Winter Recipe : શિયાળામાં બાળકોને લીલી ભાજી ખવડાવાની આ ટ્રિક જરૂર ટ્રાય કરો, સ્વાદિષ્ટ વાનગી બનાવવાની નોંધી લો રીત

Last Updated: January 11, 2026By

શિયાળામાં લીલી ભાજી ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે. ઠંડીના દિવસોમાં બે મહિના આ તાજી ભાજી બજારમાં સરળતાથી મળે છે. પાલક, મેથી, મૂળાની ભાજી અને બથુઆની ભાજીમાં પોષકતત્વો સારીમાત્રામાં રહેલા છે. તેને ખાઈને તમે શરીરમાં લોહીનીઉણપથી લઈને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છે. પરંતુ આજકાલ બાળકોને આ ભાજી ખાવી ગમતી નથી. તમે મેથી મટરના પરોઠા બનાવો અને ઉપર ચીઝ નાખો. આ પરાઠાનો સ્વાદ તેમને બહુ ગમશે અને વારંવાર ખાવાની માગ કરશે.

મેથી મટર પરાઠા માટે સામગ્રી:


લીલા મરચાં, હળદર, લાલ મરચું, ધાણાજીરું, જીરું,ગરમ મસાલો , મીઠું, તેલ અથવા ઘી આ તમામ મસાલો જરૂર મુજબ લેવો.

  • 2 કપ ઘંઉનો લોટ
  • 1 કપ મેથીના પાન 
  • 1 કપ વટાણા બાફેલા
  • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ 
  • 1 ડુંગળી બારીક સમારેલી

મેથી મટર પરાઠા બનાવવાની રીત:

મેથીના પરાઠા બનાવવા માટે, સૌપ્રથમ એક બાઉલમાં લોટ નાખો. તેમાં મીઠું અને 2 ચમચી તેલ અથવા ઘી ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરો અને લોટ બાંધો. ઢાંકીને 15 મિનિટ માટે રહેવા દો. મેથીના પાનને ધોઈને બારીક કાપો. વટાણાને બાફીને બારીક પીસી લો. એક કડાઈમાં થોડું તેલ ગરમ કરો. તેમાં જીરું, ડુંગળી અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો અને સાંતળો. પછી બારીક સમારેલા લીલા મરચાં ઉમેરો અને થોડીવાર સાંતળો. સમારેલા મેથીના પાન ઉમેરો અને તેને સારી રીતે રાંધો. પછી, વટાણા ઉમેરો અને તેને સારી રીતે રાંધો. હળદર, ધાણા પાવડર, લાલ મરચું પાવડર, મીઠું અને ગરમ મસાલો ઉમેરો અને થોડીવાર માટે રાંધો. મિશ્રણને ઠંડુ થવા દો. કણકનો એક નાનો ગોળો બનાવો અને તેને ગોળ આકારમાં વણી લો. વચ્ચે 1 ચમચી મેથી અને વટાણાનું મિશ્રણ મૂકો. કિનારીઓને સીલ કરો અને ધીમેધીમે તેને પરાઠા જેવો ગોળ આકાર આપો. એક તવાને ગરમ કરો અને તેના પર પરાઠા મૂકો, બંને બાજુ સારી રીતે શેકો. બંને બાજુ થોડું તેલ અથવા ઘી લગાવો, પરાઠાને શેકો અને તેને પ્લેટમાં કાઢી લો.