે, વાત દોષને બગાડે છે, પિત્ત દોષને અસર કરે છે અને સૌથી અગત્યનું, રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે. આ ગંભીર બીમારીનું કારણ બનવા માટે પૂરતું છે.

વધુ બેસી રહેવાથી વધે છે વજન

ડ઼ોક્ટરો પણ આર્યુવેદના નિયમને યોગ્ય માને છે. જો શરીર નિષ્ક્રિય રહે છે, તો સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા ઘણા રોગો શરીર પર હુમલો કરે છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી ચરબી વધે છે અને શરીરનું ચયાપચય નબળું પડે છે, જેનાથી સ્થૂળતા અને ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધે છે. એક જ સ્થિતિમાં રહેવાથી હાડકાં અને સ્નાયુઓમાં જડતા આવવાથી સંધિવા અને સાંધાના દુખાવાની સમસ્યામાં વધારો થાય છે.

કસરતનો અભાવ ગંભીર રોગોનું વધારે છે જોખમ

ચાલવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ ઝડપી બને છે, અને લોહી સાથે શરીરના દરેક ભાગમાં ઓક્સિજન પહોંચે છે. ચાલવા અથવા સાઈકલ ચલાવા જેવી હળવી કસરતના અભાવે હાઈ બ્લડ પ્રેશરની શક્યતા વધે છે, અને હૃદય સંબંધિત રોગોનું જોખમ પણ વધે છે. લોહી અને ઓક્સિજનનો અભાવ બ્લડ પ્રેશરની સમસ્યાઓ તરફ દોરી શકે છે. બ્લડ પ્રેશરની સમસ્યા હોવાથી હૃદય સંબંધિત રોગોની શક્યતા વધી જાય છે. વધુમાં, ડિપ્રેશન અને ચિંતા, પાચન વિકૃતિઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : Beauty Tips : 50ની ઉંમરે પણ 25 જેવો ગ્લો! દરરોજ રાત્રે સૂતા પહેલા શરીરના આ અંગ પર કરી લો માલિશ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )