World News: પોતાના નિર્ણયોથી દુનિયામાં હડકંપ મચાવનારા Donald Trump વકીલોથી કેમ છે પરેશાન?, જાણો
આ તમામ વકીલોએ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 5 મામલાઓમાં કેસ દાખલ કર્યો છે. આ કાર્યવાહી ત્યારે કરાઇ છે જ્યારે ટ્રમ્પે રાજકીય હલચલ પેદા કરી છે.
વકીલોથી પરેશાન ટ્રમ્પ તંત્ર
પોતાના નિર્ણયો અને કાર્યવાહીથી દુનિયાભરમાં ધાક જમાવનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પરેશાન જોવા મળી રહ્યા છે. તેઓ પોતાના જ રાજ્યના સરકારી વકીલોથી હેરાન છે. અમેરિકાના રાજ્યના ન્યાયી અધિકારી ડોનાલ્ડ ટ્રમ્પ સરકારને બે વિવિધ મુદ્દાઓ પર ઘેરી રહ્યા છે. તેમા પ્રથમ મુદ્દો છે તંત્રની નીતિઓ પર સંવિધાન અને કાયદા પર સવાલ ઉઠાવવા અને બીજો મુદ્દો એ છે કે જેમાં વેપારી સમૂહો અથવા કોર્પોરેટ તાકાતો પર નિયામક નિયંત્રણ સુનિશ્ચિત કરવા સાથે જોડાયેલો છે.
નિષ્ણાંતોએ શું કહ્યુ ?
ન્યાયિક અધિકારીઓના કારણે ટ્રમ્પ સરકાર અમેરિકામાં કોઇપણ નિર્ણય ખુલેઆમ નથી લઇ શકતી. ટ્રમ્પ સરકારની અંદર આ સરકારી વકીલો સામે કાર્યવાહી કરવાની યોજના પર ચર્ચા ચાલી રહી છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જો વકીલોને રોકવામાં નહી આવે તો ભવિષ્યમાં અમેરિકાની વેપારી નીતિઓ પર સીધી અસર જોવા મળશે.
આ મામલાઓમાં ટ્રમ્પ સરકાર વિરુદ્ધ કેસ
1. ન્યૂ યોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે 20 રાજ્યો સાથે મળીને ફેડરલ એજન્સીઓને ભંડોળમાંથી મુક્ત કરવા માટે અરજી દાખલ કરી હતી. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્ર ચાર મુખ્ય ફેડરલ એજન્સીઓને નબળા પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. કોર્ટે આ મામલે ટ્રમ્પ વહીવટીતંત્રને મોટો ફટકો માર્યો હતો.
2. બીજા એક કેસમાં, ન્યૂ યોર્કના એટર્ની જનરલે કન્ઝ્યુમર ફાઇનાન્સિયલ પ્રોટેક્શન બ્યુરોને નાબૂદ કરવાના નિર્ણયને પડકારતો મુકદ્દમો દાખલ કર્યો હતો. આ કેસ હાલમાં સુનાવણી હેઠળ છે.
3. કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ 20 રાજ્યો સાથે મળીને હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસમાં કર્મચારીઓને મોટા પાયે છટણી કરવાના નિર્ણયને પડકાર્યો હતો. આ મામલે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે નોટિસ પણ જારી કરવામાં આવી છે.
4. ઓરેગોનના એટર્ની જનરલે 18 રાજ્યો સાથે મળીને જાહેર પુસ્તકાલયો, સંગ્રહાલયો અને વ્યવસાય કાર્યક્રમો માટે ફેડરલ સમર્થનને દૂર કરવાના પગલાંને પડકાર્યા હતા.
5. ન્યૂ યોર્કના એટર્ની જનરલ જેમ્સે 18 રાજ્યો સાથે મળીને ડેટા અને ગોપનીયતા અંગે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો દાખલ કર્યો હતો. એલોન મસ્કને સંડોવતા મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ટ્રમ્પ વહીવટીતંત્ર સોફ્ટવેરને અનધિકૃત ઍક્સેસ આપી રહ્યું છે.
latest video
news via inbox
Subscribe for the latest updates, promotions, and ads.

