Winter Recipe : ચણા દાળના પકોડા, શિયાળાની સાંજ માટે બેસ્ટ નાસ્તો, દાળવડા ભૂલી જશો એવી છે આ રેસીપી
શિયાળામાં સુસ્ત શરીરમાં ઉર્જા લાવવા મસાલેદાર ખાવાનું ખાવાનું મન થાય છે. ઠંડી દૂર ભગાડવા લોકો ગરમ ચા અથવા સૂપ પીવે છે. સ્વાદિષ્ટ અને મસાલેદાર નાસ્તા માટે મોટાભાગના લોકો દાળવડા અને બટાકાવડા ખાય છે. શિયાળામાં હેલ્થ માટે બેસ્ટ છે ક્રિસ્પી ચણા દાળના પકોડા. ચણા દાળથી બનેલી દરેક વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં સાંજના સમયે ચા સાથે બ્રેકફાસ્ટમાં ચણા દાળના પકોડા જરૂર ટ્રાય કરવા જોઈએ. ચાલો જાણીએ ચણા પકોડા બનાવવાની સરળ રીત.
ચણા દાળ પકોડા બનાવવાની સામગ્રી :
- ચણા દાળ – 1 કપ
- ડુંગળી – 1 (બારીક સમારેલી)
- તેલ – તળવા માટે
- લીલા મરચાં, આદુ , કોથમીરના પાન, અજમો, જીરું, જરૂરિયાત મુજબ
- હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ, મીઠું – સ્વાદ મુજબ
ચણા દાળ પકોડા બનાવવાની રીત :
શિયાળામાં સાંજનો બેસ્ટ નાસ્તો છે ચણા દાળ પકોડા. આ પકોડા બનાવવા માટે પહેલા ચણાને 4 કલાક પાણીમાં પલાળી રાખો. પછી, પાણી કાઢી લો અને તેને મિક્સરમાં ક્રશ કરી લો. આ પેસ્ટને થોડી કરકરી રાખવી. પછી એક વાસણમાં વાટેલી ચણાની દાળ, ડુંગળી, લીલા મરચાં, આદુ, લીલા ધાણા, અજમા, જીરું, હળદર, લાલ મરચું, ગરમ મસાલો, હિંગ અને મીઠું નાખીને સારી રીતે મિક્સ કરો. આ પછી એક તવા ગરમ કરો. તેલ ઉમેરો અને તેને ગરમ થવા દો. તેલ ગરમ થઈ જાય પછી, તેમાં તમારા હાથ અથવા ચમચીનો ઉપયોગ કરીને ગોળાકાર ગતિમાં પકોડાનું બેટર રેડો અને ક્રિસ્પી અને આછા બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પકોડા તૈયાર થાય એટલે તેમાંથી વધારાનું તેલ કાઢવા થોડી વાર પેપરમાં રહેવા દો. પછી કોથમીર કે આમલીની ગણી ચટણી અથવા ચા સાથે ખાવાનો આનંદ માણો.
આ પણ વાંચો : શિયાળામાં સ્વાદ અને પોષણથી ભરપૂર લીલી તુવેરની વાનગી, જાણો બનાવવાની પરફેક્ટ રીત
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

