World News: અલી ખામેનેઇએ Iranમાં પ્રદર્શનકારીઓને આપી ફાંસીની ધમકી તો અમેરિકાના હસ્તક્ષેપથી વધી ચિંતા

Last Updated: January 11, 2026By

આ તમામ પરિસ્થિતિ વચ્ચે અલી ખામેનેઇએ ઇરાનમાં પ્રદર્શનકારીઓને ફાંસીની ધમકી આપી છે.

મોંઘવારી મુદ્દે સુત્રોચ્ચાર તેજ

ઇરાનમાં વિરોધ પ્રદર્શન તેજ ગતિએ આગળ વધી રહ્યા છે. સરકાર વિરુદ્ધ મોંઘવારી મુદ્દે સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. લોકો મોટી સંખ્યામાં સડકો પર ઉતર્યા છે. સરકાર વિરુદ્ધ થઇ રહેલા પ્રદર્શનોમાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. 28 ડિસેમ્બર 2025થી આ પ્રદર્શન શરુ થયા છે. જે શાંત થવાના સ્થાને વધુ ઉગ્ર બન્યા છે. સરકારે ઇન્ટરનેટ બંધ કર્યુ છે. અને વધુ આકરા પગલા લેવા માટે આદેશ આપ્યા છે.

116 લોકોના મોત, 2600 લોકોની ધરપકડ

ઇરાનના કાયદા મુજબ કલમ-186 અનુસાર જો કોઇ સમૂહ અથવા સંગઠન ઇસ્લામિક રિપબ્લિક વિરુદ્ધ પ્રદર્શન કરે તો તેને કલમ-190 મુજબ કડક સજા ફટકારવામાં આવશે. જેમાં ફાંસી, લટકાવીને મોત, ડાબા અને જમણા હાથ-પગ કાપી નાંખવાના અથવા એકાંતવાસમાં ઘકેલવાની સજા સામેલ છે. આ વિરોધમાં 116 લોકોના મોત અને 2600 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરનેટ બેધ થવાના કારણે ઇરાનવાસીઓ આંતરરાષ્ટ્રીય સ્થિતિ સાથે જોડાઇ શકતા નથી.

ઇરાનમાં અમેરિકાનું હસ્તક્ષેપ

ઇરાનના તહેરાનથી શરુ થયેલા આ પ્રદર્શનો હવે દેશભરમાં ફેલાઇ ગયા છે. ચહારમહલ અને બખ્તિયારી, ઇલામ, કેરમાનશાહ અને ફાર્સ પ્રાંતોમાં પ્રદર્શનો દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. આ સિવાય, તેહરાનમાં પણ મોટી સંખ્યામાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતાવણી આપતા કહ્યુ છે કે, ઇરાન પહેલા કરતા વધુ સ્વતંત્રતા તરફ, આગળ વધી રહ્યુ છે. જેના માટે અમેરિકા તેમની મદદ કરવા હમેંશા તૈયાર છે.

આ પણ વાંચોઃ શું Donald Trumpના ટેરિફ કાયદેસર છે? યુએસ સુપ્રીમ કોર્ટ આજે સંભળાવશે મોટો નિર્ણય