World News: ઈરાનના પરમાણુ શસ્ત્રો વિકસાવવા અંગે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે શું આપી ચેતવણી?, જાણો
સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ દેશો પણ પરમાણુ શસ્ત્રો વિકસાવી શકે છે. જે.ડી.વાન્સે જણાવ્યું હતું કે, ટ્રમ્પ ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવા નહીં દે.
પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે કહ્યુ હતુ કે, જો ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવે છે, તો તે સમગ્ર મધ્ય પૂર્વમાં પરમાણુ શસ્ત્રોની સ્પર્ધા શરૂ કરી શકે. તેમણે ચેતવણી આપી હતી કે આવી સ્થિતિમાં, અન્ય ગલ્ફ દેશો પછી સાઉદી અરેબિયા પરમાણુ શસ્ત્રો વિકસાવનાર પ્રથમ દેશ બની શકે છે. વાન્સે આ પરિસ્થિતિને ખતરનાક ગણાવી હતી. જે.ડી. વાન્સે સ્પષ્ટ કર્યુ હતુ કે, જો ઈરાન પરમાણુ શસ્ત્ર મેળવે છે, તો સાઉદી અરેબિયા અને અન્ય ગલ્ફ આરબ દેશો પાસે પણ પરમાણુ શસ્ત્ર હશે.
અમેરિકન રાષ્ટ્રપતિની સ્પષ્ટ નીતિ
જે.ડી.વાન્સે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ વિશ્વમાં પરમાણુ શસ્ત્રોના ખતરા ઘટાડવાની છે. તેમણે જણાવ્યું હતું કે ટ્રમ્પ ઇરાક યુદ્ધ દરમિયાન થયેલી ભૂલોનું પુનરાવર્તન કરવા માંગતા નથી. અમેરિકા વાતચીત અને રાજદ્વારી દ્વારા ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. પરંતુ જરૂર પડ્યે કડક પગલાં લેવામાં પણ શરમાશે નહીં. વાન્સે જણાવ્યું હતું કે ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવી શકશે નહીં, અને આ અમેરિકન રાષ્ટ્રપતિની સ્પષ્ટ નીતિ છે.
જે.ડી. વાન્સની ટિપ્પણીઓ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સની ટિપ્પણીઓ ત્યારે આવી છે. જ્યારે યુએસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફ ઓમાનમાં ઈરાની અધિકારીઓ સાથે મળવાના છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે તે ફક્ત તેના પરમાણુ કાર્યક્રમ પર જ ચર્ચા કરશે. જ્યારે અમેરિકા ઈરાનના મિસાઈલ કાર્યક્રમ પર પણ ચર્ચા કરવા માંગે છે.
આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: શું મતદાન પહેલા મંત્રીઓ દેશ છોડવાની ફિરાકમાં, જાણો શું છે મામલો?
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

