World News: બદલાઇ રહ્યુ છે NATOનું માળખું, અમેરિકા પછી ઇટલી અને બ્રિટન બનશે વધુ શક્તિશાળી !

Last Updated: February 10, 2026By

અમેરિકાનો આ ચીન પર ધ્યાન કેન્દ્રિત કરવાની વ્યૂહરચનાનો એક ભાગ છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની શું છે યોજના ?

અમેરિકાએ NATOના નેપલ્સ કમાન્ડને ઇટલી અને ઉત્તરી યુરોપ કમાન્ડને બ્રિટનને સોંપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધીમે ધીમે NATOમાં અમેરિકાની જવાબદારીઓ ઘટાડી રહ્યા છે. આ પહેલ માટે અમલીકરણ પ્રક્રિયા ઝડપી બની છે. યુએસ યુરોપમાં ઘણા NATO કમાન્ડર પદ યુરોપિયન દેશોને સોંપશે.રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા તેમના સાથીઓ સાથે સંરક્ષણ ખર્ચનો નાણાકીય બોજ વહેંચવા તરફ એક પગલું હોઇ શકે છે.

ફ્રેન્ચ મેગેઝિન લા લેટર દ્વારા પ્રકાશિત થયો અહેવાલ

આ દિશામાં વ્યવહારિક પગલામાં, યુએસ NATOના નેપલ્સ કમાન્ડને ઇટાલીને સોંપશે. આ કમાન્ડ દક્ષિણ યુરોપમાં બાબતોનું નિરીક્ષણ કરે છે. દરમિયાન, યુએસએ ઉત્તરી યુરોપના સંરક્ષણ કમાન્ડને બ્રિટનને સોંપવાનો સૈદ્ધાંતિક નિર્ણય લીધો છે. આ સમયગાળા દરમિયાન, યુનાઇટેડ કિંગડમમાં અમેરિકા દરિયાઇ કમાન્ડ સંભાળશે. આ કમાન્ડ યુનાઇટેડ કિંગડમનો છે. NATOમાં કમાન્ડરોના પરિવર્તન અંગેનો આ અહેવાલ મૂળ ફ્રેન્ચ મેગેઝિન લા લેટર દ્વારા પ્રકાશિત કરાયો હતો.

જવાબદારીમાં પરિવર્તન એક સારો સંકેત

એક રાજદ્વારીએ ટિપ્પણી કરી કે જવાબદારીમાં પરિવર્તન એક સારો સંકેત છે, કારણ કે અમેરિકાએ પહેલાથી જ કહ્યું છે કે, તે નાટો ખર્ચનો બોજ યુરોપિયન સાથીઓ પર ખસેડશે જેથી તે ચીનથી વધતા ખતરા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. જોકે, અમેરિકા NATOમાં કેન્દ્રીય ભૂમિકા જાળવી રાખશે. યૂક્રેનમાં રશિયાના યુદ્ધ પછી યુરોપિયન દેશોએ સંરક્ષણ ખર્ચમાં વધારો કર્યો છે અને આગામી વર્ષમાં સંરક્ષણ બજેટમાં વધુ વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: ઇવીએમ કે બેલેટ પેપર કયા માધ્યમથી કરાશે મતદાન, જાણો કેવી છે વ્યવસ્થા?