World News: વિપક્ષી પાર્ટી ટ્ર્મ્પ સરકાર પર સકંજો કસવા કરી રહ્યુ છે તૈયારી, પાંચ પ્રસ્તાવ પર ચાલી રહી છે વાટાઘાટો, જાણો શું છે મુદ્દાઓ?

Last Updated: January 10, 2026By

આ તમામ દેશોમાં અમેરિકા કાર્યવાહી કરીને ઓપરેશન કરી શકે તે સરળ નથી. વિપક્ષી પાર્ટી સંસદમાં ટ્ર્મ્પ તંત્ર પર સકંજો કસવાની તૈયારીમાં છે.

ડોનાલ્ડ ટ્રમ્પની અન્ય દેશોને ધમકી

વેનેઝુએલામાં નિકોલસ માદુરો વિરુદ્ધ સૈન્ય ઓપરેશન બાદ અમેરિકાનો જોશ સાતમા આસમાને છે. આ ઓપરેશન બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બેક ટૂ બેક 5 દેશને સેના કાર્યવાહીની ધમકી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે જે દેશને ધમકી આપી છે. તેમાં ઇરાન, કોલંબિયા, ક્યૂબા, ગ્રીનલેન્ડ, મેક્સિકોનું નામ સૌથી ઉપર છે. અમેરિકા તરફથી જે માહિતી સામે આવી છે. તે મુજબ અમેરિકા માટે અન્ય દેશમાં કાર્યવાહી કરવી સરળ રહેશે નહી.

ટ્રમ્પ તંત્ર વિરુદ્ધ પ્રસ્તાવ લાવવાની તૈયારી

અમેરિકી સંસદમાં ડેમોક્રેટ્સ પાર્ટીના સાંસદોએ ટ્રમ્પ તંત્ર વિરુદ્ધ પ્રસ્તાવ લાવીને કોઇપણ દેશમાં ઓપરેશન કરવા વિરુદ્ધ હુમલાઓ રોકવા માટે યોજનાઓ તૈયાર કરી છે. આ મહિનાના અંતમાં આ પ્રસ્તાવને અમલમાં લાવવામાં આવશે. જો આ પ્રસ્તાવ પાસ થયો તો ડોનાલ્ડ ટ્ર્મ્પ બેક ફુટ પર જતા રહેશે.

ટ્રમ્પ સરકાર પર કયા પ્રસ્તાવ આવી શકે ?

1. ડેમોક્રેટિક પાર્ટીનો પ્રથમ પ્રયત્ન યુદ્ધ શક્તિને નિયંત્રણ સાથે સંબંધિત એક પ્રસ્તાવ પર સંસદમાં મતદાન કરવાની છે. જેના દ્વારા વ્હાઇટ હાઉસ સંસદની પરવાનગી વિના કોઇપણ દેશ પર હુમલો કરી શકશે નહી.

2. ડેમોક્રેટિક કાયદા ઘડનારાઓના પ્રયાસોમાંનો એક એ છે કે અમેરિકી સરકારને દર વખતે ગૃહમાં જાહેર કરવા દબાણ કરવામાં આવે કે તે કોઈપણ ઝુંબેશ પર કેટલા પૈસા ખર્ચ કરવાની યોજના ધરાવે છે. વિપક્ષ મેગા ઝુંબેશને ફટકો મારવા માટે આનો ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યો છે. હકીકતમાં, યુએસ ચૂંટણી પ્રચાર દરમિયાન, ટ્રમ્પે જાહેરાત કરી હતી કે રાષ્ટ્રપતિ બન્યા પછી, તેઓ અન્ય દેશોમાં ઝુંબેશ પર એક પણ પૈસો ખર્ચ કરશે નહીં.

3. અમેરિકન આઉટલેટ એક્સિઓસ અનુસાર, સરકારી ભંડોળની સમયમર્યાદા અંગેનો પ્રસ્તાવ 30 જાન્યુઆરીએ યુએસ સંસદમાં આવી રહ્યો છે. ડેમોક્રેટિક કાયદા ઘડનારાઓ તેને અવરોધવાની તૈયારી કરી રહ્યા છે. આ હેતુ માટે વોશિંગ્ટનમાં એક ગુપ્ત બેઠક યોજાઈ છે. જો આ પ્રસ્તાવ અવરોધિત કરવામાં આવશે, તો સરકારને સંરક્ષણ બજેટ ખર્ચ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.

4. વિપક્ષી કાયદા ઘડનારાઓ પેન્ટાગોનને ભંડોળ ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે, જેનાથી તેને પૂરતું બજેટ મળતું અટકાવી શકાય. આ પ્રસ્તાવ એવા સમયે તૈયાર કરવામાં આવી રહ્યો છે જ્યારે ટ્રમ્પે અમેરિકાનું સંરક્ષણ બજેટ આશરે 135 લાખ કરોડ રૂપિયા સુધી વધારવાનો નિર્ણય લીધો છે.

5. વિપક્ષી કાયદા ઘડનારાઓ દર અઠવાડિયે એક અહેવાલ બહાર પાડશે જેમાં ટ્રમ્પના પગલાંથી અમેરિકા અને તેના નાગરિકોને ભવિષ્યમાં થનારા નુકસાનની રૂપરેખા આપવામાં આવશે. ન્યૂ યોર્કના મેયર ઝોહરાન મામદાની અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે પણ વેનેઝુએલા કાર્યવાહીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ Venezuelaના નેતા Simon Bolivarના નામે દિલ્હીમાં કેમ રાખવામાં આવ્યુ માર્ગનું નામ, જાણો ભારત સાથે શું છે સંબંધ?