World News: બાંગ્લાદેશની ચૂંટણીમાં પ્રવેશી શકે છે Sheikh Hasina, Muhammad Yunusએ મૂકી આ શરતો, જાણો

Last Updated: January 15, 2026By

મુહમ્મદ યુનુસે જણાવ્યું છે કે જો આવામી લીગ તેના ભૂતકાળના શાસન માટે માફી માંગે, તો રાજકીય પ્રક્રિયામાં પાછા ફરવાનું વિચારી શકે.

ભૂતકાળના શાસન માટે માંગો માફીઃ મુહમ્મદ યુનુસ

આવામી લીગના વડા મોહમ્મદ યુનુસે જણાવ્યું છે કે, જો આવામી લીગ તેના ભૂતકાળના શાસન માટે માફી માંગે છે. તો સરકાર તેની સાથે સમાધાન અને રાજકીય પ્રક્રિયામાં પાછા ફરવાનો વિચાર કરી શકે છે. આ નિવેદનથી એવી અટકળો ફેલાઈ છે કે, શેખ હસીના રાજકારણમાં ફરી પ્રવેશી શકે છે. મુહમ્મદ યુનુસે સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે, આવામી લીગે તેના કાર્યકાળ દરમિયાન કથિત ગેરશાસન અને માનવાધિકાર ઉલ્લંઘન માટે જાહેરમાં માફી માંગવી પડશે.

ચૂંટણીમાં તમામ પક્ષોની ભાગીદારી અંગે ચર્ચા

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બાંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર ખલીલુર રહેમાન અમેરિકા અને યુએઈની પાંચ દિવસની મુલાકાતથી પાછા ફર્યા છે. અમેરિકામાં, ખલીલુર રહેમાને વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ પોલ કપૂર અને એલિસન હૂકર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકો દરમિયાન શું થયું તેની વિગતો જાણી શકાતી નથી. જોકે, બાંગ્લાદેશી રાજકીય વિશ્લેષકો કહે છે કે ચૂંટણીમાં તમામ પક્ષોની ભાગીદારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આરોપ

બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ડિસેમ્બર 2025માં પાર્ટીના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાનના બાંગ્લાદેશ પરત ફર્યા બાદ, ઘણા BNP નેતાઓ ખુલ્લેઆમ જમાત-એ-ઇસ્લામી વિરુદ્ધ બોલી રહ્યા છે. જમાત અને તેના સાથી, નેશનલ સિટીઝન્સ પાર્ટી પર પણ ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. રાજકીય નિષ્ણાતો કહે છે કે જો અવામી લીગ અને શેખ હસીના મોહમ્મદ યુનુસની શરતો સ્વીકારે છે. તો રાજકીય વાતાવરણ બદલાઈ શકે છે.

આ પણ વાંચોઃ Iran Protest: ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીઓ છતાં અલી ખામેની ઝુકવા તૈયાર નથી, હવે આગામી કાર્યવાહી પર દુનિયાની છે નજર